________________
વીરવિજયજી.
હતું. હાલ એ પાડાનું સ્થળ મુકરર થઈ શકતું નથી, પણ અનુમાનથી બતાવી શકાય તેમ છે.
એ શાંતિદાસના પાડામાં એક જણેશ્વર નામને ઔદિચ્ચ બ્રાહ્મણ રહેતો હતો. તેની સ્ત્રીનું નામ વીજકેરબાઈ હતું. એમને એક પુત્રી અને એક પુત્ર હતો: પુત્રીનું નામ ગંગા અને પુત્રનું નામ કેશવરામ. આ કેશવરામ તે આપણું ચરિત્રનાયક છે. જન્મ અને કેળવણું –
એ કેશવરામને જન્મ સંવત ૧૮૨૯ના આસો શુદિ ૧૦ને રેજ થયે હતે. એને મળતો અંગ્રેજી માસ સપ્ટેમ્બર ૧૭૭૩ આવે છે. આ ઔદિચ્ય બ્રાહ્મણના પુત્રને નાનપણમાં કેવી કેળવણું મળી? એણે કયાં સુધી અભ્યાસ કર્યો ? એણે સંસ્કૃત ભાષાને અભ્યાસ નાનપણમાં કર્યો હતો કે નહિ? એ સંબંધી કાંઈ પણ હકીકત ઉપલબ્ધ થતી નથી. અનુમાન કરીએ તે તેમને તે વખતની પદ્ધતિ પ્રમાણે લખવા-વાંચવાનું, હિસાબ ગણવાનું, પત્રો લખવાનું અને પરોપાખ્યાનનું જ્ઞાન તે જરૂર નાનપણમાં મળ્યું હશે એમ ધારી શકાય. તે વખતે પણ મોટા શહેરમાં તદ્દન નિરક્ષરતા ન હતી. તેમને અંગ્રેજીનું જરા પણ જ્ઞાન ન હતું એ તેમની કૃતિઓ ઉપરથી સહેજે સમજાય તેવું છે.
લન –
કેશવરામના લગ્ન તેમની અઢાર વર્ષની વય થઈ તે પહેલાં થયાં હતાં. તેમની પત્નીનું નામ રળીયાત. તેમને ઘર* સંસાર કે ચાલ્યા અને કેટલે ચાલે? તેની વિગતે મળી શકતી
નથી. એકંદરે સંસાર સુખી હશે એમ “નિવાણરાસ” પરથી જણાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com