________________
( ૪ )
’
પંડિતશ્રી પ્રત્યેક કાવ્યમાં શબ્દાલકાર અને અર્થાલંકાર ભરેલા છે, એમના પ્રત્યેક રાસામાં રસમય અદ્ભુત આખ્યાયિકાએ (Romances) છે, એમની પ્રત્યેક કૃતિ ધ્વનિકાવ્યની કક્ષામાં આવે છે, એમના ઉપદેશમાં વ્યવહારૂતા છે, એમના વર્ણના આનંદ, આહ્લાદ અને પ્રેમ ઉત્પન્ન કરનાર હાઇ પ્રેરક બને છે, એમણે સર્વ રસાનુ અદ્ભુત રીતે પાષણ કર્યું છે, એમના પ્રત્યેક કાવ્ય ગેય હાવા ઉપરાંત એમાં શબ્દચમત્કૃતિ એવી સુંદર છે કે એક વાર સાંભળ્યા પછી એના રણઝણાટ કાનમાં ગુજારવ કરે છે અને હૃદયમાં તાન કરે છે. એમની કરેલી સ્થૂળભદ્રની શિયળવેલ ગુજરાત–કાઠિયાવાડમાં ઘેર ઘેર રસપૂર્વક ગવાય છે અને એમના ગરબા અને ગુહલીએ એક સો વર્ષ પછી પણ અસાધારણ રસ ઉત્પન્ન કરે છે. આવી કિવ તરીકેની તેમની ચમત્કૃતિ છે તે વ્યક્ત કરતાં પહેલાં અને તેના દષ્ટાંતા રજી કરતાં પહેલાં તેમના જીવનચરિત્ર સંબંધી ઉપલબ્ધ હકીકત વિચારી જઇએ.
જીવનચરિત્રઃ—
ગુજરાતમાં અમદાવાદ શહેર એ જૈનનુ કેન્દ્રસ્થાન છે. એને જૈન કવિઓએ ‘ રાજનગર ’ નું યથાર્થ ઉપનામ અનેક ગ્રંથામાં આપ્યું છે. એ ‘ જૈનપુરી'ના નામથી પણ પ્રસિદ્ધ છે. જેનેાના અનેક પ્રેરણાત્મક પ્રસંગો એ ગુજરાતની રાજધાનીમાં અન્યા છે. અને એનુ એ સ્થાન અદ્યાપિ પર્યંત ચાલુ છે. એ શહેરમાં પાનકારના નાકાની અને શહેર બહારની શેઠ મગનભાઇ કરમચક્રની વાડીની વચ્ચેના ભાગમાં અસલના વખતમાં એક ઘીકાંટા હતા. ત્યાં ઘી તાળાતું હશે એમ સહજ અનુમાન થાય છે. એ ઘીકાંટાની નજીકમાં એક શાંતિદાસના પાડા ( મહેાલ્લા )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com