________________
( ૧૬ ).
પંડિતથી સાંભળ સજજન નર નારી, હેત શિખામણ સારીજી, રીસ કરે દેતાં શિખામણ, ભાગ્ય દશા પરવારી.
- સુણજે સજજને રે. પછી એ છત્રીશીમાં અનેક વ્યવહારૂ શિખામણો ચીતરી છે. બે જણ વાત કરે જ્યાં છાની, ત્યાં ઉભા નવી રહીએ. વરે ન કરીએ ઘર વેચીને, જુગટડે નવી રમીએજી. બે હાથે માથું નવિ ખણીએ, કાન નવિ ખેતીએજી. ભેય ચિત્રામણ નાગે સુવે, તેને લક્ષ્ય છે.
આખી છત્રીશી ખાસ વાંચવા ગ્ય છે. કવિની વ્યવહારકુશળતાના દાખલા એની પ્રત્યેક કૃતિમાં છે. અહીં તે પ્રથમ બતાવવાનું કારણ એ છે કે જેન કવિઓ પર ધમધતા કે એકદેશીયતાને પરોક્ષ અપક્ષ આરોપ મૂકાય છે તે અભ્યાસ વગરની ઉપજાવી કાઢેલી વાત છે.
ધમ્મિલના રાસની શરૂઆતમાં ધમ્મિલ ત્યાગભાવ પસંદ કરે છે ત્યારે તેની મા તેને સંસારી બનાવવા જુગારીઓની સોબત કરાવવા માંગે છે. તે વખતે તેના પિતા સાતે વ્યસન સંબંધી કહે છે. શેઠ કહે સુણ સુંદરી, તે સાચી કહી વાત; પણ સંગતે વ્યસનીતણુ, ગુણી જનને ગુણઘાત, ૧ માંસ પ્રસંગે દયા નહિ, મદિરાએ યશનાશ; કુલક્ષય વેશ્યા સંગતે, હિંસા ધર્મ વિનાશ. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com