________________
( ૧૦ )
પંડિતશ્રી દરીઆ માંહી ઝાઝ ઘણું, ચીન દેશ વિલાયત સુણ્યા;
શેઠ મોતીશા નામ તણુ. વિમળ૦ ૧૦ સંવત ૧૮૮૮ માં કુંતાસરને ખાડે પૂરાવ્યું તેનું વર્ણન કરતાં લખે છે કે – ઢાળ બીજી –
સંવત અઢારશે અાશી માંહે, સિદ્ધગિરિ શિખર વિચાલે છે; કુંતાસરને ખાડે મેટે, શેઠજી નયણ નિહાળે. મનને મેજે છે. અંતરનયણાં નિહાળે. મનને મજે છે. ભવગણના પૂરણને હેતે, ખાંત મૂરત ત્યાં કીધું ; સર સરપાવ ઘણું જાચકને, દાન અતુલ
ત્યાં દીધું. મનને મજે . ૨ ચેાથે આરે બહુ ધનવંતા, પણ નવી ખાડે પૂરાવ્યો છે આ કાળે મોતીશા શેઠે, કનક રૂપઇએ ભરાવ્યો છે. મનને મજે છે. ૩
એ ખાડે પૂરી ત્યાં સ્વર્ગવિમાન જેવી ટુંક બનાવી. તેની પ્રતિષ્ઠા કરવાનું સંવત્ ૧૮૯૨ ને ભાદરવા માસમાં મુહૂર્ત નીરધાર્યું. ત્યારપછી શેઠ મોતીશા સ્વર્ગે ગયા, પરંતુ મુહૂર્ત ખેડવ્યું નહિ. સવાલાખ જેને એકઠા થયા. તેમના પુત્ર સંઘ લઈને પાલીતાણે આવ્યા. ત્યાં સંવત્ ૧૮૯૩ ના મહા સુદિ ૧૦ બુધવારે પ્રાણપ્રતિષ્ઠા અતિ આડંબરથી કરવામાં આવી. પંચકલ્યા
કને અદ્ભુત મહોત્સવ કરવામાં આવ્યું. પ્રભુના લગ્નના વરઘોડા પણ કાલ્યા. પહેરામણીઓ કરી. અમરચંદ શેઠ (મુનીમ) કન્યાપક્ષના અને ખીમચંદ શેઠ વરપક્ષના મુખ્ય થયા અને ૧૮૯૩ ના મહા વદિ ૧૦ ને જ પ્રવેશ મહત્સવ કર્યો. આ સર્વ પ્રસંગેનું અદભુત વર્ણન રાગમાં કરી સાતમી ઢાળમાં કહે છે કે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com