________________
OOOOOOO
0
C
(
i
a
ILLICOOT COTTOO
BE
ગુજરાત વિગેરેમાં સુવિખ્યાત છે પંડિત શ્રી વીરવિજયજીનું
જન્મચરિત્ર
ગુજરાતી પ્રાચીન યુગને ત્રણ વિભાગ પાડવામાં આવે છે. તેમાં વિક્રમની ઓગણુશમી શતાબ્દિ એ પ્રાચીન ગુજરાતીને અંતિમ વિભાગ છે. એના ત્રણે વિભાગમાં અનેક મહાન કવિઓ, લેખક અને પ્રચારકે ગુર્જર ગિરાની અનેક પ્રકારે સેવા કરી પિતાના નામને જવલંત કરી ગયા છે. એ અંતિમ વિભાગ પૂરો થયા પછી વશમી વિક્રમ શતાબ્દિ શરૂ થાય છે જે તદ્દન અર્વાચીન યુગ છે. એ યુગ કવિવર નર્મદાશંકર અને દલપતરામથી શરૂ થાય છે.
આપણે આજે જે કવિનાં જીવનવૃક્ષ અને કાવ્યચાતુર્ય પર વિચાર કરીએ છીએ તેનો સમય વિકમની ઓગણુશમી શતાબ્દિ હાઈ એ વર્તમાન યુગની શરૂઆત અને પ્રાચીન યુગના અંતિમ વિભાગના છેડા પર આવે છે. * કોઈપણ કવિ કે લેખકના જીવનવૃત્તાંતે મેળવવામાં અને તેને લગતું સાહિત્ય એકઠું કરવામાં ઘણી મુસીબત પડે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com