________________
વીરવિજયજી.
( ૧૩ ) હતે. એ પ્રતિષ્ઠા પછી ભયંકર કોલેરાને ઉપદ્રવ ચાલ્યો હતો. તેના પણ ઢાળીઆ કવિશ્રીએ પદ્યમય બનાવ્યાં છે. તેમાં જાવડશાના ઉદ્ધાર વખતે સંવત ૧૦૮માં જાવડશાને ધ્વજદંડ ચડાવતાં દેવ અદ્ધર ઉપાડી ગયા તેના પ્રતિષ્ઠા કરાવનાર શ્રી વયરસ્વામી દશ પૂર્વધર હતા છતાં તે કાંઈ કરી શક્યા નહિ એ ભાવ લાવી પિતાને બચાવ કર્યો છે. કાળધર્મ –
શ્રી વીરવિજયે અનેક શ્રાવકાદિને ઉપદેશ આપ્યા. અનેક સ્થાનેએ વિહાર કર્યો. અમદાવાદની જનતાને ખાસ લાભ આપે. તેમના શ્રાવકેમાં ઘણા અગ્રેસરનાં નામે આવે છે. તેઓની વૃદ્ધ વય થતાં સંવત્ ૧૯૦૮ માં તેઓને સખ્ત માંદગી થઈ. તેમના ભક્ત શ્રાવકોએ સારી રીતે વૈયાવચ્ચ કરી. તેઓ સં. ૧૯૦૮ના ભાદરવા વદિ ત્રીજને દિવસે અમદાવાદ શહેરમાં કાળધર્મ પામ્યા. તે દિવસે હજુ સુધી અમદાવાદ શહેરમાં પાણી પાળવામાં આવે છે અને સર્વ વ્યાપાર ધંધા તેમની યાદગીરીમાં બંધ રાખવામાં આવે છે. ભઠ્ઠીની પિળના ઉપાશ્રયમાં તેમની પાદુકાની સ્થાપના સં. ૧૯૦૯ ના મહા સુદિ નોમને દિવસે થઈ છે.
મરણ સમયે તેઓશ્રીને ૭મું વર્ષ ચાલતું હતું. તેઓ આ સંસારમાં ૭૮ વર્ષ ૩૩૮ દિવસ રહ્યા. તેમણે જૈન સાધુની દિક્ષા ૬૧ વર્ષ પર્યત પાળી. • શ્રી વીરવિજય કવિની આટલી જીવનરેખા પ્રાપ્ત થઈ શકી છે. એમની ગુર્જર કવિ તરીકેની ખ્યાતિ પર આપણે હવે વિચાર કરીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com