________________
( ૪૨ )
(૬) ૫ંચકલ્યાણકની પૂજા—
પૂજાની કૃતિમાં આ સથી છેલ્લી જણાય છે. એ સંવત. ૧૮૮૯ ના વૈશાખ શુદ્ધિ ત્રીજ (અખાત્રીજ) ને રાજ પૂર્ણ થઇ છે.
પંડિતશ્રી
દરેક તીર્થંકરને અંગે પાંચ મહાત્ પ્રસંગેા હેાય છે. (૧) માતાની કુક્ષીમાં આવવું–ચ્યવન, (૨) જન્મસમય, (૩) દીક્ષાના પ્રસંગ, (૪) સંપૂર્ણ જ્ઞાન-કૈવલ્યપ્રાપ્તિ અને (૫) મેક્ષિગમન. આ પૂજામાં ત્રેવીશમા તી કર શ્રો પાર્શ્વનાથને અંગે આ પાંચે પ્રસંગેા–કલ્યાણકા કવિએ અદ્ભુત ચાતુર્ય થી વર્ણવ્યા છે. કિવની સર્વ પૂજામાં આ પૂજા અગ્રસ્થાને છે. આખી પૂજા ન ભૂલાય તેવી ગાજતી શબ્દ ચિત્રાવલીના નમુના છે. પ્રત્યેક પ્રસંગ ખૂબ ઝળકાવ્યેા છે. કુલ આઠ પૂજા છે. ચ્યવન કલ્યાણકમાં વસંતને લલકારે છે:---
રૂડા માસ વસત ફળી વનરાજી રે, રાયણ ને સહકાર વાલા, કેતકી જાઇ ને માલતી રે, ભ્રમર કરે ઝંકાર વાલા, કોયલ મદભર ટહુકતી રે, બેઠી આંબાડાળ વાલા; હંસ યુગલ જળ ઝીલતાં રે, વિમળ સરાવર પાળ વાલા, મંદ પવનની લહેરમાં રે, માતા સુપન નિહાળ વાલા. (૨–૧)
પછી ચૌદ સ્વપ્નનું વેધક વર્ણન કર્યું છે. પછીની એ પૂજામાં જન્મ મહાત્સવ બહુ સારી રીતે વર્ણ વ્યા છે. પાર્શ્વનાથ અને કમઠ ચેાગીને સંવાદ પણ પાંચમી પૂજામાં ખૂબ દીપાવ્યા છે અને તેવું જ સુંદર વર્ણન સાતમી પૂજામાં કમઠના ઉપસર્ગનુ કર્યુ છે. પછી આઠમી પૂજામાં રસરંગની જમાવટ થાય કે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com