________________
(૪૮)
પંડિતશ્રી વેશ્યા-વીતરાગ શું જાણે રાગ, રંગની વાત રે;
આ દેખાડું રાગને લાગ, પુનમની રાતે રે. ૧૨ સ્થળ-શણગાર તજી અણગાર, અમે નિર્લોભી રે;
નવ કલ્પી કરશું વિહાર, મેલી તને ઉભી રે. ૧૩ વેશ્યા-વહાલા બાર વરસ લગે ઠેઠ, લાડ લડાવી રે;
કેમ ના ધરણ હેઠ, મેરૂએ ચઢાવી રે. ૧૪ સ્થળ-કાતાલીને દ્રષ્ટાંત, નરભવ લાધે રે;
થઈ પંચ મહાવ્રત વંત, મેરૂપરે વાધો રે. ૧૫ (૨) હિતશિક્ષા છત્રીશી
આ છત્રીશ ગાથાઓમાં–કડીઓમાં વ્યવહારને સારે ખ્યાલ આપે છે. એમાં સર્વસામાન્ય શિક્ષાઓ તથા સ્ત્રીઓની ખાસ શિક્ષાઓ આપી છે. એમાં કેટલાક સર્વમાન્ય સત્ય રજુ કર્યા છે અને કેટલીક સંવ્યવહારની વાતો કરી છે. જુની વાંચનમાનાની છઠ્ઠી ચોપડીમાં એ છત્રીશીનો કેટલોક ભાગ લેવામાં આવ્યું હતું. વ્યવહારકુશળતાને અંગે તેના એક-બે દાખલા આ લેખના અગાડીના ભાગમાં રજુ થઈ ગયા છે. (૩) ઢાળિયાં.
(a) શ્રી ડીપાર્શ્વનાથના ઢાળિયાં. ત્રંબાવતી (ખંભાત) માં આ ઢાળિયાં સંવત્ ૧૮૫૩ ના જેઠ શુદિ ૫ મે પૂરાં કર્યા છે. આની નકલ મને મળી નથી.
(b) મોતીશા શેઠે મુંબઈમાં ભાયખાળે પ્રતિષ્ઠા કરી તે હકીકતને આ ઢાળિયામાં અમર કરી છે. એ કૃતિ સં. ૧૮૮૮ આ શુદિ ૧૫ ને રોજ કરવામાં આવી છે. એ કૃતિ પણ ઘણાં વર્ષો થયા છતાં પ્રચલિત છે અને ખૂબ રસથી ગરબારૂપે ગવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com