________________
પૂજા સાહિત્ય
ધાર્મિક દિવસમાં ધર્માનુષ્ઠાનના એક વિભાગ તરીકે જેમાં પૂજા ભણાવવાનો રિવાજ છે. તે વખતે ખુબ ઠાઠ કરવામાં આવે છે. પ્રાચીન પદ્ધતિમાં એ પૂજા ભણાવતી વખતે નરઘાં, સારંગી અને કાંસીને ઉપયોગ થતો. કાંસીમાં ચલતી, હીંચ અને હાંસ ત્રણ પ્રકાર આરેહ, અવરેહ અને પલટા સાથે થાય છે. પૂજા ભણાવનાર નિષ્ણાત હોય છે તે ભારે નુક ચાલે છે અને ગવરાવનાર અને ઝીલનાર બે પક્ષે એક રસ થઈ જાય છે. એ પદ્ધતિમાં દેશી રાગોને ખૂબ સ્થાન મળે છે. ગરબી ગરબાના રાગને આથી ખૂબ પ્રચાર જેનામાં ચાલ્યું હતું. એમાં કવચિત્ નૃત્ય પણ થાય છે. આ પ્રાચીન પદ્ધતિ નાનાં ગામમાં હજુ પણ ચાલે છે. નેધવાની વાત એ છે કે એમાં ગાવાનું કામ પુરૂ કરે છે, જ્યારે સ્ત્રીવર્ગ તે માત્ર સાંભળવાનું જ કામ કરે છે. કવચિત્ સ્ત્રીવર્ગ પૂજા ભણાવે છે ત્યારે પુરૂષવર્ગ હાજર રહેતું નથી.
અર્વાચીન પદ્ધતિમાં એ જ પૂજાઓને અસલ રાગ કે રાગણીમાં હાર્મોનિયમ, ફીડલ, દીલરૂબામાં ગવરાવવાનો પ્રચાર વધતું જાય છે. એમાં ખાસ નિષ્ણાત ગાયકે કામ કરે છે જ્યારે બાકીના હાજર રહેલા શ્રોતાનું કામ કરે છે.
કવિવર શ્રી વીરવિજયની પૂજામાં ભારે ચમત્કાર છે. એમનું શબ્દલાલિત્ય એટલું સુંદર છે કે એમની પૂજાએ સાંભળ્યા પછી દિવસ સુધી કાનમાં ગુંજારવ કરે છે. એમણે પૂજા જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com