________________
વીરવિજયજી.
(૪૯) - (c) શેઠ હઠીસંગ કેશરીસગે અમદાવાદના વાડીના દેરાસરની અંજનશલાકા (પ્રાણપ્રતિષ્ઠા) સંવત્ ૧૯૦૩માં કરી તેનાં ઢાળિયાં કવિએ બનાવ્યાં છે. એ પ્રતિષ્ઠા થયા પછી તુરત રેગને ભયંકર ઉપદ્રવ ચાલે તેનું પિતાની લાક્ષણિક શેલીમાં વર્ણન કરતાં કવિ લખે છે કે-“પૂરવધર વરસ્વામી, એકવીશ વાર પ્રતિમા વિરામી; દેવે જાવડશા હરી લીને, પૂરવી થઈને શું કીને ? એટલે સંવત્ ૧૦૮ માં શત્રુંજય પર મૂળ દેરાસરનો ઉદ્ધાર જાવડશા શેઠે કર્યો અને પછી ધ્વજા ચઢાવવા શિખર પર ચડ્યા ત્યાં અત્યંત હર્ષના આવેશથી તેના પ્રાણ ચાલ્યા ગયા એટલે દેવો ત્યાંથી પરભાર્યા તેના દેહને લઈ ગયા. તે વખતે પ્રતિષ્ઠા કરાવનાર પૂર્વધર હતા છતાં કાંઈ કરી શકયા નહિ તે અમારા જેવી સામાન્ય વ્યક્તિનું દેવ આગળ ગજું શું?” આ ઢાળિયાં પણ વાંચવા-સાંભળવા ગ્ય છે. | (a) શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ ઉભી સેરઠને સંઘ કાઢો તેનાં ઢાળિયાં સંવત્ ૧૯૦૫ના મહા સુદિ ૧૫ને રેજ પૂરા કર્યા તે પણ એ જ કક્ષામાં આવે છે.
(e) શત્રુંજય તીર્થ પર અંજનશલાકા–પ્રાણપ્રતિષ્ઠા સંવત ૧૮૯૩માં થઈ તેનાં ઢાળિયાં પંડિત કવિએ તે જ વર્ષમાં બનાવ્યાં છે. એમાં શરૂઆતમાં મેતીશા શેઠ શેઠ મોતીચંદ અમીચંદ)નું વર્ણન કરતાં દેશના રાગમાં પ્રથમ ઢાળમાં કહે છે કે – અમીચંદ સાકરચંદતણ, કળજુગમાં કલ્પવૃક્ષ બન્યા? ઉપગારી તરૂછાયા ઘણુ, વિમળગિરિ રંગરસે સે. ૮ શેઠ મોતીશા ધનરાશે, પૂરે દીન દુઃખીઆ આશે;
કલકત્તા વળી મદ્રાસે. વિમળ૦ ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com