________________
( ૬ )
પંડિતશ્રી છે. ઘરસંસાર બે કે ત્રણ વર્ષ ચાલ્યું હોય એમ જણાય છે. એમને અઢાર વર્ષ પૂરા થયા પછી તુરત જ તેમની દીક્ષા થાય છે તેથી તેમનું ગૃહસ્થ જીવન લાંબું ચાલ્યું હોય એમ લાગતું નથી. દીક્ષાનું નિમિત્ત –
કેશવરામના પિતા તે અરસામાં મરણ પામ્યા. કેશવરામ ભીમનાથ ગામે ગયા હતા. દરમ્યાન અમદાવાદના તેમના ઘરમાં ચોરી થઈ. કેશવરામ પાછો આવે એટલે માએ ઠપકે આ અને આવેશમાં ગાળ દીધી. કેશવરામને વાગબાણ એવું લાગ્યું કે તરત જ ઘર છોડીને એ નાસી ગયે. અને રેચકા ગામે ગયે. પાછળથી માને પસ્તાવો થયે એટલે તેણે છોકરાની ઘણુ શેાધ-ખળ કરાવી, મા જાતે તપાસ કરવા ગઈ, પણ એને પત્તો લાગ્યો નહિ. માતા ખુબ રડી, સ્ત્રી મુંઝાણી, પણ ઉપાય ન સૂઝ. રેચકા ગામે તપાસ કરતાં ખબર પડી કે ત્યાંથી એ બીજે ગામ ગયેલ છે અને ઘણે ભાગે કાઠિયાવાડ તરફ ગયેલ છે. માતાને એક તો તુરતમાં પતિના મરણથી પતિ વિયોગ થયો હતો અને છોકરે નાસી ગયો એટલે હેબતના માર્યા વીજકેરબાઈ પણ મરણ પામ્યા. કેશવરામની સ્ત્રીનું શું થયું તેની કાંઈ વિગત મળી આવતી નથી. માતાના મરણ અને ભાઈના નાસી જવાના સમાચારથી ગંગા બહેન પણ મરણ પામી.
શભવિજયને સંબંધ:
અહીં શુભવિજય નામના એમના ગુરૂમહારાજનું પાત્ર પ્રગટ થાય છે. જેની તપાગચ્છની વિજય શાખામાં સંવિગ્નShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com