________________
વિરવિજયજી.
ઉત્તરોત્તર કેશવરામને એવા જ પ્રસંગો બનતા રહ્યા કે જેથી એ ગુરૂ તરફ વધારે વધારે અનુરાગવાળા થતા ગયા અને જૈન ધર્મ તરફ પ્રતિદિન તેમની રૂચિ વધતી ચાલી.
પૂર્વ કાળમાં પણ અનેક બ્રાહ્મણે જેન થયા છે. વસ્તુતઃ જૈન દર્શન છે, એમાં કેમ કે જ્ઞાતિ જેવું નથી. જે એને સ્વીકાર કરે તે જેન થાય એ નિયમ પૂર્વ કાળથી ચાલુ છે. ખૂદ મહાવીરસ્વામીના મુખ્ય સર્વ ગણધરે બ્રાહ્મણ હતા. કઈ પણ પ્રાણુ જેન ધર્મ પાળી શકે છે. શુભવિજય ગુરૂના ઉપદેશથી કેશવરામને જૈન ધર્મને રંગ લાગ્યો. એણે ધાર્મિક અભ્યાસ વધારવા માંડ્યો અને અંતે પિતાને ઘેર ન જ ગયા. શુભવિજયજીમાં આકર્ષકશક્તિ અને ઉપદેશશક્તિ ઘણી સુંદર જણાય છે. કેશવરામની તેમના તરફ ભક્તિ પણ સારી જણાય છે. જે શબ્દોમાં શુભલિમાં ગુરૂનું વર્ણન કરવામાં આવ્યું છે તે વિચારતાં ગુરૂ તરફની તેમની ભાવના સુસ્પષ્ટ, દીર્ધકાળ સુધી નભે તેવી અને પ્રશસ્ય જણાય છે.
શુભવિજય વિહાર કરતાં પાલીતાણેથી ખંભાત તરફ ચાલ્યા. માર્ગમાં પાનસર ગામ છે ત્યાં સંવત ૧૮૪૮ના કાર્તિક વદિમાં સદર ગુરૂ મહારાજે કેશવરામને દીક્ષા આપી. તે દિવસે કેશવરામે સંસારનો ત્યાગ કર્યો, સર્વ આરંભ–સમારંભ છોડી દીધાં અને મન-વચન-કાયાથી પંચ મહાવ્રત ઉશ્ચર્યો. તે વખતે તેમનું વરવિજય નામ રાખવામાં આવ્યું. દીક્ષા સમયે કેશવરામને અઢાર વર્ષ પૂરા થઈ ઓગણીશમું વર્ષ ચાલતું હતું. શુભવિજય પાસે તે વખતે બે શિષ્ય હતાઃ એકનું નામ ધીરવિજય અને બીજાનું નામ ભાણુવિજય. આવી રીતે સંવત ૧૮૪૮ (સને ૧૭૯૧ની
આખર) થી વીરવિજય કવિનું જેન સાધુ જીવન શરૂ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com