________________
(૩૬)
પંડિતશ્રી વીરકુમરની વાતડી કેને કહિયે, કેને કહિયે રે કેને કહિયે; નવી મંદિર બેસી રહિયે, મુકુમાળ શરીર, વીર. ૧. બાળપણથી લાડકે નૃપ ભાવ્યો, મળી ચેસઠ ઇ મહા; ઈંદ્રાણું મળી હલરા, ગયો રમવા કાજ. વીર. ૨. છારૂ ઉછાંછળા લેકના કેમ રહિયે, એની માવડીને શું કહિએ? કહિયે તે અદેખાં થઈએ, નાશી આવ્યા બાળ. વીર. ૩. આમલકી કીડાવશે વીંટાણે, મેટ રિંગ રોષે ભરાણે હાથે ઝાલી વિરે તા, કાઢી નાખે દૂર. વીર. ૪. રૂપ પિશાચનું દેવતા કરી છળિયે, મુજ પુત્રને લેઈ ઉછળિયે; વીરે મુષ્ટિ પ્રહારે વળિયે, સાંભળીએ એમ, વીર. ૫. (૩-૮)
એવી જ રીતે મહારાજાના આખા સિન્યનું હૃદયભેદક વર્ણન વિગેરે ચેથા અષ્ટકમાં એ જ પૂજામાં કર્યું છે અને વસંતઋતુ અને મહરાજાની મૈત્રીને પણ ત્યાં ભારે લલકારી છે.
આઠમા અંતરાય કર્મમાં કપિલા દાસીના દષ્ટાંતને ખૂબ બહલાવ્યું છે અને અનેક વ્યવહારની મીઠી વાત કરી છે. દાનાંતરાયની વાત કરતાં કહે છે કે –
કલપતરૂ કનકાચલે રે, નવી કરતાં ઉપકાર; તેથી મરુધર રૂડ કેરડે રે, પંથક છાય લગાર.
કરપી ભંડો સંસારમાં રે. (૮-૨-૬) શાસ્ત્ર તથા વ્યવહારનાં જાણીતાં દષ્ટાંતેનું નિરૂપણ તે બહુ ભવ્ય કરેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com