________________
કવિ તરીકે શ્રી વીરવિજયજી
કવિ તરીકે ગુર્જર કવિઓમાં શ્રી વીરવિજયનું અનેાખું સ્થાન છે. એમની કૃતિમાં અસાધારણ ચમત્કાર છે. એમના પ્રત્યેક કાવ્યમાં એકલું માધુર્યં ઠાંસી ઠાંસીને ભરેલુ છે. એમની કૃતિમાં ઝડઝમક અને અલંકારો પ્રત્યેક પંક્તિમાં છે. એમના કાવ્યમાં મીઠાશ અને શબ્દ ચિત્ય એટલાં સુંદર છે કે એક વાર કાવ્ય વાંચ્યા પછી કાનમાં એનુ ગુજન થયા કરે છે. એમના શબ્દાલંકાર અને અર્થાલંકાર અતિ ઉચ્ચ પ્રકારના છે. એમની ભાષામાં ભાવ છે, આર્દ્રતા છે, વ્યવહારનુ પાષણ છે. એમના કાવ્યની ગેયતા અતિ સુસ્પષ્ટ છે. એમની પ્રત્યેક ઢાળે! ગુર્જરીને કઠે અત્યાર સુધી વહે છે. એમના કાવ્યની મીમાંસા કરવામાં ખૂબ આનંદ આવે તેવું છે.
એક બાબત અહીં સ્પષ્ટ કરવી ખાસ પ્રસ્તુત છે. પ્રાચીન કાવ્યા પર ચર્ચા થાય છે ત્યારે જૈન સાહિત્યને કાં તા ધાર્મિક સાહિત્યની કક્ષામાં મૂકી અથવા એકદેશીય ગણી તેની ઉપેક્ષા કરવામાં આવે છે. આ ઉપેક્ષાને પરિણામે ઘણા ગેરઇન્સાફ જૈન સાહિત્યને થયા છે. એ વાત જરા વિસ્તારથી કહેવા જેવી છે.
પ્રથમ દષ્ટિએ જોતાં જણાશે કે ગુર્જર પ્રાચીન સાહિત્ય બહુધા ધાર્મિક ભૂમિકામાંથી ઉદ્ભવ પામેલ છે. આપણે પ્રેમાનંદનું સાહિત્ય જોઇએ કે નરસિંહ મ્હેતાનું સાહિત્ય જોઇએ કે અન્ય કાઇ પણ પ્રાચીન ગુર્જરકવિનું જોઇએ તા તેમાં ધાર્મિકનું ચરિત્ર કે ધર્મ ભાવના જરૂર હશે. એથી કાઇ સાહિત્ય ઉપેક્ષવા યેાગ્ય થવું ન ઘટે. મુદ્દો એ છે કે પ્રાચીન ગુજરાતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com