________________
(૩૪)
પંડિતશ્રી પડત પતંગ ન ધમકી રેખા, નહિ ચંચળ મારૂતે રે; વૃત વિષ્ણુ પૂરે પાત્ર ન તાપે, વળી નવિ મેલ પ્રસૂતે. દી.૩ પાપ પતંગ પડત તેમ દીપક, કરતી દો સાહેલી રે; જિનમતિ ધનસિરિરીશિવસુખને, વીર કહે રંગરેલી. ૪
આ પ્રમાણે છતાં આગળ ઉપર પૂજાની જે કૃતિઓ કવિશ્રીએ કરી છે તેના પ્રમાણમાં આ કૃતિ સામાન્ય ગણાય. (૨) ચેસઠ પ્રકારી પૂજા
આ કૃતિ સંવત ૧૮૭૪ના વૈશાખ શુદિ ૩ (અક્ષયતૃતીયા) ને રેજ કવિરાજે પૂરી કરી એમ તેઓ કળશમાં જણાવે છે. એ કૃતિ અમદાવાદ(રાજનગર)માં કરી છે એમ જણાય છે. આ કૃતિમાં તત્વજ્ઞાન અને વ્યવહારનું અસાધારણ સમીકરણ કવિએ કર્યું છે. કર્મ આઠ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, નેત્ર અને અંતરાય.
જ્ઞાનાવરણીયકર્મથી આત્માને જ્ઞાનરૂપ મૂળ ગુણ આચ્છાદન પામે છે.
દર્શનાવરણીય કર્મથી આત્માને દેખવાને મૂળ ગુણ અવરાય છે. વેદનીય કર્મથી શરીર સંબંધી સુખ-દુઃખને અનુભવ થાય છે.
મોહનીય કર્મથી ક્રોધ, માન, માયા, લાભ, રાગ અને દ્વેષ થાય છે. સંસારનું મૂળ આ કર્મમાં વધારે હોય છે.
આયુષ્ય કર્મથી અમુક ભવમાં કેટલા વર્ષ રહેવું તેને નિર્ણય થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com