________________
વીરવિજયજી.
( ૧૭ ). મરણ લહે ચેરીથકી, સર્વ નાશ પરદાર; જુગટીયાની સેબતે, ઘર-ધનને અપહાર. ૩ નલદમયંતી હારિયાં, રાજ કાજ સુખવાસ; પાંડવ હાર્યા દ્વિપદી, વળી વસિયા વનવાસ. ૪ નીચ જુગટીયા જાતની, સંગતિ ન ઘટે નાર; ઉચ પ્રસંગે પામીએ, સુખ સંપદ સંસાર, ૫
ત્યારપછી ત્યાં સુસંગતિ-કુસંગતિના ચાલુ દષ્ટાંતો આપી વાતને ખૂબ મહલાવી છે.
વ્યવહારદક્ષતાના પ્રસંગોને એમના પ્રત્યેક રાસમાં પાર નથી. આ વાતને વધારે અગત્ય આપવાનું કારણ એ છે કે અત્યાર સુધી જનતામાં એવી માન્યતા પ્રચલિત છે કે જેન કૃતિઓમાં ધર્મની જ વાત હોય છે. આ હકીકત જેન કૃતિને અવલોકવાની ઉપેક્ષામાંથી જ ઉદ્ભવેલ છે. લગભગ પ્રત્યેક જેન કૃતિ વ્યવહારકુશળ મનુષ્યએ રચેલ છે. એમાં ન્યાય અને સત્યની પાલનાને, નીતિ અને વ્યવહારની પોષણાને ખાસ સ્થાન આપવામાં આવ્યું હોય છે. સંસારને ત્યાગ કરવા છતાં એમની કૃતિઓ એવી વ્યવહારમય હોય છે કે ઘણીવાર શ્રોતાને આશ્ચર્યમુગ્ધ કરી નાખે છે. વ્યવહારથી પર થનાર પ્રાણું ઘણી વાર વ્યવહારને અને ખાં દષ્ટિબિન્દુએથી ઓળખી શકે છે.
આ સત્ય કવિ વીરવિજયના સંબંધમાં તે કોઈ પણ પ્રકારના વિરોધને ભય વગર કહી શકાય તેમ છે. તેમના રાસ અને ઉપદેશ ગ્રંથમાં વ્યવહારને અતિ ઉચ્ચ કક્ષામાં બતાવેલ છે. એનાં દષ્ટાંતે આપવા બેસીએ તો અનેક ગ્રંથ ભરાય તેટલી મોટી તેની સંખ્યા થાય તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com