________________
શ્રી વીરવિજયજી
ઉપરની સર્વ બાબતેમાં કવિશ્રી વીરવિજયજીના સંબંધમાં બહુ મુશ્કેલી નથી. એક તે તેઓશ્રી વિક્રમની ઓગણીશમી શતાબ્દિના મોટા ભાગમાં થયેલા હોઈને પ્રમાણમાં નજીકના સમયમાં થયેલ છે તેથી તેમનાં જીવનવૃત્તનાં અવશેષો જળવાઈ રહ્યા છે અને બીજું તેમના શિષ્ય શ્રી રંગવિજયે વીરનિર્વાણ રાસ લખી તેમના સંબંધની ઘણી હકીકત એકઠી કરી છે અને તેમણે પોતે પણ દરેક ગ્રંથની પ્રશસ્તિ લખી કેટલીક હકીક્ત બેંધી દીધી છે. એ ઉપરાંત એમણે પોતાના ગુરૂ શુભવિજયજીના સંબંધમાં “શુભવેલિ” નામનું કાવ્ય અમદાવાદમાં સં. ૧૮૬૦ના ચિત્ર શુદિ ૧૧ દિને ગુર્જર ગિરામાં લખી ઘણી હકીકત પ્રકટ કરી છે. એ ઉપરાંત તેમના અનુયાયી વર્ગમાં તેમના સંબંધી કેટલીક હકીકત જળવાઈ રહી છે અને સંવત ૧૯૭૬માં શા. ગિરધરલાલ હીરાભાઈએ તેમને ટૂંક પ્રબંધ છપાવી બહાર પાડ્યો છે.? આ સર્વ સાધને અનુસાર તેઓશ્રીનું એક નાનું સરખું જીવનચરિત્ર તૈયાર કરી શકાય તેમ છે. એમની કવિ તરીકેની ખ્યાતિ અત્યંત વિશાળ છે, એમના
૧ આ રાસ જૈન ગૂર્જર એતિહાસિક રાસ સંચયમાં પૃ. ૮૬ થી ૧૦૫ સુધીમાં પ્રસિદ્ધ થયેલ છે. ૨ આ અમુક સંખ્યામાં પાનાને આકારે પ્રકટ થયેલ છે પણ તે બધાને લભ્ય નથી. શ્રી વીરવિજયજીના ઉપાશ્રયમાં અમદાવાદમાં તે અમુક તિથિએ વંચાય છે. તેને સાર જૈન યુગ પુ. ૪ પૃ. ૧૩૧ માં આપેલ છે. ૩ તે પ્રબંધ પાછો જેન યુગ પુ. ૪ પૃ. ૧૩૨ થી ૧૪૧ સુધીમાં પ્રકટ થયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com