________________
વીરવિજયજી.
( ૧૧ ) હરખચંદ કરમચંદ તથા ગુલાબચંદ જેચંદે અમદાવાદમાં ભઠ્ઠીની પિળમાં એક ઉપાશ્રય બંધાવ્યું. ત્યારપછી વીરવિજયજી
જ્યારે જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે ત્યારે એ ઉપાશ્રય નિવાસ કરતા હતા અને આજ પણ એ ઉપાશ્રય શ્રી વીરવિજયના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધ છે. પંન્યાસ પદવી:–
દરમ્યાન વીરવિજયજીએ સુરસુંદરીનો રાસ સં. ૧૮૫૭ માં બનાવ્યું અને સ્થૂલભદ્રની શિયળવેલ સં. ૧૮૬રમાં બનાવી પિતાની પ્રથમ પંક્તિના કવિ તરિકે ગણના સ્થાપન કરી. એમની શિયળવેલમાંથી પંદર તિથિ, સાત વાર અને બાર માસ અમદાવાદ શહેરમાં ઘેર ઘેર ગવાવા લાગ્યા, એમની ગુહલીઓએ અનેકનાં શિર ડેલાવ્યાં અને એમની શિયળવેલની કૃતિએ એમને જૈનેતરમાં પણ ખૂબ પ્રસિદ્ધ કર્યા. એમની અષ્ટપ્રકારી પૂજા ( સં. ૧૮૫૮ ) મંદિરે મંદિરે રસથી ગવાવા લાગી. એ સર્વને પરિણામે ભવિજયે તેમને સંવત ૧૮૬૭ ના અરસામાં પંન્યાસ પદવી અમદાવાદમાં શ્રી સંઘ સમક્ષ આપી, અને ત્યારપછી થોડા વખતમાં સં. ૧૮૬૭ ના ફાગણ વદિ બીજને રોજ શુભવિજયજીએ કાળ કર્યો. વીરવિજય ગુરૂરાગ શુભવેલિની પ્રત્યેક પંક્તિમાં ઝળકે છે. એ લઘુ ગ્રંથ તેમણે સં. ૧૮૬૦માં બનાવ્યો. નિર્વાણરાસમાં શુભવિજયને દેિહોત્સર્ગ સમય ૧૮૬૦ આપે છે. શુભવેલીની તારિખ જોતાં એ વાત પણ સંભવિત લાગે છે. સ્થાન અને વિહાર –
ત્યારપછી વીરવિજયે અનેક ઠેકાણે વિહાર કર્યો, યાત્રાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com