________________
( ૨ )
પંડિતશ્રી કારણ કે ઈતિહાસ લખવાની કે તેને જાળવી રાખવાની જરૂર રીઆત પ્રાચીનેએ બહુ વિચારી હોય એમ લાગતું નથી. છુટીછવાઈ હકીક્ત, પ્રશસ્તિઓ અને લેકકથાઓને આધારે ઐતિહાસિક સાહિત્ય તૈયાર કરવું પડે છે, છતાં જેમ જેમ સમય નજીક આવતો જાય છે તેમ તેમ સાધનાની વિપુળતા પ્રાપ્ત થાય છે.
જૈન કવિઓના સંબંધમાં એકંદરે પ્રમાણમાં વિશેષ સાધને મળી આવે છે, કારણ કે લગભગ દરેક ગુજરજેન કવિ ગ્રંથને છેડે પ્રશસ્તિ લખવાનો રિવાજ રાખતા હતા. તેમાં તેઓ પોતાના ગુરૂની પરંપરા, પિતાના ગચ્છનું નામ, ગ્રંથ બનાવવાનું સ્થાન અને સમય તથા ગ્રંથ લખવાની પ્રેરણા કરનારની હકીક્ત ઘણુંખરૂં લખતા હતા. આથી ગ્રંથકર્તુત્વને સમય મુકરર કરવામાં બહુ મુશ્કેલી પડતી નથી. બહુ થોડા અપવાદ બાદ કરતાં લગભગ દરેક જેને લેખક સાધુ કે યતિ થયા છે, એટલે તેઓનું સંસારી જીવન કેવું હતું? ક્યાં થયું હતું? તેમની વય કેટલી હતી? વિગેરે ચરિત્ર-ઉપગી હકીક્ત મેળવવામાં ઘણું મુસીબત પડે છે. બીજી મુસીબત તેમના સ્થાનને લગતી પડે છે કેમકે તેઓ એક સ્થળે રહેતા નથી, વિહાર કરતા રહે છે તેથી તેમનું સ્થાન એક તો હોઈ શકે જ નહિ એ ઉઘાડી વાત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com