________________
(૬૪)
પંડિતશ્રો શાસ્ત્રાધાર સાથે આપવામાં આવ્યા છે. એમાંના ઘણા પ્રશ્નો ખાસ વાંચવા ને વિચારવા તેમજ સમજવા લાયક છે. એમાં આપેલા સૂત્રો ને ગ્રંથોના આધારે કવિશ્રીનું બહુશ્રુતપણું બતાવે છે. પ્રસંગોપાત્ એમાંના કેટલાક પ્રશ્નો ઉત્તરો સાથે આપવા ઈચ્છા વતે છે. આ ગ્રંથ છપાયેલ છે. તેનું ભાષાંતર થયું છે અને તે પણ છપાયેલ છે.
આ સિવાય સંસ્કૃત ભાષામાં બીજું કાંઈ બનાવ્યું હોય તો મારા જાણવામાં કે જોવામાં આવેલ નથી.
છેવટે. આ સાહિત્યની વિશાળતા કેટલી છે તેને ખ્યાલ આપવાની જરૂર નથી. એમાં લગભગ સર્વ બાબતો આવે છે. પદ્ય સાહિત્ય સર્વદેશીય છે. એના વિસ્તારને સંગ્રહ કરવામાં આવે તો ઓછામાં ઓછા ૪૦૦૦ પૃષ્ઠ થાય એવી ગણતરી છે.
એના વિસ્તાર કરતાં એમાંની વસ્તુની નજરે જોઈએ તો એમાં સુંદર કવિત્વ છે. એ વિષયમાં રસ પાડવા જનતાને પ્રેરણા થાય તો આ પ્રયત્ન સફળ છે.
એમની કૃતિઓ રસપૂર્ણ હોવા સાથે ગંભીરાર્થવાળી છે. તેમની કરેલી પૂજાઓમાંથી બાર વ્રતની પૂજા અને નવાણું પ્રકારી પૂજા વિસ્તૃત અર્થ સાથે શ્રી જૈન આત્માનંદ સભાભાવનગરે છપાવી છે અને ચેસઠ પ્રકારી પૂજા કે જે કર્મગ્રંથના રહસ્યથી ભરેલી છે તે અર્થ અને કથાઓ સાથે ઘણા વિસ્તારથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ છપાવેલી છે કે જે કર્મગ્રંથના અભ્યાસીએ ખાસ વાંચવા ગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com