________________
વીરવિજયજી.
(૩૩)
વિષયમાં વ્યવહાર અને તત્ત્વજ્ઞાનનું અજબ મિશ્રણ કર્યું છે. પૂજાની કૃતિઓમાં તેઓનું સ્થાન ઘણું વિશિષ્ટ છે અને નિર્વિવાદપણે પ્રથમ સ્થાન તેઓ લે છે. પૂજાઓની કૃતિઓ સોળમી શતાબ્દિથી શરૂ થઈ છે, પણ તે સર્વની ઉપર કળશ વીરવિજયજી કવિએ ઓગણીશમી સદીની આખરે ચઢાવ્યું છે. એમની પૂજા નીચે પ્રમાણે છે:(૧) અષ્ટપ્રકારી પૂજા.
આ કૃતિ સં. ૧૮૫૮ ના ભાદરવા શુદિ ૧૨ ને દિવસે પૂરી થઈ. એટલે આ કૃતિ પંડિતની કૃતિઓની શરૂઆતમાં ગણાય. એ બનાવતી વખતે કવિનું વય ૨૯ વર્ષનું હતું. દ્રવ્યપૂજાના આઠ પ્રકાર છે. જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ. આ દરેક પૂજામાં પ્રથમ અસલ રાગ આવે છે અને ઉપર દેશી રાગમાં ગીત આવે છે. દરેક પૂજા અસલ રાગમાં અથવા દેશના રાગમાં ગાઈ શકાય છે. દરેક પૂજાના પ્રારંભમાં બે બે દુહા (દોહરા) મૂક્યા છે, જે ઘણા પ્રચલિત છે અને દરરોજ અનેક મુખથી ઉચ્ચારાય છે. આ કૃતિ પણ જેનેમાં ઠીક પ્રશંસા પામી છે. એના નમુના તરીકે દીપકની પાંચમી પૂજાનું ગીત ઉતારીએ. દીપક દીપતે રે, લોકાલોકપ્રમાણ; એહ દીવડે રે, પ્રગટે પદ નિરવાણુ દીપક દ્રવ્યથકી દીપકની પૂજ, કરતાં દ ગતિ રેકે રે, પ્રભુ પડિમા આદર્શ કરીને, આતમ રૂપ વિલેકે. દી. ૧ શુદ્ધ દશા ચેતનકું પ્રગટે, વિઘટે ભવભય રે; ચિદાનંદ ઝકઝેળ ઘટાશું, કેવળ દીપ અનૂપે. દી. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com