________________
નિવેદન
પંડિત શ્રી વીરવિજયજીનું ચરિત્ર લખવામાં ભાઈ માતીચંદ ગિધરલાલે ઘણા પ્રયાસ કર્યો છે. તેમની કૃતિ જ્યાં જ્યાં જોવામાં આવી ત્યાં ત્યાંથી એકત્ર કરી તેની નોંધ ઉપજાવી કાઢેલી, તે આ ચરિત્રમાં દાખલ કરી છે.
જ
ખાસ કરીને પ ંડિત શ્રી વીરવિજયજીના શિષ્ય મુનિ રગવિજયજીએ વીરનિર્વાણુ રાસ બનાવેલા છે અને જે જૈન ગુર્જર ઐતિહાસિક રાસ સંચયમાં સુમારે ૨૦ પૃષ્ઠમાં છપાયેલ છે તે સાધન મળી જવાથી તેમનું ચિરત્ર લખવામાં સુગમતા થઇ છે. એમના ગુરૂ શુભવિજયજીનું ચરિત્ર જે શુભવેલીના નામથી પડિતશ્રી વીરવિજયજીએ જ લખેલું છે તે મેળવીને આ સાથે અસલ અથવા તેને ભાવા આપવા ધારણા હતી પરંતુ તેના ઉપાશ્રયવાળા ભક્તજનેા પાસે પ્રાર્થના કરતા કરાવતાં છતાં પણ મળી ન શકવાથી તે દાખલ કરી શકયા નથી. એક બધુએ તેના ઉપાશ્રયમાં શુભવેલી વંચાતા સાંભળીને કેટલીક હકીકત લખી માકલી હતી પરંતુ તેમાં કાંઇ વિશેષ હકીકત ન જણાવાથી તેને ઉપયોગ કરેલા નથી. વીશમી શતાબ્દિના પ્રાર ંભ સુધી આ પુરૂષની હયાતી હતી. તે શાસનના સ્થંભ જેવા હતા. શાસનને માટે ગમે તેની સામે બાથ ભીડવા તૈયાર હતા. એવા પુરૂષની કૃતિને માન આપવાની આવશ્યકતા જણાવાથી અમે એમની કરેલી ચેાસ પ્રકારી પૂજા, પંચકલ્યાણકની પૂજા તથા અષ્ટપ્રકારી પૂજા અર્થ સાથે છૂપાવી તેને લાલ જૈન વર્ગને આપ્યા છે. આવા મહાપુરૂષની શાસનને કાયમને માટે અપેક્ષા છે, બાકી, શ્રી વીરપ્રભુનું શાસન તેા જયવંતુ વતે છે. કિં બહુના ?
આસા શુદ્ધિ છ
સ. ૧૯૯૧
}
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com