________________
વીરવિજયજી
(૩૫) નામ કમથી ગતિ, જાતિ, ઇંદ્રિય, શરીર, સંસ્થાન, કીર્તિ આદિ અનેક ચિત્રામણ વિચિત્ર પ્રકારે સારા અથવા ખરાબ થાય છે.
ગોત્ર કર્મથી ઉચ્ચ-નીચ જાતિમાં અવતાર પ્રાપ્ત થાય છે.
અંતરાય કર્મથી દાન, લાભ, ભેગે પગ અને બળ પર ઓછી-વધતી ત્રાપ પડે છે.
એ પ્રત્યેક કર્મની અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૧૦૩, ૨, ૫. મળીને કુલ ૧૫૮ પ્રકૃતિઓ છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. આ આઠે કર્મને વિચાર જૈન તત્વોએ ખૂબ વિસ્તારથી કર્યો છે. એ કર્મોથી હંમેશ માટે મુક્તિ થવી એનું નામ મોક્ષ કહેવાય છે.
આ કર્મોનું વિશિષ્ટ તત્ત્વજ્ઞાન આ પૂજામાં દાખલ કર્યું છે અને અત્યંત બારીક વિષયને હાથમાં રમત અને કાનમાં ગાન કરતે કરી દીધું છે.
બીજી દરેક પૂજા એક દિવસ ભણાવવાની હોય છે. આ પૂજા આઠ દિવસની છે અને પ્રત્યેકમાં આઠ આઠ (અષ્ટપ્રકારી) પૂજા હેઈ કુલ એના ૬૪ ઢાળ-રાગે-લયે થાય છે.
કર્મની પ્રકૃતિનાં બંધ, બંધનાં સ્થાને, ઉદય, ઉદયકાળ, સત્તાગત કર્મો બંધ, ઉદય ને સત્તાવિચ્છેદના સ્થાને વિગેરે અનેક બાબતે અંદર દાખલ કરી છે. અને વ્યવહારના દાખલાઓ તે એવા સુંદર મૂકયા છે કે એ વાંચતા અને સાંભળતાં ખરેખર સાનંદાશ્ચર્ય થાય. દાખલા તરીકે વેદનીય કર્મની પૂજામાં અનુત્તર વિમાનના દેવેનું સુખ અને વીર પરમાત્માના પારણાને અંગે
છરણશેઠની ભાવનાને અદ્ભુત રીતે વર્ણવેલ છે. પ્રત્યેક પ્રસંગને - ઉજવળ કર્યો છે અને છતાં પૂજનનું ધ્યેય એક પણ સ્થળે કવિ
ચૂક્યા નથી. વીરકુમારનું હાલરડું ગાતાં તેઓ લખે છે કે:Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com