________________
વીરવિજયજી.
( ૪૩ )
રંગ રસીઆ રંગ રસ બન્ય, મનમેહનજી; કેઈ આગળ નવિ કહેવાય, મનડું મોહ્યું રે મનમેહનજી; વેધકતા વેધક લહે મન, બીજા બેઠા વા ખાય. મનડું ૧
આખી પૂજા બહુ વેધક અને રસથી ભરપૂર છે. સારા ગાયકને મુખે ગાતાં સાંભળી હોય તે રસમાં લીન કરે તેવી ભવ્ય ભાષા અને શબ્દચાતુર્ય, વસ્તુનિદેશ અને કથન નિરૂપણ અસાધારણ ગૌરવશાળી છે.
આ છ પૂજાઓ ઉપરાંત સ્નાત્ર પૂજા પણ બનાવેલ છે. તે પણ બહુ રસિક છે. તેનો ઉલ્લેખ પ્રકીર્ણ પદ્ય કૃતિઓમાં છે.
પ્રકીર્ણ પદ્યકૃતિઓ (૧) સ્થૂલિભદ્ર શિયળવેલ–
પંડિત વીરવિજયની કળાકૃતિએ અનેક દેશીય હતી તે બતાવવા હવે થોડા નમુના રજુ કરવામાં આવે છે. તેમણે સંવત ૧૮૬૨ માં સ્થલભદ્ર શિયળવેલ નામનું કાવ્ય ૩૩ વર્ષની વયે લખ્યું છે. એમાં કવિ તરીકે તેઓ વિશિષ્ટ અને જનપ્રિય કવન કરી શકયા છે. એને વિષય ઘણે ઉંચે હતો. તે પ્રસંગને એમણે ખૂબ દીપાવ્યો છે. એમાં એમણે બાર માસ અને પંદર તિથિએ ચાલુ ગુજરાતી દેશીઓમાં મૂકયા છે. એ કતિ ખૂબ પ્રસિદ્ધિ પામેલ છે અને આખી વાંચવા-ગાવાયેગ્ય છે. મધુર કંઠે અથવા ગરબામાં ગવાતી હોય ત્યારે એક અસાધારણ રસ જમાવી શકે એવી એ કૃતિ છે. એમાં શૃંગારરસનું પિષણ, વિરહદશાનું વર્ણન અને શાંત રસનું સેવન-એ સર્વનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com