________________
વીરવિજયજી.
( ૧૫ ) સાહિત્યમાં ધર્મભાવનાનું જ એકંદરે પિષણ છે. જેને સાહિત્યકારોએ દરેક કથાને કે રાસને જેન આકાર આપ્યો છે, પણ તમે જે કંઈ પણ રાસ સાધંત વાંચશે તો તેમાં નેવું ટકા તે અદ્ભુત કથા કે નવલ કથા જે જ ભાવ દેખાશે. પ્રસ્તુત વીરવિજયને કઈ પણ રાસ વાંચતા જણાશે કે એમાં એક કેદ્રસ્થ વિચાર તે ધર્મભાવનાને જરૂર હશે, પણ પ્રસ્તાવિક પ્રસંગો, વર્ણન અને ચરિત્રાદશ સામાન્ય જનતાને સમજાય તેવા અને બહુ મુદ્દાસરના હશે.
કહેવા મુદ્દો એ છે કે પ્રાચીન જૈન સાહિત્યને ધાર્મિક કે એકદેશીય ગણું તેની ઉપેક્ષા કરવામાં આવી છે. એથી જનતા એ અતિ સુંદર સાહિત્યના લાભથી વંચિત રહી છે. એમાં સાહિત્યને નુકશાન થાય તે કરતાં જનતાને ઘણું હાનિ પહોંચે છે એ નજરે એ સવાલની ચર્ચા થવી ઘટે છે. આ મુદ્દો આ વિષયને અંતે વધારે સ્પષ્ટ થશે. જેન રાસે બહુ વ્યવહારૂ જ્ઞાન આપનારા અને મુદ્દાને અનુલક્ષી લખાયેલા છે અને જનતાને તુરત રૂચે તેવી શૈલીએ તૈયાર થયેલા છે.
વ્યવહારદક્ષતા –
શ્રી વીરવિજય કવિમાં વ્યવહારકુશળતા કેટલી હતી તે તેમની કૃતિઓમાં તેમણે કરેલ વ્યવહારના પિષણથી જણાય છે. એમણે એમની કૃતિઓમાં નીતિનાં સામાન્ય અને ઉચ્ચ ધરણે બહુ સ્પષ્ટ રીતે અને આકર્ષક શબ્દોમાં આપ્યા છે. તેઓશ્રીની હિતશિક્ષા છત્રીશી સુપ્રસિદ્ધ છે. જુની વાચનમાળાની છઠ્ઠી ચોપડીમાં તેને કેટલાક ભાગ આપે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com