________________
( ૧૨ )
પંડિતશ્રી કરી, સંઘ સાથે ગયા અને ઉપદેશ આપે. તેઓ બધા તે અમદાવાદમાં જ રહ્યા એટલે તેમના અનેક સ્થાને વિહારે છતાં તેમનો સંબંધ અમદાવાદ સાથે એટલો બધો આવે છે કે કઈ કેઈ તેમને અમદાવાદના ધારી લે એ બનવાજોગ છે. જેના સાધુને એક સ્થાન હોતું નથી. એમને સ્થાન ઉપર રાગ કરવાને પણ નિષેધ છે.
આપણે હવે તેમના જીવનના અગત્યના નેંધાયેલા પ્રસંગે જોઈ જઈએ.
સં. ૧૮૭૮ સાણંદના કોઈ સ્થાનકવાસીએ અમુક પ્રકારને કેસ અમદાવાદની વીસાશ્રીમાળી જ્ઞાતિ પર અમદાવાદની ડીસ્ટ્રીકટ કોર્ટમાં માંડ્યો હતો. એ કોર્ટમાં ધર્મચર્ચા ચાલી હતી અને તેમાં કવિ વીરવિજયજીએ ભાગ લીધો હતો એવી ચાલુ વાર્તા છે. એ સંબંધી નિર્વાણરાસમાં જે વિગતો આપી છે તે પ્રમાણે જૂદા જૂદા ગામમાંથી આગેવાન સાધુઓને અમદાવાદ રાજસભામાં બોલાવ્યા હતા. કહે છે કે એ શાસ્ત્રચર્ચામાં વીરવિજયને વિજય થયો હતે.
મુંબઈવાળા શેઠ મોતીચંદ અમીચંદે (મેતીશા) સંવત ૧૮૯૭માં પાલીતાણા શત્રુંજયગિરિ પર અંજનશલાકા (પ્રાણપ્રતિષ્ઠા) કરી તે વખતે વિધિ કરાવવામાં કવિ વીરવિજયજી હતા. કવિશ્રીએ શેઠ મોતીશાના ઢાળીઆ આ પ્રસંગે બનાવ્યા છે તે વાંચવા ગ્ય છે.
સંવત ૧૯૦૩માં શ્રી અમદાવાદના દીલ્હી દરવાજા બહાર શેઠ હઠીસંગ કેશરીસિંગની વાડીની પ્રતિષ્ઠા મહોત્સવ કરાવવામાં પણ કવિશ્રીએ પંડિત રૂપવિજયજી સાથે ભાગ લીધો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com