________________
( ૮ )
પંડિતશ્રી જૈન સાધુઓમાં જ્ઞાતિભેદ નથી. જે કે જેન દેવ-ગુરૂધર્મને સ્વીકાર કરે તેને તેનાં ગ્ય લક્ષણે જોઈ ગુરૂ દીક્ષા આપીને પિતાનાં વર્ગમાં દાખલ કરે છે. જેન ધર્મમાં જન્મથી જાતિ હોય તેવું દેખાતું નથી. અનેક પૂર્વ ચરિત્ર વાંચતા પણ જણાય છે કે જેનવર્ગમાં જ્ઞાતિભેદ જેવું નથી. અત્યારે જે ભેદે જણાય છે તે આકસ્મિક છે, વ્યાવહારિક છે, આગંતુક છે. અસલ જૈન સંઘનું બંધારણ દાર્શનિક નજરે થયું હતું અને તેને પરિણામે વ્યવહાર અને ધર્મના અલગ અલગ વિકાસપ જેમાં અત્યારે પણ પ્રચલિત છે.
આને લઈને કેશવરામ બ્રાહ્મણ હોવા છતાં એને જ્યારે જેના દર્શનની વિશિષ્ટતા સમજાણી ત્યારે એને જૈનવર્ગમાં જોડાતાં જરા પણ મુશ્કેલી પડી નહિ. અનેક બ્રાહ્મણ, ભાવસાર, પટેલ, કણબી, પાંચા, લુહાણ, રબારી વિગેરે અત્યારે પણ જેન છે, તે જૈન સંઘમાં સાથે રહી શકે છે અને વ્યવહારમાં પિતાના વર્ગ સાથે કન્યાની લેવડદેવડ કરે છે. દીક્ષા લઈ શકે છે. જેના સંઘ-સંબંધ ધર્મ પરત્વે જ છે એ ખ્યાલમાં રાખવા લાયક ઐતિહાસિક ઘટના છે. દીક્ષા –
કેશવરામ ભીમનાથ ગામમાં ઉપરેત શુભવિજયને મળ્યા. તેની પાસેથી તેમને જેન ધર્મનું જ્ઞાન મળ્યું. તેની સાથે પાદવિહાર કરતાં પાલીતાણે શત્રુંજય યાત્રા નિમિત્તે ગયા. દરમ્યાન એની જૈન ધર્મ તરફની રૂચિ વધતી ચાલી. એમ જણાય છે કે એ અરસામાં કેશવરામની તબિયત બગડી આવી. તે વખતે ભવિજયની સહાયથી એની માંદગી દૂર થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com