________________
વીરવિજયજી.
( ૪૭ )
માહ માસે ટાઢ પડશે, શીતળ વાયુ વધુ ચઢશે;
કામ અનંગ ઘણું નડશે. રસીલા. ૧૨ ફાગુણે ખડખડતી હોળી, પહેરી ચરણ ને ચાળી;
કેસર ઘોળી મળી ટેળી રે. રસીલા૧૩ લોક વસંત મધુ રમશે, કેયલ અંબવને ભમશે;
તે દિન મુજ શાથી ગમશે? રસીલા ૧૪ વૈશાખે સરેવર જઈશું, કેતકી ચંદન વન રહીશું;
દેખી ચંદ્ર શીતળ થઈશું. રસીલા. ૧૫ પથી પશુ પ્રમદા મેળા, જાણીએ મધ્ય નિશિવેળા;
જેઠ બપોરે ભળી ભેળા. રસીલા. ૧૬ મેહન હાલે મહેર કરી, દયિતા દેખી દુઃખ ભરી;
બારે માસ વિલાસ ધરી. રસીલા. ૧૭ નાટક રંગ રસે કરશું, દાવ લહી દિલડું હરણું
કહે શુભવીર નવિ ચળશું. રસીલા. ૧૮ આ આખી કળાકૃતિમાં અનેક રસનું પિષણ બહુ સારી રીતે કરવામાં આવ્યું છે. અને પ્રત્યેકની દેશી લોકપ્રિય હોઈ ખબ રસથી ગવાય છે. એમાં વેશ્યા અને સ્થૂલિભદ્રનો સંવાદ છે તે વાંચતા શુક-રંભા સંવાદ યાદ આવે તેવો છે. તેમાં એક ચટકે ખાસ જોવા જેવો છે. એના લય પણ ખૂબ પ્રચલિત છે. વેશ્યા–નાગરની નિર્દય જાત, બોલે મીઠું રે
કાળજામાં કપટની ધાત, મેં પ્રત્યક્ષ દીઠું રે. ૧૦ સ્થિળિભદ્ર-શું કહીએ અનાણું લેકને, દુઃખ લાગે રે
ગ્રહી સાધુનાં તરૂ રેક, કહ્યું વીતરાગે રે. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com