Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/004515/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ' જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ I માધીશ્વર વિમલા ' - જયભિખ્ખ T ON I T Page #2 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ મંત્રીશ્વર વિમલ જયભિખ્ખું જયભિ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jaybhikhkhu Janmashatabdi Granthavali Mantrishwar Vimal by Jaybhikhkhu Published by Shri Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380007 © સર્વ હક્ક લેખકના ISBN: 978-81-89160-81-4 આવૃત્તિ : જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ પૃ. ૧૪ + ૯૦ કિંમત : રૂ. ૬૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ મુખ્ય વિતા ગૂર્જર એજન્સીઝ રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૫૧/૨, રમેશપાર્ક સોસાયટી વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ આવરણચિત્ર : રજની વ્યાસ મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પરમ સ્વજન અને સદાના સહયોગી પરિવારના સ્નેહતંતુથી જોડાયેલાં શ્રી સુરેશભાઈ શાહ તથા શ્રીમતી વસંતબહેન શાહ તેમજ શ્રી અનિલભાઈ લાકડાવાલા તથા શ્રીમતી મીનાબહેન લાકડાવાલા અને પરિવારજનોને સાદર Page #5 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ ૧. વિક્ર્માદિત્ય હેમુ ૩. દિલ્હીશ્વર ૫. પ્રેમભક્ત કવિ જયદેવ ૭. ચક્રવર્તી ભરતદેવ ૧. ફૂલની ખુશબો ૩. વીર ધર્મની વાતો ભાગ ૫. માદરે વતન ૧. ભગવાન મહાવીર ૩. ઉદા મહેતા ૧. હિંમતે મર્દા ૩. માઈનો લાલ નવલકથા નવલિકાસંગ્રહ ૧. બાર હાથનું ચીભડું ૩. પ્રાણી મારો પરમ મિત્ર ૫. નીતિકથાઓ ૧ ૨. ભાનિર્માણ ૪. કામવિજેતા ૬. ભગવાન ઋષભદેવ ૮. ભરત-બાહુબલી ચરિત્ર ૨. ફૂલ નવરંગ ૪. વીર ધર્મની વાતો ભાગ કિશોર સાહિત્ય ૪ ૨. સિદ્ધરાજ જયસિંહ ૪. મંત્રીશ્વર વિમલ બાળકિશોર સાહિત્ય - ૨. યજ્ઞ અને ઈંધણ ૪. જયભિખ્ખુ વાર્તાસૌરભ બાળસાહિત્ય ૧. દીવા શ્રેણી (૫ પુસ્તિકાનો સેટ) ૨. ફૂલપ૨ી શ્રેણી (૫ પુસ્તિકાનો સેટ) જૈન બાળગ્રંથાવલિ ૧. જૈન બાળગ્રંથાવલિ ભાગ ૧ (૧૦ પુસ્તિકાનો સેટ) ૨. જૈન બાળગ્રંથાવલિ ભાગ ૨ (૧૦ પુસ્તિકાનો સેટ) ૨. તેર હાથનું બી ૪. પ્રાણીપ્રેમની કથાઓ ૬. લાખેણી વાતો ૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ઝિંદાદિલીને જીવન માણનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જનાર શ્રી જયભિખ્ખના જન્મશતાબ્દી વર્ષે “શ્રી જયભિખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિના ઉપક્રમે અહિંસા અને પ્રેમના વ્રતને ઉજ્જવળ કરનાર “મંત્રીશ્વર વિમલ'નું ચરિત્ર પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી જયભિખ્ખએ સમગ્ર જીવન કલમના ખોળે વ્યતીત કર્યું હતું. માનવમૂલ્યો, રાષ્ટ્રપ્રેમ, નારી સન્માન અને સર્વધર્મસમભાવની ભાવના ધરાવતી ૨૯૭ જેટલી નાનીમોટી કૃતિઓની એમણે રચના કરી હતી અને ગુજરાતની જનતાના હૃદયમાં સ્નેહ અને આદરભર્યું સ્થાન મેળવ્યું હતું. એમના જીવનકાળમાં મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોમાં એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે સન્માનના કાર્યક્રમો યોજાયા હતા. એ પછી એમના મિત્રોએ એમને સારી એવી રકમની થેલી અર્પણ કરવાનો વિચાર કર્યો, પરંતુ પૈતૃક સંપત્તિનો અસ્વીકાર કરનાર જયભિખુ સમાજની સંપત્તિનો સ્વીકાર કરે ખરા ? એમણે સન્માન સ્વીકાર્યું પણ એકઠી થયેલી રકમની થેલીનો અસ્વીકાર કર્યો. આયોજકોને એ રકમ સવિનય પરત કરી. આથી સહુ મિત્રોએ મળીને પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને “શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી. આમ એમના સમયમાં સ્થપાયેલ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ સતત સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા સમાજમાં માનવતાના ઉચ્ચ સંસ્કાર પ્રેરે તેવાં એકસો જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જયભિખ્ખના અવસાનની પ્રથમ પુણ્યતિથિએ પ્રારંભાયેલી જયભિખુ સ્મૃતિ વ્યાખ્યાનની પરંપરા અમદાવાદ ઉપરાંત મુંબઈ અને ભાવનગરમાં ચાલી રહી છે. આ શહેરોમાં સાહિત્યકારો અને ચિંતકોએ જયભિખ્ખના સર્જનનું સ્મરણ કરવાની સાથોસાથ કોઈ સાહિત્યિક વિષય પર વક્તવ્યો આપ્યાં છે. માનવતાનાં મૂલ્યોને જગાડતી સાહિત્યિક કૃતિને કે માનવકલ્યાણની પ્રવૃત્તિ કરનારને જયભિખ્ખું એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ચંદ્રવદન મહેતા જેવા સાહિત્યકાર કે શ્રી અરવિંદ મફતલાલ જેવા સેવાપરાયણ વ્યક્તિને આ એવૉર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. પૂર્વસ્નાતક કક્ષા, અનુસ્નાતક કક્ષા અને સાહિત્યરસિકો માટે પ્રતિવર્ષ યોજાતી નિબંધસ્પર્ધામાં સરેરાશ ત્રણેક હજાર નિબંધો આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને જયભિખ્ખ Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિ ચંદ્રક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં અને ભાવનગર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં પ્રથમ સ્થાન મેળવનાર તથા ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ભારતીય સાહિત્ય' વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને જયભિખ્ખું ચંદ્રક એનાયત કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા આબાલવૃદ્ધ હોંશે હોંશે વાંચે એવી સંસ્કારપ્રેરક અનુપમ ગ્રંથાવલિ, વિમલ ગ્રંથાવલિ, વિદ્યાદીપ ગ્રંથાવલિ અને કમલ ગ્રંથાવલિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. વૃદ્ધ, અપંગ અને અશક્ત લેખકને એમનું સ્વમાન અને ગૌરવ જાળવીને આર્થિક સહયોગ આપવામાં આવે છે. આવી રીતે શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. ૧૯૯૧માં આ ટ્રસ્ટના રજતજયંતિ વર્ષની પણ મોટે પાયે ઉજવણી કરવામાં આવી હતી અને અત્યારે જયભિખ્ખ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલામાં યોજેલા સાહિત્ય-સત્ર સમયે એ સ્થળને “જયભિખ્ખું નગર' નામ આપવામાં આવ્યું તેમજ જયભિખ્ખના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના ટાગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખ્ખ જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખ્ખના ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખ્ખ લિખિત બંધન અને મુક્તિ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું. જયભિખ્ખની જન્મશતાબ્દી નિમિત્તે “જયભિખ્ખ: વ્યક્તિત્વ અને વાડ્મય' અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત “જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખ એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી એમની મહત્ત્વની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ચરિત્રો, ધર્મકથાઓ અને બાળસાહિત્ય પ્રકાશિત કરી રહ્યા છીએ, જેથી જયભિખ્ખનું ઉત્કૃષ્ટ સાહિત્ય ગુજરાતના સાહિત્યરસિકોને ઉપલબ્ધ થશે. જયભિખ્ખું શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખુની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ૨૦૦૮ ટ્રસ્ટી મંડળ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના (પ્રથમ આવૃત્તિ પ્રસંગે) અગિયારમી સદીના આ આછી ઇતિહાસકથા છે. ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિલ્પસ્થાપત્યના પ્રારંભકાળની આ વાર્તા છે. રાજકારણમાં આકંઠ ડૂબેલા લોકોનું તારણ આખરે ધર્મમાં છે, દાનમાં છે, ભક્તિમાં છે, ત્યાગમાં છે – એ આ કથાપ્રસંગનો સારાંશ છે. સ્વરાજ મળ્યા પછી કંઈક અંશે હિંદના પ્રાંતોની એકતા પર ઘણા હથોડા પડ્યા છે. નાજુક કડીઓ ખળભળી રહી છે. એવે પ્રસંગે આ કથા કંઈક ઉપયોગી થશે, એવી આશા છે. વિમલશાહના પૂર્વજો મૂળ શ્રીમાલના-મરભૂમિના. એ વખતે એમણે મરભૂમિને શોભાવી. શ્રીમાલ ભિલ્લમાલ બન્યું ને ભાંગ્યું. સાહસિકોનો બેડો નવી સાહસભૂમિની શોધમાં નીકળ્યો. વિમલશાહના પૂર્વજો ગાંભુ ગામે જઈને વસ્યા; એને ગૌરવ આપ્યું. ત્યાંથી પાટણ આવ્યા. વિમલશાહ આપબળે ગુજરાતના મંત્રી બન્યા; ગુજરાતના ગૌરવમાં વૃદ્ધિ કરી. ત્યાંથી ચંદ્રાવતી આવ્યા, ને અર્બુદગિરિને દેવમંદિરો ને શિલ્પસ્થાપત્યથી શણગાર્યો. ક્યાંય મનની સંકીર્ણતા દેખાતી નથી. જે ભૂમિમાં વસ્યા એને શોભાવી. વસુંધરાને માતા માની. ધર્મને ધ્રુવતારક માન્યો. આજે પણ એ દેરા પરથી જાણે એની ઉત્તેગ ધજાઓ સંદેશ મોકલે છે કે -- માણસજાતિ તો ચોમાસના જળપ્રવાહ જેવી છે, જે નદીને મળી, એ નામથી ઓળખાણી. આપણે આજે કદાચ ગુજરાતી છીએ. આપણા પૂર્વજો ભિલ્લમાલના હશે. એમના પૂર્વજો વળી પંજાબ-ઉત્તર હિંદમાંથી આવ્યા હશે. સારાંશમાં જે પ્રાંતમાં વસ્યા એ પ્રાંતનું ઋણ માણસ માથે. પણ એથી વધીને દેશનું ઋણ એના માથે છે, એ ન ભૂલે. અને આખરે તો જીવમાત્ર વિશ્વમૈત્રીનો અંશ છે. “સવી જીવ કરું શાસનરસી !' શાસનનું ધ્યેય છે આકરા રાગદ્વેષ છોડવાનું. વિમલશાહનું ચરિત્ર કંઈક એ ભાવ પ્રગટ કરે છે. અત્યારે આપણી આંખો જ્યાં- ત્યાં વિભેદ જોતી થઈ છે. એ આંખોને આવાં ચરિત્રો કંઈક નિર્મળ બનાવશે, મૈત્રીની ગાંઠ મજબૂત બનાવશે એવી આશા છે. વિમલશાહનું ચરિત્ર પ્રેરક છે. એક વણિકપુત્ર ગરીબાઈને ખોળે ઊછરતો For Private E ersonal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ મોટો થાય છે. કલમ, કડછી ને બરછીનો એ યુગ હતો. મલ્લવિદ્યા એ સામાન્ય શોખ હતો. આ વિદ્યાઓ સાથે વિમલશાહ બીજી યુદ્ધવિઘાઓમાં પણ કુશળ બને છે; પાટણમાં યુદ્ધોત્સવ પ્રસંગે પોતાની ધનુર્વિદ્યાની કમાલ બતાવે છે. ગુજરાતનું સિંહાસન શૂરાનું તરત સન્માન કરે છે. વિમલ પોતાના પ્રેમ, શૌર્ય ને કલાદૃષ્ટિથી આગળ આવે છે. મંત્રી બને છે. રાજદરબારો ખટપટનાં ઘર છે. વિમલ વિરુદ્ધ ખટપટો જાગે છે. એને નષ્ટભ્રષ્ટ કરવા પ્રયત્નો થાય છે. આખરે એની લાગવાગ તોડવા ચંદ્રાવતી પર ચઢાઈ લઈને એને મોકલે છે. ત્યાં પણ વિમલ વિજય મેળવે છે; ગુજરાતના રાજાનો કીર્તિધ્વજ પ્રસારે છે; પોતાની કલાદૃષ્ટિથી ચંદ્રાવતીને અપૂર્વ સૌંદર્યનગરી સરજે છે. પણ હવે એનો ધર્મપ્રિય ને કલાપ્રેમી આત્મા રાજખટપટોથી કંટાળ્યો છે. જે નરકેસરી એ નરકેશ્વરી એ સૂત્ર એના દિલમાં પડઘા પાડે છે, ને એનું આખું જીવન ધર્મ તરફ ઢળી જાય છે. - ઉત્તરાવસ્થામાં એ આબુ પર સુંદ૨ દેવાલય સરજે છે, ને ઉત્તમોત્તમ શિલ્પ ત્યાં અવતાર ધરે છે. વિમલશાહના જીવનમાં ખાસ વાત એ છે કે એણે અહિંસા-પ્રેમનું વ્રત ઉજ્વળ કર્યું. જે ધંધૂક૨ાજને પોતાની તલવારના બળે નમાવ્યા હતા, તેમને પછી ભીમદેવ સાથે સુલેહ કરાવી, રાજ પાછું અપાવ્યું અને છેલ્લે પોતે દેરાં બાંધતાં ધંધૂકરાજની અનુમતિ પણ લીધી. આ કાર્ય માત્ર તલવારબાજનું નથી, પણ પ્રેમભાવવાળાનું છે. જયભિખ્ખુ ૧૯૬૦ ૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ સવાઈ સાહિત્યકાર જયભિખ્ખ કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. “જયભિખ્ખું” પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતા. તેઓ ગળથુથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી. જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવઘાતક સિદ્ધાંત તરીકે કરીને ક્લેશ વહોરે છે. જયભિખ્ખજૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., “ભગવાન ઋષભદેવમાં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને “કામવિજેતા સ્થૂલિભદ્રમાં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે “વિક્રમાદિત્ય હેમુ'માં ઇસ્લામ અને પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં “જયભિખ્ખું એ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે. “જયભિખ્ખની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે. તેમણે લખેલી વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ', ‘દિલ્હીશ્વર' વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી “પ્રેમભક્ત કવિ જયદેવ' છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન Page #11 -------------------------------------------------------------------------- ________________ કર્યું છે. જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે. તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી “જવાંમર્દ' શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે. તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં “માદરે વતન', “કંચન અને કામિની', યાદવાસ્થળી', “પારકા ઘરની લક્ષ્મી', “પ્રેમપંથ પાવકની જ્વાલા', “શૂલી પર સેજ હમારી' વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે. વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં “જયભિખ્ખ'નું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે. તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર' નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યોદાત્ત પ્રેરકતાને કારણે એ કૃતિ ઉચ્ચકોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે. ધર્મ જીવનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. “જયભિખ્ખું” એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખ્ખની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે. १० Page #12 -------------------------------------------------------------------------- ________________ ‘જયભિખ્ખુ’નું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે કર્યા હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાંનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખ્ખુ સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા. - ધીરુભાઈ ઠાકર ૨૦૦૮ ११ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ . ૨. ૩. ૪. ૫. ૬. વીરોત્સવ એ જમાનો મોસાળમાં લગ્ન સફળ સેનાપતિ ઈર્ષ્યાની આગ પોલાદી પંજો ૮. મલ્લયુદ્ધ : ૯. દાવ પર દાવ ૧૦. ૧૧. ૧૨. ૧૩. અર્બુદાચલ ૧૪. ૧૫. અજોડ શિલ્પી ૧૬. પરીક્ષા ૧૭. દેરાં કે દીકરા ? ૧૮. આરસને આત્મા મળ્યો ૧૯. ઘર કોનું ? ૨૦. જીવનસંધ્યા ૭. કરી, કરી ને ન કરી ! વિજયયાત્રા તરસ્યાને પાણી ઉદારતાની અવધ અનુક્રમ १२ ho ૯ ܩ []) ૧૭ ૨૨ ૨૬ ૨૯ ૩૨ ૩૭ ૪૧ ૪૪ ૫૧ ૫૪ ૫૮ ૩૪ ૬૯ ૭૬ ૮૨ ८८ Page #14 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર વિમલ For Private Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ વીરોત્સવ | પાટણમાં ઢઢો પિટાયો હતો કે આજે સાંજે દુર્લભ સરોવરની પાળે વિરોત્સવ ઊજવાશે. પાટણના બધા વીરો અને લડવૈયાઓ પોતપોતાનાં તીર-કમાન સજ્જ કરી રહ્યા હતા, ને અણીની ઘડીએ દગો ન દે તે ખાતર પ્રથમ તેને નાણી જોતા હતા. સૂર્ય અસ્તાચળ તરફ નમ્યો કે સરોવરની પાળ ઉપર બધી તૈયારીઓ થવા લાગી. રસ્તાઓ ઉપર પાણીનો છંટકાવ થયો. સરઘરો અને અમલદારો માટે બેસવાનાં સ્થાનો યોજાયાં. ગુર્જરેશ્વર મહારાજા ભીમદેવ માટે મંડપના મધ્ય ભાગમાં સૌથી ઊંચે એક સિંહાસન મૂકવામાં આવ્યું. પ્રજાજનો પચરંગી પહેરવેશમાં આવવા લાગ્યા, અને સારી રીતે જોવા મળે તે ખાતર આગળ જવાને સહુ ધસવા લાગ્યા. ધીરે-ધીરે પાટણના વીર યોદ્ધાઓ પણ આવ્યા. તેઓએ સુંદર લશ્કરી વિરોત્સવ - ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ પોશાક પહેર્યો હતો. ક્મર ઉપર ટારી ને તલવાર લટકાવી હતી. પીઠ પર તીરોથી ભરેલાં ભાથાં લટકતાં હતાં. ખભા ઉપર મજબૂત વાંસનાં બાણ ભરાવેલાં હતાં. મોટી-મોટી મૂછો મરડતા તેઓ રુઆબમાં ચાલ્યા આવતા હતા. એમની આંખો લાલઘૂમ હતી. કાચોપોચો માણસ તો એ જોઈને જ ડરી જાય. થોડી વારે શ્રીદત્ત શેઠ આવ્યા. એ પાટણના નગરશેઠ હતા. તેમની પાછળ પાટણના મહાજનના શેઠિયાઓ આવ્યા. થોડી વાર પછી અધિકારી વર્ગ આવ્યો. તેમાં કોષાધ્યક્ષ તથા ન્યાયમંત્રી સૌથી આગળ ચાલતા હતા. સેનાનાયક સંગ્રામસિંહ સૌની સરભચ કરતા હતા ને યથાયોગ્ય સ્થાને બેસાડતા હતા. બધી તૈયારીઓ થઈ ગઈ હતી. ક્વળ મરાજાની રાહ જોવાતી હતી. નેકી પોકારાઈ ને મહારાજા ભીમદેવ પધાર્યા. રાજ્યગુરુતથા મહામંત્રી તેમની સાથે હતા. પાછળ મહારાજાનો નિમક્કલાલ અંગરક્ષક સામંત ચાલતો હતો. મહારાજાએ રેશમી અને જરીથી ભરેલાં વસ્ત્રો પહેર્યાં હતાં. એમનો ભરાવદાર ચહેરો તેજથી ઝળહળતો હતો. આંગળીએ કીમતી હીરાની વીંટીઓ ને ગળામાં મોતીના કંઠા પડ્યા હતા. મહારાજા સિંહાસને બિરાજ્યા ને સાર માટે ઊભા થયેલા બધા બેસી ગયા. વીોત્સવનો આરંભ થયો, અનેક જાતની રમતો રમાવા લાગી. મલ્લકુસ્તી શરૂ થઈ. મલ્લો એવા ભેટ્યા કે જાણે પાડે પહાડ બાખડ્યા. પટ્ટણી વીરોએ ભારે કુસ્તી કરી બતાવી. દોડવાની અનેં ઘોડેસવારીની હરીફાઈ થઈ. અરબી અને સોરઠી ઘોડાઓ પર અસવારોએ ક્માલ કરી બતાવી. પછી વઢિયારી બળદોની ઘુઘરિયાળી વેલો આવી. એમણે શરત રમી બતાવી. હાથી સાથે સ્તીની રમત ચાલી. પહાડ જેવા હાથીને મેં ફેં કરી નાખ્યા. ગુજરાતી વીરોએ અચરજ કરી બતાવ્યું. કૂદવાની હરીફાઈમાં હનુમાન-કૂદકા કરનારે જાણે લંકાનો ગઢ એક છલાંગે ઓળંગ્યો. પટાબાજીની રમતમાં તલવારો એવી ફરવા લાગી કે જાણે અકાળે આભમાં ૨ * મંત્રીશ્વર વિમલ Page #18 -------------------------------------------------------------------------- ________________ વીજળીઓ રમવા આવી. જે યોદ્ધાઓની વીરતાથી આખો દેશ કાંપતો, એ યોદ્ધાઓ આજ પ્રજા સામે પોતાનું પાણી બતાવતા હતા. હવે તીરંદાજીનો સમય આવ્યો. મહારાજા ભીમદેવ પોતે જાણીતા બાણાવળી હતા, તેથી આ રમતમાં બહુ રસ લેતા. કોઈ ચાલાક તીરંદાજ મળી આવે તો તેને નિહાલ પણ કરી દેતા. દૂર ઊંચા વૃક્ષ ઉપર એક પક્ષીનું નિશાન મૂક્વામાં આવ્યું હતું. એ નિશાન ગોળ-ગોળ ફરતું હતું. આંખો બંધ કરી એની આંખને વીંધવાની શરત હતી. તીરંદાજો તીરક્માન સાથે આવવા લાગ્યા ને મહેનત કરવા લાગ્યા, પણ નિશાન દૂરનું દૂર રહ્યું. એને કોઈ વીંધી ન શક્યું. જેટલી હોંશથી સહુ આગળ આવ્યા હતા, તેટલી શરમથી સૌ પાછા ફર્યા ! મહારાજા મલકાતા-મલકાતા એ જોઈ રહ્યા હતા. મૂછે ત્રણ-ત્રણ લીંબુ લટકાવે એવા બહાદુર પટ્ટણી સરદારો મેદાન પર આવ્યા. એ પણ નિરાશ થઈ પાછા ર્યા. સામંતો પણ કંઈ કરી ન શક્યા. મહારાજાએ સહુ તરફ નજર કરતાં કહ્યું : “શું ચાપવિદ્યામાં પાટણવાસીઓનું પાણી ગયું ?” તેજી ઘોડાને ચાબુક ન જોઈએ. એને વળ ઇશારો જ બસ છે. ઉપરના શબ્દો સાંભળી એક યુવાન એક્દમ ઊઠ્યો ને મહારાજાની સામે આવીને ઊભો રહ્યો. એના ખભા ઢાલ જેવા પહોળા હતા, ને બાહુ ભોગળ જેવા લાંબા હતા. આંખોમાં વીજળીઓ રમતી હતી. એ બોલ્યો : “મારી માએ બહુ જાહેરમાં આવવાની ના પાડી છે. પણ ગુજરાતી વીરોની શાન રાખવા આવ્યો છું. આજ્ઞા હોય તો સેવક તૈયાર છે. પાટણનાં પાણી કેવાં છે, એ આજે બતાવી દેવું છે.” બધા મૂછમાં હસવા લાગ્યા. સરદારોને લાગ્યું કે આ કોઈ શેખીખોર યુવાન છે. “યુવાન ! હોંશ પૂરી કરી શકો છો. દરેક પ્રજાજનને પરાક્ર્મ બતાવવાની વીરોત્સવ ૨ ૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ તક આપવાની મારી ફરજ છે. પણ જોજો, સહુની જેમ શરમાઈને બહાદુરી સાથે પાછા ફરવું ન પડે !” મહારાજા હસ્યા. આ કટાક્ષે યુવકને બમણું જોર ચડ્યું. એણે બાણ ઉપર તીર ચડાવ્યું. ઠેઠ કન સુધી એની પણછ ખેંચી, પછી હવામાં વહેતું મૂક્યું. ટે...... તીર સૌના આશ્ચર્ય વચ્ચે નિશાન વીંધીને દૂર ચાલ્યું ગયું. બધેથી હર્ષના પોકરો ઊઠ્યા : “શાબાશ ! બાણાવળી !” યુવકે બાણને ભૂમિ ઉપર મૂક મહારાજાને પ્રણામ કરતાં કહ્યું : મહારાજ ! હજી પણ હું તીરંઘજીના અવનવા પ્રયોગો બતાવી શકું તેમ છું. જમીન ઉપર બાળકને સુવાડી ઉપર આઠ પાનની થોકડી મૂકો ને હો તે પાન વીંધી નાખું! ને બાળકને ઈજા તો શું એને ખબર પણ ન પડે. અરે ! વલોણું વલોવતી સ્ત્રીના મનની ઝબૂક્તી ઝાલ (એરિંગ) વીંધું, છતાં એને જરાયે ઘસારો ન લાગે !” મહારાજ તો આવી વાતના શોખીન હતા. યુવકની તીરંદજી જોઈ એ ખુશ થઈ ગયા હતા. એમણે યુવાનની પરીક્ષા કરવા માટે તે પ્રકારની તૈયારીઓ કરવાનો હુકમ કર્યો. છાશ વલોવવાની ગોળી આવી. પાટણની એ ગોળી. તાંબાના વાસણને કદાચ ઘોબો પડે, પાટણના માટીના વાસણને કંઈ થાય નહિ ! ગોળીમાં રવૈયો મૂક્યો. બે ગરવી ગુજરાતણો આવી. રૂપે રંગે રાણી જેવી. સૌંદર્ય તો કયામાંથી જાણે ઝરી જતું હતું. વિનય એનો હતો. વિવેક એનો હતો. લાઇમલાજો એનો હતો. બે ગુજરાતણોએ રવૈયાને બાંધેલા નેતરાં લીધાં. સામસામાં ખેંચ્યાં. વલોણું જામ્યું. ઘમ્મ વલોણા ઘમ્મ ! સ્ત્રીઓ તો રમકડાની પૂતળીઓની જેમ વલોણું ફેરવવા લાગી. બંનેની મનની બૂટમાં રૂપાળી ઝાલ ઝબૂકે. સોનાની ઝાલ. ગોરી ઘૂમે એમ ઝાલ ઘૂમે. ૪ આ મંત્રીશ્વર વિમલ Page #20 -------------------------------------------------------------------------- ________________ યુવકે તીર તૈયાર કર્યું, ને બોલ્યો : ‘હુક્મ, મહારાજા ! કઈ જોબનવંતીની ઝાલ વીંધું ?’ ‘ગોરી ઓતરાદી. જમણું ઝાલ.' મહારાજાએ આજ્ઞા કરી. તીર છૂટ્યું ને ઝાલ વીંધાણી. ‘શાબાશ ! બાણાવળી !' બધેથી ધન્યવાદના પોકારો ઊઠ્યા. ‘અમે હજી બાણાવળીની વધુ કરામત જોવા ચાહીએ છીએ.' મહારાજ ભીમદેવે ઉમંગમાં આવીને કહ્યું. સિપાઈઓએ એક બાળક્ને જમીન પર સુવાડ્યો. એની છાતી ઉપર પાન મૂક્યાં. યુવાને તીર તૈયાર કર્યું ને મહારાજને કહ્યું : ‘આજ્ઞા કરો ગુર્જરેશ્વર ! કેટલામું પાન વીંધું ?' ‘પાંચમું પાન.’ મહારાજાએ ક્યું. યુવાને બરાબર નિશાન તાકી તીર છોડ્યું. પાંચમું પાન વીંધીને તીર ચાલ્યું ગયું. સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ જ વખતે બીજો એક યુવાન પણ મેદાન ઉ૫૨ આવ્યો. તેણે પણ ઘણી રમતો બતાવી. તે પ્રથમ યુવક્નો ભાઈ હતો. રામલક્ષ્મણ જેવી આ ભાઈઓની જોડી ઉપર મહારાજા ભીમદેવ અત્યંત પ્રસન્ન થયા અને બંનેને પાસે બોલાવી પીઠ થાબડી. બધી પૂછપરછ કરી. પછી પ્રજાજનોને ઉદ્દેશીને કહ્યું : “પ્રજાજનો ! આજના અદ્ભુત બાણાવળી બંધુઓ આપણા મંત્રી વીરના પુત્રો છે. તેમની બાણવિદ્યા જોઈને હું અત્યંત પ્રસન્ન થયો છું. તેમાંના પ્રથમ વિમળને હું મારો દંડનાયક બનાવું છું અને બીજા ભાઈ નેઢને હું મારા સલાહકા૨ક મંડળમાં દાખલ કરું છું. હું આશા રાખું છું કે તેઓ ગુજરાતના ગૌરવને ખૂબ દીપાવશે.” પ્રજાજનોએ હર્ષથી તે જાહેરાતને વધાવી લીધી. કોણ હતા એ બે અદ્ભુત બાણાવળી બંધુઓ ? અને કયા જમાનામાં એ જન્મ્યા ? વીરોત્સવ * ૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ ! એ જમાનો ભારતની વૈભવભરી ભૂમિ હતી. એ ભૂમિ પર ગિજનીના સુલતાન મહમૂદના અરબી ઘોડાઓના દાબડા પંદર-પંદર વખત ગાજી ગયા હતા. એ વખતે ભારત બીજા દેશો માટે કામધેનુ સમાન હતો. એક-એકચડાઈમાં અરબી ઊંટોની પીઠ ઝૂકી જાય તેટલાં મણિમુક્તા અને સોનુંરૂપે લઈ જવા છતાં ભારતનો વૈભવ ઓછો થયો ન હતો. અને એ જોઈને જ પરદેશીઓ ફરીથી, બરછી, તીર, કૃપાણ ને કટારીઓ સજ્જ કરી રહ્યા હતા. હજી તો યુદ્ધનો થાક ઊતર્યો નહોતો, ને સોળમી વાર કેવળ ધનને ખાતર જ સુલતાન મહમ્મદ સૈનિકોને સજ્જ કરી આવી રહ્યો હતો. આ સોળમી વારની રણભેરીઓ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ગાજવાની હતી. આ સમયે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પાટણ(અણહિલપુર)ના રાજાઓની હાક વાગતી. પાટણને વચ્ચે સૈક તો બે જ પસાર થયા હતા; છતાં અજરંગની કેટકેટલીયે અટપટી રમતો રમાઈ ગઈ હતી. પાટણના સ્થાપક વીરસરી વનરાજ ચાવડા એકસો દશ વર્ષની વૃદ્ધ વયે ૫૦ વર્ષ રાજ્ય ભોગવી આરામગાહમાં પોઢી ગયા હતા. ૯ મંત્રીશ્વર વિમલ Page #22 -------------------------------------------------------------------------- ________________ તેમને વિદાય થયે પૂરાં દોઢસો વર્ષ પણ ન વીત્યાં, ત્યાં ચાવડા વંશનો નાશ કરી મૂળરાજ સોલંકી ગાદીએ આવ્યો. અને સોલંકીનાં શાસન આરંભાયાં. મૂળરાજ પંચાવન વર્ષ રાજ ભોગવી મૃત્યુશય્યામાં પોઢ્યો. એના પછી ચામુંડરાય ગાદીએ આવ્યો. તેર વર્ષનો ટૂંક રાજ્યઅમલ ભોગવી તે સ્વર્ગે સિધાવ્યો અને વલ્લભરાજ આવ્યો. ફક્ત છ માસમાં જ તે મૃત્યુ પામતાં દુર્લભરાજે પાટણની ગાદી ઉપર પગ મૂક્યો. એ વખતના મહાપુરુષો ઉંમર થતાં બધું છોડી તીર્થમાં જઈને રહેતા. યોગવિદ્યાથી પ્રાણ છોડતા. દુર્લભરાજે બાર વર્ષ સુધી સિંહાસન શોભાવ્યું; પછી શુક્લતીર્થમાં વાસ ર્યો ને ત્યાં દેહ છોડ્યો. આજે દરબારગઢે ચોઘડિયાં વાગતાં હતાં મહારાજ ભીમદેવનાં, ભીમદેવ (પ્રથમ) શૂરવીર અને અભિમાની રાજા હતો. સરળ પણ એટલો જ હતો. આ રાજા શસ્ત્રવિદ્યામાં બહુ નિપુણ હતો અને બાણવિદ્યામાં તો એણે એવું નામ કાઢ્યું હતું કે બધા એને ‘ભીમ બાણાવળી' તરીકે જ ઓળખતા. એ સમયે પાટણ એક અલબેલું નગર હેવાતું. એમાં જૈનધર્મ અને શૈવધર્મનાં અનેક ગગનચુંબી દેવાલયો હતાં, જેની ધજાઓ સહ્ય આકશમાં ઊડ્યા કરતી. વિદ્વાનો અને ક્લાચાર્યોનું પણ એ ધામ ગણાતું. એના વૈભવ ઉપર મોહ પામી દેશદેશાવરના મુસાફરો અહીં જોવા આવતા. મહારાજા ભીમદેવ પાસે તીરંદાજ તરીકે નામના કાઢનાર વિમળનો જન્મ આ જ પાટણમાં થયો હતો. એના પૂર્વજો મૂળ શ્રીમાળ (આજના ભિન્નમાલ) નગરના રહેવાસી હતા; પણ ‘નીના' નામના પુરુષના સમયમાં જીવનની દશા બદલાતાં તેઓ ગુજરાતના ‘ગાંભુ’ ગામમાં આવીને વસ્યા હતા. અહીં તેમણે ઘણું ધન પેદા કર્યું. નીનાને ‘હિર’ નામે એક વિદ્વાન અને શૂરવીર પુત્ર હતો. આ પિતાપુત્રના જીવનકાળ દરમ્યાન જ વનરાજે અણહિલપુર વસાવ્યું અને તેણે રાજ્ય ચલાવવા માટે યોગ્ય પુરુષોની તપાસ કરવા માંડી. એણે ગામડાની ધૂળમાં છુપાયેલાં આ બે રત્નોને પારખ્યાં અને તેમને પાટણમાં લઈ આવ્યો. પિતાપુત્રની જોડલીએ રાજ્યની ઘણી ઉમા સેવા બજાવી. વીર વનરાજે એ જમાનો * ૭ Page #23 -------------------------------------------------------------------------- ________________ તેની ક્દર કરી, ‘સંડસ્થલ’ નામનું ગામ ભેટ આપ્યું. પછી તો વર્ષો વીત્યાં. ચાવડા વંશનાં રાજ ગયાં ને સોલંકી આવ્યા. પણ તે કુટુંબે પોતાનું સ્થાન જાળવી રાખ્યું, રાજની સેવા ચાલુ રાખી. આ વંશમાં ‘વીર’ નામે એક પરામી પુરુષ થયા. તે આપબળે મહારાજ મૂળરાજના મંત્રી થયા. મહારાજ મૂળરાજ અને તેમના વંશજોની પડખે રહીને તેમણે અનેક યુદ્ધો ખેલ્યાં અને ઘણા દેશ તથા ઘણી સંપત્તિ મેળવી. પાટણની સત્તાના સૂર્યને ખૂબ ચમકાવ્યો. છેલ્લા પાટણપતિ દુર્લભરાજ પ્રાયશ્ચિત્ત કરવા શુક્લતીર્થ ગયા. વીર મંત્રી પણ પોતાની સુશીલ પત્ની વીરમતીને પોતાના બે પુત્ર ‘નેઢ’ તથા ‘વિમળ’ને ભળાવી જૈન સાધુ થયા. મ્ભે શૂરા સો ધર્મો શૂા. વીરોત્સવમાં યશકલગી પહેરનાર બાણાવળી બંધુઓ તે આ વિમળ અને નેઢ જ હતા. ૮ ૦ મંત્રીશ્વર વિમલ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩ ‘મા ! મામાનું ઘર કેટલે ?” અંધારી રાતમાં થોડા મુસાફરો વાટ કાપતા હતા. એક ગધેડા પર સામાન મોસાળમાં હતો. એક નાના ટટ્ટુ પર બે કિશોરો બેઠા હતા. પાછળ એક ઉંમરલાયક બાઈ ચાલતી હતી. એણે સાદો સાળુ પહેર્યો હતો, પણ ગોરી-ગોરી કાયા છુપાતી નહોતી. આ કોમળ સ્ત્રીએ ઘરની બહાર કી પગ મૂક્યો નહિ હોય, એમ લાગતું હતું. પણ નસીબની બલિહારી છે ! નસીબ જેમ નચાવે તેમ માણસને નાચવાનું છે. ટટ્ટુ પર બેઠેલા બાળકે માને પ્રશ્ન ર્યો. એને મોસાળ પહોંચવાની ઉતાવળ હતી. એણે પૂછ્યું : ‘બા ! મામાનું ઘર કેટલે ?’ બેટા ! દીવો દેખાય એટલે.' માએ ટૂંકો જવાબ આપ્યો. એના મન પર મોસાળમાં ૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ દુ:ખનો ભાર હતો. દીવા તો દૂરના પણ દેખાતા હતા, અને પાસેના પણ દેખાતા હતા; પણ મામાના ઘરનો દીવો કયો ? દીકરા પૂછવા જતા હતા કે મા, કયા દીવા ? પણ માતાનું ભારેખમ મોં જોઈ કંઈ ન પૂછ્યું. પ્રવાસ આગળ વધ્યો. દીવા તો દૂરના ને પાસેના બધા આવી ગયા, પણ મામાનું ઘર ન આવ્યું. બંને કિશોરો એકબીજા સાથે વાત કરીને વાટ ખુટાડવા લાગ્યા : ‘ભાઈ વિમળ ! મામી ગોળના માટલા જેવી ગરવી છે. આપણા માટે કંઈકંઈ ખાવાનું બનાવી રાખ્યું હશે. પૂરણપોળી, ઘારી, બરફી, સેવ, સારેવડાં.’ ‘ભાઈ નેઢ ! મને તો મામા મધની શીશી જેવા મીઠા લાગે છે. જઈશું એટલે ખેતરોમાં પોંક ખાવા લઈ જશે. આંબલીના વ્રતરા ને ચણીબોર ખાવાની ત્યાં મજા પડશે. મગના ખેતરમાં તો જમણ જમીશું. એક જમાઘર કૂતરો પાળીશું. પાટણ આવીશું ત્યારે એ જમાદારને લેતા આવીશું.' બીજા કિશોરે કહ્યું. ટટ્ટુ આ બધી વાત સાંભળતું હતું, ટાપસી પૂરવા લાંબું મોં આમતેમ હલાવતું હતું, પણ કંઈ બોલતું નહોતું. ગધેડાભાઈને વચ્ચે કંઈક ગાવા-બોલવાની ઇચ્છા થતી હશે, પણ પીઠ પર ભારબોજ એટલો હતો કે મન ખાટું થઈ ગયું હતું. અરે, આ વજન સાથે તે કંઈ ગાવાની મજા આવે ? પાટણ હવે દૂર ને દૂર થતું જતું હતું. આ પાટણ ! પૂર્વજોની અહીં ાક વાગતી. વિમળના પૂર્વજોએ રાજ્સવા ને દેશસેવા કરતાં કાયા ચંદનની જેમ ઘસી નાખેલી ! એ પાટણ આજ છોડવું પડતું હતું. અને તે પણ અડધી રાતે ને ભારે મને. એનું એ જ પાટણ, ભર્યું-ભાદર્યું પાટણ. પણ એ ભર્યા પાટણમાં વીરમતીનો સમાવેશ ન થયો. સુખની ઘડીઓ એકાએક સરી ગઈ ! પતિના ગયા પછી ભાગ્યે જ કોઈ દિવસ એવો ગયો હશે, જ્યારે વીરમતીએ છાનાં આંસુ સાર્યાં ન હોય. નેઢ અને વિમળ હવે સમજુ થયા હતા, એટલે તેમના દેખતાં તે પોતાનું હૃદય છુપાવતી હતી. પિતાના વિયોગે તેમને કાંઈ ઓછું ન આવે તેની એ હમેશાં ૧૦ * મંત્રીશ્વર વિમલ Page #26 -------------------------------------------------------------------------- ________________ સાવચેતી રાખતી. પુત્રોને સમજુ તથા પરાક્રમી જોઈ તેનું હૈયું હરખાતું, પણ સાથે-સાથે એક મહાન ચિતા તેના કાળજાને કેરી ખાતી. રાજ્યના અધિકારીઓ આ પુત્રોની ચઢતી કળા જોઈ દ્વેષ કરતા અને તેમનું ભૂંડું તાકતા. કર્મવીર અને ધર્મવીર વીર મંત્રીનાં પાસાં સેવનારી વીરમતી બરાબર જાણતી હતી કે રાજ્યના પ્રપંચ કેવી ભયંકર વસ્તુ છે ! એક નજીવી બાબતમાં પણ ખૂન થયાની વાતો તેણે સાંભળી હતી. એ પોતાના ઊછરતા બે બાળની રક્ષા કરવા માગતી હતી. દિવસે-દિવસે નેઢ અને વિમળનાં પરાક્રમો વધતાં જતાં હતાં. રાજ્યના અધિકારીઓ એ જોઈ વધારે ખારીલા બન્યા હતા અને વીરમતીની ચિતામાં અનેક ગણો વધારો થયો હતો. આખરે એક રાત્રિએ તેણે પોતાની બધી મિલકતની વ્યવસ્થા કરી નાખી. થોડોક સામાન અને કેટલુંક ચેકડ નાણું હાથ પર રાખી પોતાના બન્ને પુત્રો સાથે પાટણનો ત્યાગ કર્યો. નેઢ તથા વિમળ બંને કિશોરો તો લહેરમાં હતા. મોસાળમાં મહાલવાનું મળશે એમ સમજી અંતરમાં હરખાતા હતા. બાળારાજાઓને બીજું શું જોઈએ ? પણ પાટણ છોડતાં વીરમતીનું હૃદય રડતું હતું. - આ એ જ નગર હતું, જ્યાં એક વખત તે બહાર નીકળતી ત્યારે અનેક નોકરચાકર ખમ્મા-ખમ્મા કરતા આગળ ચાલતા અને લોકે માનભરી સલામો ભરતા. અત્યારે તેને “આવો” “આવજો” હેનારું પણ કેઈ ન હતું. પાટણ છોડતાં એની આંખમાંથી આંસુ ટપક્યાં. ફરી પાટણ ક્યારે આવવાનું થશે તે નક્ક નહોતું. વિમળનું મોસાળ પાટણથી થોડા ગાઉને અંતરે આવેલું હતું. એ એક નાનું ગામડું હતું અને ત્યાં મામા-મામી સિવાય કોઈ પણ ન હતું. મામા-મામી બહુ જ ગરીબ હાલતમાં હતાં અને સામાન્ય ખેડૂત જેવું જીવન ગુજારીને જ નિર્વાહ કરતાં. તેઓને વીરમતી તથા પોતાના ભાણેજો પર ખૂબ વહાલ હતું. મામા-મામીએ ત્રણે જણાંનો ભાવભીનો સત્કાર કર્યો. દિવસો ફરી આનંદમાં વીતવા લાગ્યા. ખરા વખતે પોતે બહેન ભાણેજાંને હામ અને ઠામ આપી શક્યાં તેનો ઊંડો આત્મસંતોષ ભલા મામા અને મામી અનુભવતાં હતાં. મોસાળમાં ૧૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ વીરમતી જે કંઈ પોતાની સાથે લાવી હતી તે બધું ભાઈને સોંપ્યું હતું. પણ કમાણી વિનાનું ધન કેટલા દિવસ નભે ? વીરમતીએ આપેલા ધનમાંથી બધાંનો ગુજારો કરતાં ધીમે-ધીમે તે ઘટવા લાગ્યું. વીરમતીના મગજ પર ફરી પાછી મોટી ચિતા સવાર થઈ. જે બાળકોને તેણે પાણીની જગાએ દૂધ આપેલાં ને પૂરા લાડકોડમાં ઉછેરેલાં તેમનું હવે શું થશે, એ વિચાર તેને બહુ દુ:ખ દેવા લાગ્યો. વિમળ અને નેઢ રમતના બહુ શોખીન હતા. તેમણે થોડા વખતમાં તો આ ગામમાં અનેક મિત્રો કર્યા અને તેમની સાથે અનેક જાતની મર્દાનગીની રમતો રમવા લાગ્યા. જંગલના નિારે આવેલા આ ગામના કુમારો તીર ચલાવવામાં એક્કા હતા. તેમની પાસેથી આ ભાઈઓએ ટૂંક સમયમાં તીર ચલાવવાનું બહુ સારું જ્ઞાન મેળવી લીધું. એમાંય વિમળને તો એ બાબતનો બહુ શોખ લાગ્યો. ઘણી વખત સવારમાં જ ખભે બાણ અને તીરનું ભાથું ભરાવી મિત્રો સાથે તે નદીનાં કોતરોમાં કે જંગલોમાં નીક્ળી પડે, અને ધાર્યું નિશાન તોડી પાડે. થોડા મહિનામાં આ બંને ભાઈઓ ગામની આજુબાજુનાં બધાં કોતર અને જંગલના ભોમિયા થઈ ગયા; ગાય-ભેંસનાં ઘી-દૂધ તથા ખુલ્લી હવાથી શરીરે પણ બહુ મજબૂત બન્યા. પરંતુ વીરમતીના હૃદયમાંથી પેલી ચિંતા ખસતી ન હતી. એક દિવસ તેણે બંને ભાઈઓને પોતાની પાસે બેસાડીને કહ્યું : “જુઓ, હમણાં આપણે પાટણ જવાનું નથી, અહીં જ રહેવાનું છે. તમે હવે ઉંમરલાયક થયા ગણાઓ. આખો દિવસ જંગલમાં ર્યા કરો તે ઠીક નહિ. હવે તો મામાને ક્રમમાં કાંઈક મદદ કરો.” બીજા જ દિવસથી બંને ભાઈઓ મામાનાં ઢોર ચરાવવાનું તથા ખેતરનું ક્રમ કરવા લાગ્યા. ખુલ્લી કુદરતની એમને ોસ્તી થઈ. સૂરજે એમને તેજ આપ્યાં. ચાંદાએ એમને શીતળતા આપી. હવાએ એમને ખડતલ બનાવ્યા. કિશોર વય વીતી ગઈ. જુવાની આવીને દરવાજે ઊભી. બંને જણાના દેહમાં લોહી ચટકા ભરવા લાગ્યાં; વગર હથિયારે વાધ-વરુ સાથે લડવાના મનોરથ જાગવા લાગ્યા. ૧૨ ૭ મંત્રીશ્વર વિમલ Page #28 -------------------------------------------------------------------------- ________________ be સt 's" W લગ્ન શિયાળુ પાક તૈયાર થઈ જવા આવ્યો. હજીયે હેમંત ઋતુના ઠંડા વાયરા વાતા હતા. ખેતરોમાં અનાજના દાણાઓથી ભરચક કૂંડાં પવનની લહરીઓમાં નીચાં નમી ઝૂલી રહ્યાં હતાં. ખેતરોના ધૂળભર્યા માર્ગ ઉપર આખો દિવસ અવરજવર રહેતી. રસ્તા ઉપરના જમરૂખી અને સીતાફળીના બગીચાઓ ફળોથી ભરાઈ ગયા હતા. પક્ષીઓને ઉડાડવા આખો દિવસ ખેતરપાળ પતરાનો ડબો વગાડતો, હોંકારા કરતો ને ગોણમાંથી પથરો ફેંકતો. બપોર થવા આવતો કે માથે છાશનો ઘડો અને ઉપર બે-પાંચ મરચાં સાથે રોટલા લઈને ભતવારણો ચાલી આવતી. ચતથી ખેતરની ચોક્ક કરવા રહેલા ખેડૂતો ભાતની આતુરતાથી રાહ જોતા, અને એ સાદું ભોજન બાદશાહી જમણની જેમ જમતા. આ ધૂળભર્યો ભૂખરો માર્ગ પણ ઇતિહાસ રાખતો હતો. કેટલાય વૃદ્ધ ખેડૂતોએ અહીં બેઠાં લશ્કરો પસાર થતાં જોયાં હતાં, ને ટપકતે આંસુડે પોતાના લીલુડા મોલને ઘોડાઓની ખરીઓથી વેરાન થતો જોયો હતો. લગ્ન કે ૧૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ આજે વિમળ પોતાના ભાઈ નેઢ સાથે મામાના ખેતર ઉપર હતો. સરસ્વતતીરે ઘોડેસવારી કરતાં જે મજા આવતી, એવી જ મજા અહીં મહુડા કે આંબાની ઊંચી ડાળે હીંચકા ખાવામાં આવતી હતી. - સૌ ભાતની રાહ જોઈને બેઠા હતા અને હાથનું નેજું કરી દૂર-દૂર નજર ફેંકતા હતા. પાટણ તરફથી આવતા માર્ગ ઉપર કંઈક ધૂળ ઊડતી દેખાણી હતી. બધા કંઈક ભય અને કંઈક આશ્ચર્ય સાથે એ તરફ જોઈ રહ્યા. - થોડી વારમાં એક રથ અને થોડા ઘોડેસવારો આવતા જણાયા. રથમાં કઈ શેઠ બેઠા હતા. બીજે ગામ જતા હશે, એમ સમજી સૌ પોતપોતાના કામે વળગ્યા. આખું ટોળું આવ્યું ને ગામ તરફ ચાલતું થઈ ગયું. વિમળ અને તેના ગોઠિયાઓને ભૂખને લીધે આ વાતમાં રસ પેદા ન થયો. બધા ભૂખ્યા-ભૂખ્યા ભાતની માળા જપી રહ્યા હતા. દિવસ આગળ વધતો ચાલ્યો, પણ ભાતનું નામોનિશાન ન દેખાયું. એવામાં ગામ તરફથી કોઈ દોડતું આવતું જણાયું. વિમળે તરત કહી દીધું કે એ તો એનો ઘેઓ દેશળ હતો. દેશળ શ્વાસભેર વિમળ પાસે આવ્યો. “વિમળ ! દોસ્ત ! મીઠાઈ આપવી પડશે !” “અલ્યા, પણ મીઠાઈ શેની ને વાત શી ? અહીં તો ભૂખે જીવ જાય છે!” વિમળે જવાબ આપ્યો. દોસ્ત, તારું કામ પાડ્યું. પાટણથી તારા ચાંલ્લા કરવા શ્રીદા શેઠના મુનીમ આવ્યા છે. ચાલ, ઘેર મા બોલાવે છે. દેશળ કહેવાનું બધું એકશ્વાસે કહી દીધું. વિમળ શરમાતો-હરખાતો ગોઠિયાઓ સાથે ઘર તરફ ચાલ્યો. સૌ સગપણની મીઠાઈ ખવરાવવા વિમળને આગ્રહ કરી રહ્યા. શ્રીદત્ત શેઠ પાટણના નગરશેઠ હતા; રાજ્યમાં સારું માન-પાન ધરાવતા હતા. રાજ્યાભિષેક પ્રસંગે તેમને જ હાથે રાજા ભીમદેવને તિલક થયું હતું. તેઓ આખા પાટણના સંઘને ડહાપણથી સારા માર્ગે દોરતા હતા. શ્રીદા શેઠને સંતાનમાં કેવળ પુત્ર-પુત્રીની જોડલી હતી. બંને રૂપ અને ગુણથી ભરેલાં હતાં. પુત્રનું નામ ચંદ્ર અને પુત્રીનું નામ શ્રીદેવી હતું. ૧૪મંત્રીશ્વર વિમલ Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવી હવે યોગ્ય ઉમરની થઈ હતી. વયના વધવા સાથે એનામાં સગુણોનો પણ વિકાસ થયો હતો. શેઠ પોતાની નાતમાં યોગ્ય વરને શોધી રહ્યા હતા, છતાં મનગમતો બેઈ વર મળતો ન હતો. શ્રીદેવીના ભાઈ ચંદ્રકુમારનો આગ્રહ વિમળ માટે હતો. ચંદ્ર અને વિમળ એક જ નિશાળે ભણેલા અને તે વખતથી જ વિમળની બુદ્ધિ તેમજ રમતોમાં અજોડપણું જોઈ એનું મન આકર્ષાયું હતું. સગાંવહાલાંઓ વિમળની ચાલ પરિસ્થિતિ જોઈ કંઈક આનાકાની કરતાં. પણ શ્રીદત્ત શેઠને પોતાના પુત્રની, તેમજ, તપાસ કરતાં શ્રીદેવીની પણ તેના ઉપર પસંદગી ઊતરેલી જણાઈ : ત્યારે તો એમણે વિમળના મામા પાસે ફ્લેણ મોકલી દીધું હતું. આજે આવેલા રથ અને ઘોડાઓ એ શ્રીદત્ત શેઠના જ મોકલેલા હતા. વિમળ ઘેર પહોંચ્યો. એ સાદ્ય પોશાકમાં હતો, પણ સુંદર દેખાતો હતો. રૂપ અને બહારની ટાપટીપને ઓછો સંબંધ હોય છે. જેનું શરીર ખડતલ છે, જે હંમેશા શારીરિક મહેનત કરે છે ને જે આનંદી ચહેરાવાળો હોય છે, એ ગમે તેવાં વસ્ત્રો પહેરે છે, છતાં સુંદર જ દેખાય છે. - શ્રી દત્ત શેઠે મોકલેલા શ્રીફળનો સ્વીકાર થયો. માતાને ખાનદાન કુળની દિકરી મળ્યાનો આનંદ હતો. મામાને પોતાના ઘેર ભાણેજનું શુભ થયાનો હર્ષ હતો; અને ગોઠિયાઓને મીઠાઈ ખાવાની હોંશ હતી. છતાં આ આનંદ પાછળ એક ચિંતાનો કિડો વીરમતીના હૃદયમાં ડંખ મારી રહ્યો હતો. પુત્રના લગ્ન માટે દ્રવ્યની વ્યવસ્થા કેવી રીતે કરવી ? ભાઈ પાસે તો ફૂટી કોડી પણ ન હતી. છતાં નસીબ ઉપર વિશ્વાસ રાખી તેણે હા કહી હતી. કુદરત જેને આગળ વધારવા ચાહે છે, તેને ગમે ત્યાંથી સહાય આવી મળે છે. એક દિવસ વિમળ ખેતર જતાં માર્ગમાં મોટું દર જોયું. બાલસહજ જિજ્ઞાસાથી જોતાં દરમાં એને કંઈક ચળકતું દેખાયું. વધારે ઊંડું ખોદતાં સોનામહોરથી ભરેલું પાત્ર દેખાયું. વિમળે અતિ આનંદ પામી એ બધું લઈ લીધું અને ઘેર આવી માતાને સોંપ્યું. માતા એને દૈવી સહાય સમજી નિરાંતે લગ્નની બધી તૈયારીઓ કરવા લાગી. લગ્ન છે ૧૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રીદત્ત શેઠ તરફ્થી બધાને પાટણ આવવાનું નિમંત્રણ મળ્યું. વીરમતીને વિચાર કરી જોતાં હવે પાટણમાં જવું જોખમભર્યું ન લાગ્યું, નેઢ તથા વિમળ બંને યોગ્ય ઉંમરના થયા હતા, તેમજ ભવિષ્યની જિંદગી માટે શહેરમાં જવાની જરૂ૨ પણ હતી. શ્રીદત્ત શેઠ જેવાની નજર હોવાથી હવે વધારે ભય પણ ન હતો. વિમળને મોસાળ છોડવું બહુ વસમું લાગ્યું. સુંદર ખેતરો અને ભોળાભલા ગામડિયાઓ વચ્ચેથી ખસવું એને ન ગમ્યું; પણ હવે બીજો રસ્તો નહોતો. એક દિવસ બધાં તૈયાર થયાં ને દર્દભરી વિદાય લીધી. લાંબી-લાંબી ડાંગો હાથમાં લઈને તથા પોંક, સીતાફ્ળ અને જામફ્ળનાં ભાતાં લઈને એના દોસ્તો વળાવવા આવ્યા. ગામના આગેવાનો પણ તેઓની સાથે થોડે દૂર ગયા. “વિમળભાઈ ! અમને ભૂલશો નહિ, હો !” લાડીને ટેકે માથું મૂકી આંસુ સારતાં સૌ દોસ્તોએ વિનંતી કરી. “ના, ભાઈઓ ! હું તમને કદી નહિ ભૂલું !” વિમળ ગળગળો થઈ ગયો. મામાએ બળદને હાંક્યા. જોતજોતામાં સૌ દૂર નીકળી ગયા. ગામ, પાદર, સીમ, તળાવડું, ખેતર ને આખરે પેલો ભૂખરો ને ધૂળવાળો માર્ગ પણ પાછળ રહી ગયો. પાટણના ગઢના મિનારા દેખાવા લાગ્યા. અને આ પછીના દિવસો ખૂબ ધમાલમાં વીત્યા. ફરી પાટણવાસી બનેલા વિમળનાં લગ્ન ખૂબ આનંદપૂર્વક થયાં. શ્રીદત્ત શેઠે છૂટે હાથે ધન ખર્યું. વીરમતીએ પણ ધામધૂમમાં કચાશ ન રાખી. વિમળે લગ્નમાં મહાલવા મોસાળથી પોતાના ગોઠિયાઓને બોલાવ્યા હતા. વિમળ અને શ્રીદેવીની જોડી અપૂર્વ થઈ. સૌ બંનેના પ્રેમ અને ગુણોનો મેળ જોઈ હરખાયાં. નેઢનાં લગ્ન પણ એક ખાનદાન કુળની ક્યા સાથે થયાં. પોતાના બંને પુત્રોને સુખી જોઈ વીરમતીને હૈયે ટાઢક વળી, આ પછી વીરોત્સવનો પ્રસંગ આવ્યો. તેમાં બહાદુરી બતાવી વિમળ દંડનાયક થયો અને નેઢ મંત્રીમંડળમાં સલાહકાર નિમાયો. ૧૭ * મંત્રીશ્વર વિમલ Page #32 -------------------------------------------------------------------------- ________________ ક સફળ સેનાપતિ જ્યા પાંચ-પાંચ નદીઓનાં પાણી પીને સિધુ નદી વિશાળ સાગર જેવી બની રહે છે, જ્યાં ભલભલા નાવિકો થાપ ખાઈ જાય તેવાં મોજાં ઊછળ્યાં કરે છે, ને જ્યાં ઊંડાં જળ ઘૂમરી ખાતાં પ્રજાના રક્ષણ માટે વધારે ઊંડાં થતાં જાય છે, એવા સિંધુદેશની ગાદીએ હમીર સુમરો રાજ્ય કરતો હતો. હમીર સુમરા અભિમાનની મૂર્તિ હતો. બળિયો પણ જબરો હતો. એણે બળવાન શિવશાણના રાજાને જીતી પોતાનો ખંડિયો બનાવ્યો હતો ને નજીકના ઘણા રાજાઓને વશ ર્યા હતા. યુવાનીમાં એણે કેસર મક્વાણા નામના બળવાન શત્રુને હરાવી ઠાર કર્યો હતો. કેસર મક્વાણાના નામની એ વખતે હાક વાગતી. પણ જર અને જોર એવાં છે કે માણસને ભાન ભુલાવે છે. કેસર ઉર્ફેખલ બની સિંધના ઘોડા, જરઝવેરાત અને આખરે સ્ત્રીઓને પણ ચોરી જવા લાગ્યો હતો. હમીરે એને શિક્ષા કરવાનું ધાર્યું, ને પછી તો બરાબર શિક્ષા કરી. આજે આ વાત ઉપર વર્ષો વીતી ગયાં હતાં. હવે તો હમીર સુમરો પ્રૌઢ થયો હતો. છતાં સિંહ તે સિંહ જ હતો ! સફળ સેનાપતિ છે ૧૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ એણે અભિમાનમાં આવી જઈ સભામાં કહ્યું : “ભીમદેવની હું ખબર લઈશ.” રાજા ભીમદેવના ગુપ્તચરોએ આ સમાચાર પાટણ પહોંચાડ્યા. મહારાજાને બહુ રોષ ચઢ્યો ને પોતાની આણ માનવા માટે અથવા લડાઈને માટે તૈયાર થવા હમીરને વાવી દીધું. પણ હઠીલો હમીર માને ? એને પોતાની સેનાનું ખૂબ અભિમાન હતું. એણે સંદેશો લાવનારને હડધૂત કરીને કાઢી મૂક્યો. સંદેશવાહકે પાટણ આવી બધા સમાચાર કહ્યા. રાજા ભીમદેવની આંખોમાંથી અંગારા વર્ષવા લાગ્યા. એમણે તરત જ લડાઈની તૈયારીઓ કરવાનો હુક્મ આપ્યો. સેનાપતિ વિમળશાહને પણ આમાં સાથે જવાનું હતું. વિમળશાહનું સૈન્ય બહુ બળિયું ગણાતું. તેમણે પોતાના સૈન્યને ઉત્તમ રીતે કેળવ્યું હતું. બધા વિમળશાહના એક જ અવાજે જાન ફના કરી નાખે તેવા સ્વામીભક્ત હતા. પ્રયાણને આડી એક જ રાત બાકી હતી. પાટણને માથે શુક્લ પક્ષનો ચંદ્ર અજવાળાં વેરવા લાગ્યો, છતાં પાટણ એ ચાંદની જોવા નવરું નહોતું. સૌ આવતીકાલે પ્રાત:સમયે થનારુ યુદ્ધપ્રયાણ માટે તૈયાર થઈ રહ્યા હતા. યુવાનો શસ્ત્રો તૈયાર છે કે નહિ, તેની તપાસ કરતા હતા. ઘરડી ડોશીઓ પોતાના પુત્રોને તૈયાર થતા જોઈ આંખમાં આંસુ સાથે આશીર્વાદો આપ્યા કરતી ને ભગવાનને પ્રાર્થના કર્યા કરતી. નવવધૂઓ પોતાના સ્વામીની રક્ષા ખાતર ઇષ્ટદેવની પ્રાર્થના કરતી હતી. નાનાં બાળકો આ ધમાલનો અર્થ ન સમજતાં આડાંઅવળાં ફરતાં નકામા પ્રશ્નો પૂછી રહ્યાં હતાં. આખું પાટણ આજે જાગતું હતું. વિમળશાહ મહારાજા ભીમદેવની અંતિમ સલાહ લઈ ઘેર આવ્યા. ઘરમાં શ્રીદેવીને ન દેખતાં અગાસીમાં હશે એમ સમજી ઉપર ગયા. શ્રીદેવી અગાસીના રવેશને અઢેલી ચંદ્ર તરફ એકીટશે જોઈ રહી હતી; ૧૮ * મંત્રીશ્વર વિમલ Page #34 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહના આગમનની એને ખબર ન પડી. એ બિલકુલ પાસે આવ્યા ત્યારે શ્રીદેવીને ભાન થયું. “દરબારમાં જઈ આવ્યા ?” શ્રીદેવીએ ધીરેથી પૂછ્યું. “શ્રીદેવી ! આજે તું ઉદાસ કેમ જણાય છે ? શું મારું લડાઈમાં જવું તને નથી ગમતું ?” વિમળશાહે હસતાં-હસતાં પ્રશ્ન પૂછ્યો. નાથ ! હું સ્નેહ અને કર્તવ્યના વિચારમાં ડૂબી હતી. સ્નેહ સ્વામીથી વિખૂટા થવાની ના પાડે છે, જ્યારે વ્ય બીજી જ વાત કરે છે. મારે બેને માન આપવું ?” શ્રીદેવીએ પોતાની ચિંતાનો ખુલાસો કર્યો. દેવી ! કર્તવ્યમાં જ સ્નેહ આવી જાય છે. સ્નેહ એવો ન હોવો જોઈએ, જે માણસને કર્તવ્યને માર્ગે જતો રોકી રાખે.” “પણ સ્નેહીને મૃત્યુના મુખમાં જવાની રજા કેમ આપી શકાય ?” શ્રીદેવીએ પ્રશ્ન કર્યો. “દેવી ! શાણી થઈને કેમ ભૂલ કરે છે? જો સ્નેહને ખાતર માતા પુત્રને કર્તવ્યમાર્ગથી રોકશે, બહેન ભાઈને અટકવશે, પત્ની પતિને બેડરૂપ બનશે તો જગત કેવળ સ્વાર્થની ભઠ્ઠી બની જશે.” “આપની વાત બરાબર છે. સ્નેહ જો માણસને કર્તવ્યમાં જતો રોકે તો એ સ્નેહ નથી, કેવળ ઘેલછા છે. પત્ની પુરુષને બેડરૂપ ન બને, બોજા સ્વરૂપ ન થાય, તો જ એ જીવન ઉત્તમ ગણાય. મારા નાથ ! આપ સુખેથી રણે સિધાવો !” વિમળશાહે ઉત્સાહમાં આવી શ્રીદેવીને આદર્શ પત્ની વિશેની પોતાની ભાવના વર્ણવતાં કહ્યું : “દેવી ! જ્યારે રણમાં પડેલા પતિના ઘા ઉપર હસતે મુખડે પાટા બાંધનારી પત્નીઓ હશે, નિરાશ થતા પતિમાં કર્તવ્યની ઝળહળતી જ્યોત પ્રગટાવનારી સતીઓ પાકશે, એ દિવસે જગત જીતવું સહેલું પડશે !” “સાચું છે, હૃદયને જીત્યા પછી જગત જીતવું સહેલું છે. પણ મારી એક પ્રાર્થના સ્વીકારશો ?” શ્રીદેવીએ નમ્ર મુખે કહ્યું. “દેવી ! પ્રાર્થના નહિ પણ આજ્ઞા ો ! જ્યાં સાચો સ્નેહ છે ત્યાં પ્રાર્થના કરો કે આજ્ઞા કરો, બન્ને સરખું છે. હો, શું કહેવા માગો છો ?” સફળ સેનાપતિ ૧૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ મને સાથે લઈ જશો ?” “દેવી ! તમારો સહવાસ લેને ન ગમે ? પણ રાજઆજ્ઞા છે કે લડાઈમાં સ્ત્રી સાથે ન રહી શકે.” શ્રીદેવીના મનનું સમાધાન થયું. તે પતિને વિદ્યય આપવાની તૈયારી કરવા હસતે મુખડે ત્યાંથી ચાલી ગઈ. મધરાતનો ચંદ્ર પાટણને માથે અજવાળાં વેરતો હતો. ઘરોમાં હજીયે ધમાલ ચાલી રહી હતી. પૂર્વ દિશામાં સૂરજ મહારાજે લેર કઢી ને પાટણના બજારોમાં રણભેરીઓ ગાજવા લાગી. નોબતો ગડગડવા લાગી. કપાળમાં કુમકુમનું લાંબું તિલક તાણી લડવૈયાઓ મેદાનમાં એકઠા થવા લાગ્યા. મુખ્ય સેનાપતિ તરીકે મહારાજા ભીમદેવ પોતે હતા. વિમળશાહ તથા રાજ્યના બીજા શૂરવીર ભાયાતો તેમજ સામન્તો પણ સાથે જ હતા. મારાજા સેના સાથે કૂચ કરતા પંચનદને તીરે આવી પહોંચ્યા. પણ ભલભલા મર્દોની હિંમત તોડી નાખે તેવી સિધુ સાગરની જેમ ઉછાળા મારી રહી હતી. છતાં ભીમદેવ હિમત હારે તેવા નહોતા. પથ્થરો અને ઝાડોથી પુલ બાંધવો શરૂ ર્યો. “ઝાઝા હાથ રળિયામણા.” જોતજોતામાં પુલ બંધાઈ ગયો. બધા સાવચેતીથી સામે પાર પહોંચ્યા. હમીર સુમરો ત્યાં તૈયાર ખડો હતો. ભયંકર યુદ્ધ મચ્યું. પાટણનું સૈન્ય પ્રથમ તો જરા પાછું કહ્યું, પણ મારાજાને સરદારો સાથે મોખરે આવેલા જોઈ ફરી જોરથી લડાઈ શરૂ થઈ. એવામાં અચાનક મહારાજા અને હમીર સામસામા આવી ગયા. હમીરે વંદ્વયુદ્ધની માગણી કરી. મહારાજા તૈયાર થયા. ઉપરાછાપરી ધવો રમાવા લાગ્યા. હમીરે પ્રચંડ વેગથી મહારાજા ઉપર ભાલો ફેંક્યો, પણ મહારાજાએ નિશાન ચૂકવ્યું ને તરત જ તલવારના ઝાટકથી હમીરના હાથ કાપી નાંખ્યા. ૨૦ મંત્રીશ્વર વિમલ Page #36 -------------------------------------------------------------------------- ________________ હમીર પટકાઈ પડ્યો. સેનાનાયને ન જોવાથી લશ્કર નાસભાગ કરવા લાગ્યું. મહારાજા ભીમદેવનો વિજય થયો. સિન્ધ દેશની વ્યવસ્થા કરી મહારાજા રાજધાની તરફ પાછા ફર્યા. માર્ગમાં ચેદિ દેશના સ્વતંત્ર રાજા પાસે પોતાની આણ મનાવી. ચેદિ દેશના રાજાએ પણ આવા પ્રબળ રાજવી સાથે લડાઈ કરવી યોગ્ય ન ધારી એમની આજ્ઞા માની લીધી. વિમળશાહના સૈન્ય આમાં ભારે વીરતા બતાવી. વિમળશાહના સૈન્યની કુશળતા જોઈ મારાજા ભીમદેવ બહુ ખુશ થયા અને એમણે યોદ્ધાઓને સારાં ઇનામ આપ્યાં. રાજા ભીમદેવની કિર્તિ સાથે વિમળશાહની પણ શૂરવીર યોદ્ધા તરીકે ખ્યાતિ ઘણી વધી. વીર'નો પુત્ર વીર જ પાક્યો. સફળ સેનાપતિ ૨૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઈર્ષાની આગ “ગુણ ન જાણઈ જે જેહના, આદર ન કર તે તેહના. દૃષિ કગ, કવિજન ઇમ ભણઈ, મેલી દ્રાક્ષ લીંબોલી ચણઈ.” જગતમાં જો સર્વત્ર પ્રેમ જ હોત, અને એકબીજાની ઉન્નતિ દેખી સૌ રાચતાં હોત તો પૃથ્વીથી સ્વર્ગ દૂર ન હોત ! વિમળશાહની દિન-દિન ચઢતી કળા તથા કિર્તિ લાતી જોઈ બીજા અધિકારીઓ મનમાં બળવા લાગ્યા અને રાજાની નજરમાં તેને હલકે પાડવા પ્રયત્ન કરવા લાગ્યા. એક દિવસ લાગ જોઈ એમણે મહારાજાના કાન ભંભેર્યા : “મહારાજ ! આપે કદી વિમળશાહની સંપત્તિ દિઠી છે ?” “ના, હું વિમળશાહને ઘેર કદી ગયો જ નથી.” “મહારાજ ! જેવી સમૃદ્ધિ રાજમહેલોમાં પણ ન હોય, એવી સમૃદ્ધિ અને ૨૨ મંત્રીશ્વર વિમલ Page #38 -------------------------------------------------------------------------- ________________ - ઘેર છે ! હાથી, ઘોડા ને લાવલશ્કર પણ ઘણું છે.” “વધારે હાથી-ઘોડા રાખીને એ શું કરશે ?” “મહારાજ ! ભૂલ થતી હોય તો ક્ષમા કરશો, અમારા મત પ્રમાણે તો એને ગાદીપતિ થવાના કેડ જાગ્યા લાગે છે.” એમ કે ?” હ, મહારાજ જેના બાપદ્યદા મંત્રી હોય એનો દિકરો રાજ્યનો ધણી કેમ ન થાય ? ધકાને બાપથી સવાયા થવાના કોડ તો હોય જ ને !” અધિકારીઓએ આવી-આવી ઘણી આડીઅવળી વાતો કરી-કરીને રાજાના કન ભંભેર્યા. એક તો મહારાજા ભીમદેવ પોતે ભોળા સ્વભાવના, તેમાં વળી રાજા એટલે બનતાં સુધી કાચા મનના ! વફાધર વિમળશાહ ઉપર એક ક્ષણમાં મહારાજાનો ભાવ કંઈક ઓછો થઈ ગયો. એમણે કહ્યું : “ઠીક, મારે એનું ઘર જોવું પડશે !” બપોર થયા ને વિમળશાહ રાજસભામાં આવ્યો. મહારાજાના મનમાં પેલો વિચાર ઘોળાતો હતો. વિમળશાહના આવતાની સાથે જ તેમણે પ્રશ્ન કર્યો : વિમળશાહ ! ઘણા વખતથી મારો વિચાર તમારું ઘર જોવા આવવાનો છે. આજ મન પણ જરા સુસ્ત છે. ચાલો, તમારે ત્યાં જઈએ. મનને થોડોક વિનોદ પણ મળશે.” મહારાજ ! આપ મારે આંગણે પધારો એનાથી રૂડું બીજું શું ? આપનાં પગલાંથી તો મારું ઘર પાવન થશે. સાંજનું ભોજન પણ ત્યાં લેવાય તો મોટી કૃપા થાય !” જેવી તમારી ઇચ્છા, વિમળશાહ, ચાલો, વાહન મંગાવો !” વિમળશાહને મહારાજાની આટલી ઉતાવળ જોઈને મનમાં વિચાર થયો કે કંઈ નવું તૂત તો જાગ્યું નથી ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે “રાજાની મિત્રતા કોણે દિઠી અને કોણે સાંભળી ?” છતાં ન્યાયી મનુષ્યોને ભય ઓછો હોય છે. વિમળશાહને પોતાના વહેમમાં કંઈ વજૂદ જેવું ન જણાયું. ઈર્ષાની આગ - ૨૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ મારાજ ભીમદેવ પોતાના બે-ચાર ખાસ માણસો સાથે વિમળશાહને ત્યાં પધાર્યા. વિમળશાહ કળાના ચસયા હતા. જે કાંઈ કામ કરવું એ કળાપૂર્વક જ કરવું સાદું ઘર હોય, કે મોટો મહેલ, પણ એ કળાથી શોભી રહેવાં જોઈએ, એવી એમની માન્યતા હતી. સામાન્ય ઘર પણ જો કલામય હોય તો રાજાનો મહેલ પણ એની પાસે ઝાંખો પડે છે. વિમળશાહનું ઘર સ્વચ્છ અરીસા જેવું હતું. એમાં કેઈ સ્થળે અવ્યવસ્થા નહોતી. જોઈતી વસ્તુ યોગ્ય સ્થળે ગોઠવેલી હતી. ક્યાંય કચરો કે ધૂળ તો મળે જ શાનાં ? વળી શ્રીદેવી જેવી આદર્શ ગૃહિણી જ્યાં હોય ત્યાં સૌંદર્ય અને સુઘડતા સોળે કળાએ ધપે એમાં નવાઈ શી ? વિમળશાહનો મહેલ અનેક જાતની સમૃદ્ધિથી ભરપૂર હતો. - શ્રીદેવીનો ખૂબ મોટો કરિયાવર અને એમાં વિમળશાહની વીરતાએ કરેલો ઉમેરો રાજ્યરિદ્ધિને પણ ઝાંખી પાડવાને બસ હતાં. પરંતુ કમળાવાળો આખું જગત પીળું જ ભાળે ! મહારાજાની સ્વચ્છ આંખોમાં અધિકારીઓએ પહેલેથી જુદો જ રંગ રેડી દીધો હતો. તેમને લાગ્યું કે વિમળશાહ આ સંપત્તિથી એક દિવસ નક્કે મારી સામે થશે ! ભોજન વગેરે થયું પણ મહારાજાનું મન એક જ વિચારમાં હતું : વિમળશાહને કેવી રીતે કાબૂમાં લેવો ? ભોજન આદિથી પરવારી સર્વે રાજમહાલય તરફ પાછા ફર્યા. વિમળશાહ થોડે સુધી વળોટાવી પાછા ફર્યા. મારાજા એક જ ધૂનમાં હતા : પોતાના સ્વભાવ પ્રમાણે તડ ને ફડ કરવું જોઈએ. પણ અધિકારીઓની સલાહ પડતાં લેઈ કાવતરું ઘડવા લાગ્યા. તેઓએ વિચાર્યું કે, વિમળશાહના હાથમાં રહેલી સેનાની લગામ ભયરૂપ છે. આટલી સંપત્તિવાળો કાલે મારી સેનાના બળથી મારી સામે જ મોરચા માંડે તો ? ૨૪ મંત્રીશ્વર વિમલ Page #40 -------------------------------------------------------------------------- ________________ જેના ઉપર ક્ષણ પૂર્વે પૂરતો વિશ્વાસ હતો, એના ઉપર આટલો ભયંકર અવિશ્વાસ ! ખરેખર, માનવીના ચંચળ હૃદયનો શો વિશ્વાસ ! મહારાજ ! સૈન્ય ઉપર વિમળશાહનો કબૂ અજબ છે. ઉતાવળ કરવા જેવું નથી. ધીરજ ને ચતુરાઈથી કઠિન કમ પણ સિદ્ધ થાય છે, એ વાત ભૂલવા જેવી નથી. જે ગોળથી મરતો હોય તેને ઝેર દેવાની શી જરૂર ?” પડખિયાઓએ સલાહ આપી. ટાઢે પાણીએ ખસ જાય તેવો માર્ગ તો મને પણ પસંદ છે. કેઈ બતાવશો ખરા ?” “મહારાજ ! થોડા દિવસથી શિકારખાતામાં એક વાઘ આવેલો છે. કાલે એને નિર્જન માર્ગ ઉપર છોડી મૂકએ. પછી વિમળને બદોબસ્ત કરવા આજ્ઞા આપો. બસ, બધું ત્યાં જ પતી જશે !” શાબાશ ! ઠીક છું.” મહારાજાએ ખુશામતિયાઓની પીઠ થાબડી. રે! રાજામિત્ર, એ વાત જેણે જ્હી ને કોણે સાંભળી ? ઈર્ષાની આગ રપ Page #41 -------------------------------------------------------------------------- ________________ પોલાદી પંજા પાટણ ઉપર મધ્યાહ્નનો સૂર્ય તપતો હતો. દરબાર ભરાયો હતો. મહારાજા પણ આજે જલદી આવીને બિરાજી ગયા હતા. વિમળશાહ હમણાં જ આવ્યા હતા. અચાનક બૂમો સંભળાણી : “હો, હો, વાઘ છૂટ્યો ! વાઘ નાઠો !” મહારાજ એકદમ ઊભા થઈ ગયા ને બૂમો પાડવા લાગ્યા : પકડો ! પકડો ! મારી રાંક પ્રજાને એ મારી ખાશે !” “સ્વામી, આજ્ઞા !” વિમળશાહ ઊભા થઈ ગયા. વીર પુરુષ કદી હાક પચ્ચે બેઠો રહે ખરો ? મહારાજા બેબાકળા બની બોલવા લાગ્યા : “અત્યારે આજ્ઞાની રાહ ન હોય ! વિમળશાહ, જાઓ જલદી કરો !” વિમળશાહે પળવારમાં શસ્ત્રો સંભાળ્યાં ને છલાંગ મારી નીચે ઊતરી આવ્યા. ૨૬ મંત્રીશ્વર વિમલ Page #42 -------------------------------------------------------------------------- ________________ “જય પાર્શ્વનાથ !”ની બૂમ મારતા તેઓ વાઘ સામે આવી પહોંચ્યા. જંગલનો મદોન્મત્ત રાજા કેદખાનાના સળિયા પાછળ અનેક દિવસોથી ધૂંધવાઈને પડ્યો હતો, એમાં બે દિવસથી તો ખાવા પણ નહોતું મળ્યું. કકડીને ભૂખ્યો થયેલો વાઘ છૂટતાંની સાથે છલાંગો મારવા લાગ્યો. પ્રથમથી આપેલી સૂચના મુજબ સૌ ઘરમાં પેસી ગયાં હતાં. વાઘ દરવાજો વટાવી માર્ગ ઉપર આવ્યો, પણ ક્યાંયે ભક્ષ ન દેખાયો. એક ભયંકર ગર્જના કરી એ આગળ વધ્યો. ઢીલાપોચાના તો રામ રમી જાય એવી એ ગર્જના હતી. વિમળશાહ વધુ નજીક આવ્યા. વાઘ અને શાહની નજર એક થઈ. નેત્રની જ્યોતે જ્યોત મળી. બંનેમાંથી અંગાચ ઝરતા હતા. વાઘ થંભી ગયો. કુદરતનો કાયદો છે કે ‘દીઠે કરડે ક્તો ને પીઠે કરડે વાઘ.' ત્યાં પાછળ બૂમ સંભળાણી. વિમળશાહે પાછળ નજર ફેરવી કે વાઘ વિમળશાહના શરીર ઉપર કૂદી પડ્યો. પણ જંગલના શાહથી નગરનો શાહ ઓછો ઊતરે એમ નહોતો. એનો દેહ પૂરેપૂરો ક્સાયેલો હતો. વિમળશાહ નીચા નમી ગયા. વાઘની તાપ નકામી ગઈ. એના પોલાદી પંજા જમીનમાં ઊંડા ખૂંપી ગયા. વીફરેલો વાઘ ફરી બમણા જોરી કૂક્યો. એણે ભયંકર મુખ ફાડ્યું. એની પૂંછડી સોટી જેવી સીધી થઈ ગઈ. સૌને લાગ્યું કે બસ, વિમળશાહનાં સોએ સો વર્ષ અબઘડી પૂરાં ! પણ વિમળશાહ પૂરેપૂરા સાવધાન હતા. એમણે વીજળીની ઝડપે ક્મરનું શેલું કાઢી હાથે વીંટાળી લીધું ને વાઘના મોંમાં ઝડપથી ઠાંસી દીધું. વાઘનું મોઢું ભરાઈ ગયું. એણે પંજો ઉપાડ્યો, પણ વિમળશાહે બીજા હાથે વાઘના ગળાને બાથ ભેરવી દીધી. વનમાં ભલભલા હાથીઓ સામે બાથોડા ભરનાર વાઘભાઈને આજ પોલાદી પંજા * ૨૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ વસમી વેળા આવી પડી ! એની ગરદન ભીંસાવા લાગી. પંજો ઉપાડવાની શક્તિ ન રહી. જે આંખોમાં અગ્નિ જેવી લાલાશ તગતગતી હતી, એમાં પાણી આવી ગયાં. ગાય બનીને વાઘ ઊભો રહ્યો ! વિમળશાહ એના મોઢામાં હાથ રાખીને અને ગળે ચૂડ ભેરવીને એને પાંજરા પાસે લઈ ગયા ને ઉઘાડા બારણેથી એને અંદર હડસેલી દીધો. છૂટા થતાંની સાથે વાઘે બીજી તરાપ મારી, પણ એ પહેલાં તો દરવાજો બંધ થઈ ગયો હતો. લોખંડી સળિયા સાથે વનનો શાહ ભટકાઈ ને પાછો પડ્યો ! વિમળશાહ હસતા-હસતા દરબાર તરફ ચાલ્યા. કપડાં ફાટી ગયાં હતાં, આખા શરીરે ઉઝરડા થયા હતા, છતાં વિજય મળવાથી વિમળશાહના દેહ ઉ૫૨ અપૂર્વ તાજગી દેખાતી હતી. મહારાજા ભીમદેવ પોતાના સરળ સ્વભાવ પ્રમાણે બધું ભૂલી વિમળશાહની પ્રશંસા કરવા લાગ્યા. એ સિંહસનેથી ઊતર્યા, વિમળશાહની સામે થોડાં પગલાં ગયા, પીઠ થાબડી પોતાની સાથે સિંહાસન પાસે લાવ્યા ને સોનેરી મૂઠવાળી તલવાર તથા જરિયાની પોશાક ભેટ આપ્યાં. પાટણનું સૈન્ય પોતાના સેનાપતિની વીરતા જોઈ મુગ્ધ થઈ ગયું. આખું પાટણ વીર વિમળશાહનાં યશોગાન ગાવા લાગ્યું. શ્રીદેવીને પણ પોતાના પતિની વિજયગાથા સાંભળીને પોતે ત્રિલોકનું રાણીપદ ભોગવતી હોય એવો હર્ષ થવા લાગ્યો. વિમળશાહ રાજ્સભામાંથી ઘેર ગયા. શ્રીદેવી પતિને વધાવવા બારણામાં જ ઊભી હતી. પતિને જોતાં જ એની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. રચેલી બાજી ધૂળમાં મળેલી જોઈ કાવતરાખોર અધિકારીમંડળી નવા દાવપેચ શોધવા લાગી. વીંછીનો આંકડો કયે દી નમ્યો છે ! વિમળશાહને માથેથી એક પોલાદી પંજો નકામો ગયો, હવે બીજો તૈયાર થવા લાગ્યો. વીર ને ધીરના જીવનમાં ડગલે ને પગલે આફ્તો અને મુશ્કેલીઓ ઊભી જ હોય છે. છતાં વીર પુરુષો ી પોતાની ધીરતા છોડતા નથી. ૨૮ * મંત્રીશ્વર વિમલ Page #44 -------------------------------------------------------------------------- ________________ મલ્લયુદ્ધ મહારાજા ભીમદેવના દરબારમાં જાતજાતના કલાકારો આવતા. ત્યાં કવિઓ આવતા, પંડિતો આવતા, મલ્લો આવતા. અને મહારાજા એ બધાને ઉદારતાથી નવાજતા. આજે દરબારમાં એક મોટો મલ્લ આવ્યો હતો. એના મસલ દડા જેવા મોટા ને પથરા જેવા મજબૂત હતા. એની બંધ પાડાના જેવી હતી. માથું મોટા કેળા જેવું હતું. આંખો મોટી કેડા જેવી હતી. શરીર ઠીંગણું અને રંગ દળો હતો. એનો હાટો સાંભળીને મોટા-મોટા મર્દો પણ શેહ ખાઈ જતા. ભરદરબારમાં એણે હાકેટો ર્યો : “પાટણપુરમાં મારી સાથે યુદ્ધ કરે એવો ઈ મર્દ છે ખરો ?” એ વખતના રાજદરબારોમાં હરીફાઈઓ ઘણી થતી. દેશ-દેશના કલાકારો ને કસબીઓ આવતા. કોઈ નૃત્યની હરીફાઈ કરતું. કોઈ ધર્મચર્ચાની તો બેઈ વળી કવિત્વની ! ત્યાં આવા મલ્લો પણ આવતા. રાજાઓ આ માટે દરેક કલાના જાણકારોનું એક મોટું મંડળ પોતાની પાસે રાખતા. પાટણના બે-ચાર મલ્લો એ સાંભળી આગળ આવ્યા. એક પછી એક કુસ્તી મલ્લયુદ્ધ ૨૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ લડવા લાગ્યા, પણ ન જાણે પરદેશી મલ્લ ક્વો જબરો નીકળ્યો ! પાટણના બધા મલ્લો હારી-હારીને પોતપોતાને સ્થાને પાછા જઈને બેસી ગયા ! લોકોને અચરજ થવા લાગ્યું. કેટલાક રાજરંગને જાણ કર પાટણવાસીઓને આ સ્તીમાં કંઈક ભેદ જેવું પણ જણાયું. તેઓ વિચારવા લાગ્યા કે પાટણના સારા ગણાતા મલ્લો પણ આમ બાયલાની જેમ કેમ લડે છે ? તો તો એમણે પાટણનું અન્ન ખાધેલું બગાડ્યું! “છે કઈ બાક ? પાટણનાં પાણી આજ પૂરેપૂરાં જોઈ લેવાં છે.” મલે વળી પડકાર કર્યો. મહારાજાએ ચારે તરફ નજર નાખી, પણ એ પડકાર ઝીલવા કોઈ તૈયાર નહોતું. મહારાજાએ અધિકારીઓ સામે નજર નાખી. એક અધિકારી લાગલો જ બોલી ઊઠ્યો : “મહારાજા ! વાઘ સામે લડવું સહેલું છે, પણ આ મલ્લની સામે જવું મુશ્કેલ છે ! કો તો વાઘ સામે જઈએ; જનાવરને વશ કરવામાં શું ?” મહારાજા હસ્યા. વિમળશાહ પાસે જ બેઠા હતા. તેઓ આ વ્યંગ સમજ્યા ? આ ટીકા પોતાના ઉપર જ હતી. એ તો વીરતાની જીવતી-જાગતી મૂર્તિ સમા હતા ! એમનાથી મહેણું કેમ સહન થાય ? “મહારાજા ! આજ્ઞા હોય તો તૈયાર છું.” વિમળશાહે ઊભા થતાં કહ્યું. “વિમળશાહ ! તમે તો વર છો, પણ આ મલ્લ તો વીરનો પણ વિર લાગે છે. રહેવા દે !” “નહિ મહારાજા ! પાટણને લાંછન એ મને લાંછન છે.” પાટણનું પાણી જવું ન જોઈએ. તમે જીતશો તો મોં માગ્યું ઇનામ આપીશ.” વિમળશાહે કચ્છ ભીડ્યો ને અખાડામાં કૂદકો માર્યો. સૌના મનમાં અનિષ્ટની શંકાઓ થવા લાગી. મલ્લે જાંઘ ઉપર થાપોટ મારી. નગારા ઉપર ડાંડી પડતાં જેવો અવાજ થાય તેવો અવાજ થયો ! વિમળશાહે સામે હાથ ઠોક્યા. તાંબાના નગારા પર જાણે હથોડી પડી. ૩૦ મંત્રીશ્વર વિમલ Page #46 -------------------------------------------------------------------------- ________________ મલ્લે પેતરો લીધો ને યુદ્ધ જામ્યું. મલ્લને થોડી વારમાં જ લાગ્યું કે વાણિયો ઢીલી દળનો નથી ! હવે એને લાગવા માંડ્યું કે બાજી ધારવામાં આવતી હતી તેવી સહેલી નથી. સાધારણ દેખાતા વિમળશાહ ઉપરાઉપરી ઘવ મારવા લાગ્યા. મલ્લ પણ પૂરજોશમાં પોતાના ઘવપેચ અજમાવવા લાગ્યો. કુસ્તીનો ખરેખરો રંગ જામ્યો. મલ્લું હતું એટલું જોર કર્યું. એણે વિમળશાહને ઊંચક્યા અને નીચે પછાડ્યા. પણ વિમળશાહ એમ જાય એવા નહોતા. તેઓ મલ્લના શરીરને ખૂબ મજબૂત રીતે વળગી રહ્યા. મલ્લ નીચે પડી ચીત કરવા યત્ન કરવા લાગ્યો. તરત વિમળશાહે અવળી ગુલાંટ લઈ મલ્લને ચીત કરી નાખ્યો. બધેથી એકસામટા હર્ષના પોકરો ઊઠ્યા. મહારાજા ભીમદેવ ખુશ થયા, પણ પાછળ બેઠેલા અધિકારીઓનાં મુખ ઉપર ક્યવાટ દેખાતો હતો. વિમળશાહ બધાની શાબાશી લેતા દરબારમાં આવ્યા. મહારાજાએ પીઠ થાબડી. થોડી વાર પછી દરબાર પૂરો થયો અને વિમળશાહ ઘર તરફ ગયા. પતિને ક્સોટીમાંથી પાર ઊતર્યા જાણી શ્રીદેવી ખૂબ આનંદી બનીને આવા વીર પતિ માટે મગરૂર થવા લાગી. વિમળશાહને તો હજી પણ આ બધામાં કંઈ શંકા જેવું લાગતું નહોતું. એમણે શ્રીદેવીને ભોળાભાવે કહ્યું : દેવી ! આજ હું ઊભો થયો ન હોત તો પાટણનો દરબાર ઝાંખો પડત.” “આપણા જીવતાં એ કેમ બને ? પણ દરબારમાં બહાદુમાં તમે એક્લા જ છો કે શું ? મૂછે ત્રણ-ત્રણ લીંબુ લટકાવીને ફરનારા કેમ આગળ આવતા નથી ?” શ્રીદેવીએ કહ્યું. સહુ સહુનું કર્તવ્ય જાણે, આપણે આપણું કર્તવ્ય જાણીએ.” વિમળશાહે કહ્યું, “પાટણનું જરા પણ ઘસાતું મારાથી સાંભળી શકતું નથી. ગમે તેવી તોય આપણી ભૂમિ !” પતિ-પત્ની બધું ભૂલી વાર્તાવિનોદ કરી રહ્યાં, નિરાંતે જીવી રહ્યાં, પણ કેટલાંકની ઊંઘ હરામ હતી. કેટલાક પારકની ઉન્નતિમાં પોતાની અવનતિ જોનારા હોય છે ! મલ્લયુદ્ધ ૩૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૯ દાવ પર દાવ મહારાજા ભીમદેવ અંતઃપુર તરફ જતા હતા. સાથે અનુચર વર્ગ હતો. એક ણાએ કહ્યું, “મહારાજ ! જે વાઘથી ડરતો નથી, જે મલ્લથી પાછો પડતો નથી, એ પુરુષ કોનાથી ડરે ?” “અરે, આજ તો એણે ગુજરાતનું નાક રાખ્યું. વિમળશાહ ખરેખર, વીરત્વનો ભંડાર છે.” મહારાજા ભીમદેવે ભોળાભાવે કહ્યું. “મારાજ ! હમેશાં વખાણી ખીચડી ઘંતે ચોટે છે. વિમળશાહનાં બહુ વખાણ ન કરશો. સેના તો એના નામ પાછળ ઘેલી છે. સેનાપતિઓ પણ આપના કરતાં એનાં વધુ વખાણ કરે છે.” “તે એમાં શું ? યોગ્યનાં વખાણ જરૂર થાય, થવાં જોઈએ.” “ગુર્જરેશ્વર ! આપ ભોળા છો. પવિત્ર માણસને પૃથ્વી પર ક્યાંય પાપ દેખાતું નથી. આપે એનો મહેલ જોયો ? રાજાના રાજમહેલને ઝાંખો પાડી દે તેવો હતો ને ! અને એને પાઘડી ફેરવતાં જરા પણ વાર ન લાગે, હો. વાણિયાવાણિયા ફેરવી તોળ !” ૩૨ : મંત્રીશ્વર વિમલ Page #48 -------------------------------------------------------------------------- ________________ “ઓહ ! કેવી દ્વેષભરી હેવતો ! હું એમ નથી માનતો.” “આપ ન માનો, પણ અમે તો એના બધા ચેનચાળા જોઈ રહ્યા છીએ. રોગ અને શત્રુને તો ઊગતા જ દાબવા સારા.” “શું વિમળ મારો શત્રુ ?” “આજે શત્રુ નથી. પણ માણસે દૂર-દૂર જોતાં શીખવું જોઈએ. આ તો રાજકારણ છે, કંઈ ધર્મકારણ નથી. આવા વીરત્વવાળા ને બુદ્ધિવાળા પુરુષનું મન કાલે બદલાઈ જાય, ને ત્યારે એને વશ કરવો મુશ્કેલ બને. આપ જરા પ્રજામાં ફરો તો ખબર પડે કે એનાં ક્વાં વખાણ થાય છે ! એ સાંભળીને આપને અચરજ થયા વગર નહીં રહે.” “તો હું શું કરું ?” “ટાઢે પાણીએ ખસ કાઢો !' “કેવી રીતે ?” મહારાજા ભીમદેવે પ્રશ્ન ર્યો. “અમે બધું વિચારી રાખ્યું છે. આપ તો રાજા રામચંદ્ર જેવા છો, પણ સોનાની લંકામાં વસતા રાવણોની તપાસ અમારે રાખવી પડે છે.” મહારાજાની બુદ્ધિ વળી ચકરાવા લેવા લાગી. થોડી વાર વિચાર કર્યા પછી એમણે કહ્યું, “નક્કી ! મારા શૂરા સામંતો ને બુદ્ધિધન મંત્રીઓ મને ખોટું ન કહે. માણસના મનનું કંઈ ન હેવાય. કીર્તિ, કાંચન ને સામર્થ્ય માણસને ખોટે રસ્તે લઈ જાય. આ વાણિયાને દૂર કરવામાં જ સાર છે. કોઈ સારો માર્ગ શોધી કાઢો !” “મારાજ ! માર્ગ તો એક મળ્યો છે. જૂના ચોપડાઓ તપાસતાં વિમળશાહના બાપદાદાઓ પાસે રાજનું લહેણું નીકળે છે. ને તે ભરપાઈ કર્યાનું ચોપડામાં જણાતું નથી. મને લાગે છે કે એમની પાસે આપણું લેણું અવશ્ય છે. તો શા માટે વસૂલ ન કરવું ?” " “ઠીક, મને ચોપડા બતાવજો. હું વિચાર કરીશ.” મહારાજ અંતઃપુરમાં ચાલ્યા ગયા. પાછળથી મંત્રીમંડળ પોતપોતાના સ્થાન તરફ રવાના થયું. રવાના થતાં પહેલાં એક અધિકારીએ પ્રશ્ન કર્યો : “કેમ, ચોપડાની બધી વ્યવસ્થા કરી રાખી છે ને ?” દાવ પર દાવ ૨ ૩૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ “બરાબર તૈયારી છે, હવે બચી શકે તેમ નથી.” જવાબ મળ્યો. મંડળ વીખરાયું ને તેમના કૃત્ય જેવો રાતનો પડદો પૃથ્વી પર વીંટાયો. આ કાળા પડદાની આડમાં બેસીને કાવતરાખોરોએ બધી રચના કરી લીધી. મહારાજા ભીમદેવને પણ યોજના સમજાવી દીધી. બધાંએ આખી રાત જાગરણ કર્યું. વિમળશાહ આ બધાં કરસ્તાનોથી અજાણ હતા. બીજે દિવસે દરબાર ભરાયો. સહુ પોતપોતાના સ્થાને ગોઠવાયા. ભરસભામાં મંત્રીરાજ ઊભા થયા. બધાનું માનવું હતું કે વિમળશાહની કદર થશે, ને એમને કંઈક ખિતાબ બક્ષસે . મંત્રીરાજે વિમળશાહને પ્રશ્ન કર્યો : “વિમળશાહ ! રાજને ચોપડે તમારી પાસે રાજનું લેણું નીકળે છે, એ જાણો છો ખચ ?” એકદમ વીજળી પડે ને જેમ માણસ ચમકી ઊઠે એમ વિમળશાહ ચમકી ઊઠ્યા. “શાનું લેણું ? મંત્રીરાજ, કયા વખતની વાત કરો છો ?” “વિમળશાહ, ઉતાવળા થવાની જરૂર નથી. જે હશે તે ચોપડા કહેશે; એ મારી કે તમારી શરમ નહિ રાખે.” મહારાજા ભીમદેવે વચમાં કહ્યું. વિમળશાહને મહારાજની ભાષામાં ને ભાવમાં કાંઈક ફેર લાગ્યો, પણ ઉતાવળે અભિપ્રાય ન બાંધતાં પ્રશ્ન કર્યો : “મંત્રીરાજ, બતાવો તો ખરા કે રાજનું કેટલું લેણું છે ?” “તમારા દાદા હિરના વખતનું છે. છપ્પન લાખ ટંકા નીકળે છે. જુઓ, આથી નારાજ ન થશો. તમારા મનમાં ઇનામની આશા હશે, પણ પહેલાં ચોપડા ચોખ્ખા કરીએ. બક્ષિસ લાખની, પણ હિસાબ કોડીનો.” “ટાઢા ડામ ન દેશો, મંત્રીરાજ ! તેજોદ્વેષ તમને આમ બોલાવે છે. માટે દેવું પિ ન હોય. હશે તો તે ભરપાઈ થઈ ગયેલું હશે. આ મારા ઉપર જૂઠું આળ છે.” - “વિમળશાહ ! ઉતાવળમાં આડુંઅવળું બોલી ન નાખો ! તમે કે હું જુઠ્ઠા ઠરીએ, પણ ચોપડા - રાજકારભાર - જુઠ્ઠો ન ઠરી શકે !” મહારાજાએ સહેજ ૩૪ ૨ મંત્રીશ્વર વિમલ Page #50 -------------------------------------------------------------------------- ________________ ઊંચા સ્વરથી હ્યું, એમાં ક્રોધ હતો, ધમકી હતી. વિમળશાહને આ બધો વર્તાવ વિચિત્ર લાગ્યો. એમણે કહ્યું : “મહરાજ ! આ કોઈ લુચ્ચા ને પેટબળ્યાની ચાલબાજી લાગે છે.” “વિમળશાહ, ભૂલશો મા કે તમો રાજના સેવક છો. વિનય તમારો ધર્મ છે.” “મહારાજ ! રાજ્યનો સેવક ન્યાય ન માગે ? મારી વાઘરી કે કર્તવ્યનિષ્ઠા ઉપર પાણી ફરતું હોય ત્યારે ાદ કે ફરિયાદ પણ ન થાય ?” વિમળશાહના દિલમાં ધરુણ વેદના ઝગી હતી. “વિમળશાહ ! રાજના ચોપડા સાચા જ હોય. તેને તમારે માન્ય રાખીને ચાલવું પડે ! બાકી બીજી વાત જે હેવી હોય તે ો, હું સાંભળવા તૈયાર છું. હિસાબ કોડીનો, બક્ષિસ લાખની.”. વિમળશાહની આંખે હવે સાચી સ્થિતિ દેખાવા લાગી. જે પ્રસંગોને એ સ્વાભાવિક સમજતા હતા, એ એક ઇરાદાપૂર્વક ગોઠવાયેલી ચાલબાજીઓ હતી એમ એમને સ્પષ્ટ થયું. “મહારાજા ! જો એમ જ હોય તો પછી જે કરવું હોય તે કરી શકો છો. ધણીનો કોણ ધણી છે ?” વિમળશાહ ઊઠીને દરબાર છોડી ચાલતા થયા. મહારાજા રોષભરી આંખે જોઈ રહ્યા, છતાં સેનાના ઉપરી સામે એક્દમ પગલાં ન લેવાય, એમ પણ તેઓ સારી રીતે સમજતા હતા. “વિમળશાહ ! આ રાજનું અપમાન છે. તમારે તમારા પરનો આરોપ અને ફેંસલો સાંભળવો જોઈએ.” મહારાજ ભીમદેવની મૃખાકૃતિ લાલચોળ થઈ ગઈ હતી. “આપ મારા ધણી છો. આપ ક્યો તે આરોપ સાચો; મને માન્ય.” વિમળશાહે અદબથી કહ્યું. “અને ફેંસલો માન્ય કે નહિ ?” મંત્રીએ વચ્ચે કહ્યું. “મંત્રીરાજ ! આજ મારે કંઈ કહેવું નથી, કહેવાની વેળા પણ નથી. પણ તમે ચોખ્ખા દૂધમાં ઝેરનાં ટીપાં નાખ્યાં છે ! એક સાચા સેવઘ્ને નષ્ટભ્રષ્ટ કરવાનું નાટક યોજ્યું છે !” દાવ પર દાવ * ૩૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ “નાટક ?” “હા, નાટક ! એ નાટક મારે જોવું નથી. મહારાજ મારા ધણી છે. જે ફેંસલો આપશે તે મસ્તક પર ધારણ કરીશ.” “તો ફેંસલો સાંભળતા જાઓ.” “ના. આ નાટક્માં હું ભાગ નહિ લઉં. જૂઠાણાને મેં કદી સાથ આપ્યો નથી, આપીશ નહિ. મને દેહાંત દંડ આપવો હોય તો ખુશીથી આપજો. મારી મિલકત જપ્ત કરવી હોય તો તેમ કરજો. અહીં રહીને બે શબ્દો મોમાંથી નીકળી જાય ને દેવ અને ગુરુ પછી જેને ત્રીજા પૂજનીય માન્યા છે, એ રાજાધિરાજનું અપમાન થઈ બેસે, એના કરતાં હું ચાલ્યો જાઉં તે જ સારું. અહીંથી મારાં અન્નજળ ખૂટ્યાં લાગે છે ! જેવો ભાવિભાવ !” સરી સિંહની જેમ પગલાં ભરતાં વિમળશાહ રાજસભાની બહાર નીક્ળી ગયા. સભાજનો જોઈ રહ્યા : એ જાય ! એ જાય ! જાણે સૂરજ આખો દિવસ પ્રકાશ વેરી પશ્ચિમના સાગરમાં ડૂબકી મારવા ચાલ્યો. “વું ઉદ્ધત વર્તન !” મંત્રીરાજે ગુર્જરપતિના મોં સામે જોતાં કહ્યું. “આ તો મહારાજનું અપમાન, એ કેમ જીરવાય. અરે, આવાને તો અવળા ગધેડે બેસાડી ગામ બહાર કરવા જોઈએ.” એક સામંતે કહ્યું. “ખબરદાર ! મહારાજના ભોળપણનો ખોટો લાભ ન લો. મહારાજ પોતે આ બાબત વિચારે ને નિર્ણય લે.” સભામાંથી અવાજ આવ્યો. એ પાટણના નગરશેઠ હતા, ને મહાજનના મોભી હતા. મહારાજા કરતાં મહાજનની સત્તા વધુ હતી. મહારાજાએ તરત સભા બરખાસ્ત કરી, અને અંતઃપુરમાં ચાલ્યા ગયા. પગ નીચેની પૃથ્વી આંચકા ખાતી હોય તેમ લાગતું હતું. હવે આ પ્રકરણનો શુભ અંત આવે છે કે અશુભ; એના વિચારમાં બધા ડૂબી ગયા. પાટણ પરની એ રાત ભયંકર વીતી. ૩૬ : મંત્રીશ્વર વિમલ Page #52 -------------------------------------------------------------------------- ________________ *. . ' ** *** ' ૧૦ કરી, કરી ને ન કરી ! શ્રીદવી સોને રસેલા ગોખ પર બેઠી સ્વામીની રાહ જોતી હતી. દૂર-દૂર સુધી એની નજર ફરતી હતી : હમણાં આવ્યો, હમણાં આવશે છબીલો અસવાર. અબલખ ઘોડાનો અસવાર ! માથે મુગટ, કમરે જરક્સી જામો, કેડે ક્ટારી ! ભાણ આથમણો ઊતરવા લાગ્યો. પંખી ગીત ગાતાં માળા ભણી ચાલ્યાં. ગાયો વાછરડાંને પંપાળવા લાગી, પણ પોતાનો સ્વામી ન આવ્યો તે ન આવ્યો! ડાહ્યા નિશાળિયાની જેમ દરબારમાંથી સીધો ઘેર આવનાર પતિ આજે મોડો કે ? શ્રીદેવી મનમાં કંઈ કંઈ વિચાર કરી રહી. લગ્નને તો વખત વીત્યો હતો, પણ સંતાન નહોતું થયું. અને આ કારણે એકબીજાંને એકબીજા વગર ન ચાલતું. ત્યાં તો એકાએક પોતાનો સ્વામી આવતો દેખાયો, પણ ન એ છટા છે, કરી, કરી ને ન કરી ! ૩૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ ન એ ઉમંગ છે, ન એ હરણફાળ છે ! ધીમો-ધીમો અશ્વ ચાલ્યો આવે છે. ઉપર વિમળશાહ મોં ઢાળીને બેઠા છે. અરે, વાઘને વશ કરનાર, મલ્લને જેર કરનાર મારા સ્વામીને આજે શું થયું ? શ્રીદેવી તો નાની બાળકીની જેમ દોડતી નીચે ગઈ. હજી ડેલીમાં અશ્વ પગ દીધો કે દોડીને ઘોડાની વાઘ પકડી લીધી. વિચારમાંથી જાગતા હોય એમ વિમળશાહે માથું ઊંચું કર્યું, લુખ્ખું હાસ્ય ર્યું, ને જાણે એક દિવસમાં ધરડાપો આવી ગયો હોય તેમ શ્રીદેવીનો ટેકો લઈ નીચે ઊતર્યા. “શું થયું મારા સિંહને ?” શ્રીદેવીએ પ્રશ્ન કર્યો. " “શ્રીદેવી ! કરી, કરી ને ન કરી !” વિમળશાહે વિરામાસન પર કહ્યું. “શું કરી, કરી ને ન કરી, સ્વામી ? આટલા ઢીલા કાં ? શું કોઈ શત્રુએ તમારો પરાભવ કર્યો ?” “શત્રુ હોત તો પહોંચી વળત, એનું અને મારું જોર મપાઈ જાત. પણ આ તો વાડે ચીભડું ખાધું.” વિમળશાહ બોલતાં અચકાતા હતા. “શું મહારાજ ભીમદેવની અવકૃપા ઊતરી ? કંઈ કારણ ?" “દેવી ! ચોમાસામાં બધાં ઝાડપાન ખીલે, ને જવાસો સુકાય, એનું કંઈ કારણ ? મારી ઉન્નતિ ખટપટી લોકોથી ન સાંખી શકાઈ. તેઓએ કાવતરાં કર્યાં !” “તમારી સામે કાવતરાં ? શું તમારાં બળ-બુદ્ધિથી એ અજાણ્યા હતા ?” “ના. જાણતા હતા માટે ર્યાં. એમણે ખોટી રીતે વાધ ઊભો કર્યો, ખોટી રીતે મલ્લ આણ્યા; અને હવે કહે છે કે તમારી પાસે રાજનું લેણું નીકળે છે !” “રાજનું લેણું ? અરે, એમાં વ્યવહારે વાત છે ને ! લેણું હોય એટલું લઈ લે.” “અરે શ્રીદેવી ! આ તો બધાં બહાનાં છે. લેણાની વાતમાં હરાવી નહિ શકે તો વળી નવું કંઈક બ્રઢશે. હું દરબારને આંખના કણાની જેમ ખૂંચું છું.” “તો શું કરીશું ?” ૩૮ ૭ મંત્રીશ્વર વિમલ Page #54 -------------------------------------------------------------------------- ________________ “છેલ્લી વાત. મહારાજને જે કરવું હોય તે કરે. કત્વ માટે તૈયાર છું, કરાગાર માટે તૈયાર છું, પણ આ કાવતરાખોરો ભેગું હવે નથી રહેવું. ગુનો એવો નથી કે આપણા જાનને હાનિ પહોંચે. મિલકત ભલે લેવી હોય એ લઈ જાય. ચાલો, આ ભૂમિને પ્રણામ કરીએ. આપણે તૈયાર થઈ જઈએ.” “તૈયાર છું, સ્વામી ! શ્રીદેવીને તમે નિર્બળ ન માનતા. અબળા જ્યારે સબળા થાય ત્યારે એને બેઈ ન પહોંચે.” “તો કરો તૈયારી સાથે એક જોડ કપડાંથી વધુ કંઈ ન લેશો !” અને બંને તૈયારીમાં પડી ગયાં. આ તરફ મહારાજા ભીમદેવ પણ વિચારમાં પડી ગયા. થતાં તો થઈ ગયું, પણ મામલો કાબૂમાં રાખવા જેવો હતો ! પણ હવે તો સાપે છછૂંદર ગળ્યા જેવું થયું હતું : વિમળશાહને મનાવવા જતાં પોતાનું માન ઓછું થતું હતું, તેમ તેમને જવા દેતાં રાજ્યમાં મોટી હોહા થાય તેમ હતું. - હવે શું કરવું ? મહારાજા ભીમદેવે પોતાના ખાનગી સલાહકારોને ફરી તેડાવ્યા. સૌ ઊંડા વિચારમાં પડ્યા. છેવટે એક યુક્તિ સૂઝી આવી. મંત્રીએ કહ્યું : “મહારાજ ! ચંદ્રાવતીનો રાજા ધંધુક આજકલ ઉદ્ધત બની ગયો છે; ખંડણી વગેરે નિયમિત મોક્લાવતો નથી. એને શિક્ષા કરવા વિમળશાહને મોકલોહારે તો તો ઠીક છે, ટાઢે પાણીએ ખસ જશે !ને જીતે તો વ્યવસ્થા માટે ત્યાં જ રાખજો !” “હા, હા, બરાબર યુક્તિ છે.” સૌ રાજી થઈ ગયા. વિમળશાહને બોલાવવામાં આવ્યા. વિમળશાહ બળા પોષાકે ને કળા ઘોડે ત્યાં આવ્યા; વિદાયની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. હાથમાં ભંડારની ચાવીઓ હતી. પણ વાતાવરણમાં વળી મીઠાશ ઘોળાતી લાગી. આ મીઠાશ ઝેર કરતાં પણ ભૂંડી હતી. મહારાજાએ મીઠા અવાજથી કહ્યું : “વિમળશાહ! તમને દુઃખ થાય એવી વાત હું કરતો નથી. આપણું લેણું-શું આપણે પછી સમજી લેશું. ઘી ઢોળાયું તો કરી, કરી ને ન કરી ! જ ૩૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ ખીચડીમાં છે. કદાચ ગાય રતન ગળે તો શું કરીએ ? એ વાત પછી.” મહારાજા હસ્યા અને ધીમેથી મૂળ વાત ઉપાડી : “વિમળશાહ! હું બીજી ચિતામાં હતો. ચંદ્રાવતીના રાજા ધંધુકની ઉદ્ધતાઈ મને ખટી રહી છે. એને જ્યાં સુધી શિક્ષા ન કરું ત્યાં સુધી મારા જીવને આરામ નથી. એ ચિંતામાં મારું મન વ્યગ્ર હોવાથી રાજસભાની વાત ઉપર મારું પૂરતું લક્ષ નહોતું.” મહારાજ ! અમારા જેવા સેવકો જીવતા હોય ત્યાં સુધી આપને શી ચિંતા ?” “વિમળશાહ, પણ કોણ તૈયાર થાય છે ?” પોતાના સ્વભાવ પ્રમાણે વિમળશાહે કહ્યું : “આજ્ઞા હોય તો હું તૈયાર છું.” “વિમળશાહ, બસ, આ જવાબ જ મને જોઈતો હતો. જાઓ અને ફતેહ કરો !” મહારાજાએ પીઠ થાબડી. વિમળશાહે નમન કરી આજ્ઞા માથે ચઢાવી. સૌ સૌને જોઈતું મળ્યું હતું. વિમળશાહને હવે પાટણમાં વસવું ગમતું નહોતું. મહારાજાને જે વાણિયાનાં હિમત અને પરાક્રમ ડરાવી રહ્યાં હતાં, તે દૂર થતો હતો; મંત્રીમંડળ માટે વચ્ચેથી કંટો નીકળી જતો હતો. ડંકનિશાન ગડગડ્યાં. પોતાના ચુનંદા સવાર સાથે વિમળશાહ ચંદ્રાવતીના રાજા ધંધુકાજને જીતવા ઘોડે ચઢ્યા. સાથે માનામાં શ્રીદેવી પણ હતાં. વિમળશાહે અશ્રુભીની આંખે પાટણને છેલ્લી સલામ કરી. પાટણવાસીઓનાં હૈયાંમાંથી એ દહાડે ઊના નિ:શ્વાસ નીકળતા હતા. વિમળશાહ ખરેખર ધંધુકરાજ પર વિજય કરવા જાય છે કે મહારાજા તેમને દેશવટો દે છે એ પ્રશ્ન સૌને મૂંઝવતો હતો. ૪૦ મંત્રીશ્વર વિમલ Page #56 -------------------------------------------------------------------------- ________________ કિમી JAD, દલડN IT ૧૧ વિયયાત્રા આબુરાજની શીતળ છાયામાં પૂર્વ દિશાની તળેટીએ ચંદ્રાવતી વસેલું હતું. ચંદ્રાવતી એ વખતે અલબેલું નગર હતું. એનો વિસ્તાર બહુ મોટો હતો. વેપાર ધમધોકાર ચાલતો હતો અને ધનાઢ્ય વેપારીઓ ત્યાં વસતા હતા. અહીં ધંધુક નામનો રાજા રાજ્ય કરતો હતો. માળવાના રાજા ભોજ સાથેની મિત્રતાને લીધે એ અભિમાની બની ગયો હતો. સામાન્ય રાજાઓને તો એ લેખામાં જ ન લેતો. વિમળશાહની સેનાએ ચંદ્રાવતી નજીક પડાવ નાંખ્યો. ગુપ્તચરોએ ધંધુકરાજને ખબર પહોંચાડી કે સિંહ જેવી ગર્જના કરતો વિમળશાહ આવી રહૃાો છે. ધંધુકરાજના સૈન્યમાં વિમળશાહ આવવાની વાતથી નિરાશા ફેલાણી. સૌ સમજતા હતા કે વિમળશાહની સાથે લડવું એ રમત નથી. ધંધુકરાજ પોતે પણ વિચારમાં પડી ગયો કે હવે શું કરવું ? | વિમળશાહનાં નિશાનડલ ગઢની બહાર ગડગડવા લાગ્યાં. ધંધુકરજ વિજયયાત્રા ૪૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ વધારે ગભરાયો. એનું અભિમાન શત્રુ સન્મુખ આવતાં ગળી ગયું. એ બચવાનો ઉપાય શોધવા લાગ્યો. બીજા દિવસનું પ્રભાત થયું. વિમળશાહનું સૈન્ય લડાઈ માટે કૂચ કરતું ચઢ્યું, પણ જુએ છે તો દરવાજા ઉઘાડા ! ન મળે શત્રુનું સૈન્ય કે ન મળે હાથી ઘોડા ! વિમળશાહને લાગ્યું કે અવશ્ય કોઈ કાવતરું રચાયું લાગે છે. કદાચ સૈન્યને નગરમાં ફસાવી હલ્લો કરવાનો ઇરાદો તો નહીં હોય ? સૌ થોડી વાર દરવાજા બહાર સાવચેતીથી ઊભા રહ્યા, પણ શી હિલચાલ ન જણાઈ. વિમળશાહ ચુનંદા સવારો સાથે દરવાજામાં દાખલ થયા. ચોતરફ જોતા જાય, પણ બધું સૂનસુનાકાર ! ક્યાંય યુદ્ધની તૈયારી નહિ ! વિમળશાહે સૈન્યને આગળ વધાર્યું; રાજમહેલ પાસે આવ્યા. ત્યાં સરઘરોનું ટોળું ઊભું હતું. સૌએ વિમળશાહને જોતાં હથિયારો નમાવી દીધાં ને ઘોડા આગળ ઢગલો કરી દીધો. તપાસ કરતાં જણાયું કે રાજા ધંધુક ડરીને બહાર નાસી ગયો છે. એક પણ લોહીનું બિંદુ પાડ્યા વગર ચંદ્રાવતી સર થઈ ! વિમળશાહે મહારાજા ભીમદેવની જય બોલાવી; સોલંકી રાજનો વાવટો ગઢ ઉપર ફરકાવ્યો. ગમે તેમ હોય પણ વિમળશાહની નસોમાં વફાદારીનું લોહી વહેતું હતું. મહારાજા ભીમદેવનો એ સાચો સેવક હતો. માન કે અપમાન તો સંધ્યાના રંગો જેવા છે. એ ખાતર વીર પુરુષ પોતાની ટેક કેમ છોડે ? મહારાજા ભીમદેવે વિમળશાહના સૈન્યમાં ગુપ્તચરો મૂકેલા. એમણે આ સમાચાર પાટણ પહોંચાડ્યા. આ બધી વાતો સાંભળી મહારાજા ભીમદેવની નજર સામેથી ખોટા ખ્યાલના પડા હઠી ગયા. એમને વિમળશાહનું વફાદારીભર્યું સાચું સ્વરૂપ સમજાયું. અને આથી મહારાજા ભીમદેવે વિમળશાહને ચંદ્રાવતીના દંડનાયક તરીકેનું આજ્ઞાપત્ર તેમજ પોશાક વગેરે ભેટ મોકલાવ્યાં, તેમનાં કાર્યોની ખૂબ પ્રશંસા કરી અને પાટણમાં પણ એક વખત જરૂર આવી જવા લખ્યું. ૪૨ ૭ મંત્રીશ્વર વિમલ Page #58 -------------------------------------------------------------------------- ________________ પરંતુ વિમળશાહને હવે રાજખટપટના ગદ્ય વાતાવરણથી તિરસ્કાર છૂટ્યો હતો. પાટણમાં જઈ ફરી છળ ને પ્રપંચથી ભરપૂર વાતાવરણમાં પડવાનું એમને મન ન થયું. વિમળશાહને ચંદ્રાવતી ખૂબ પસંદ પડ્યું. હવે પછીનું જીવન અહીં જ ગાળવા એમણે નિર્ણય કર્યો, પણ કળાના પૂજારીને કદી સુંદરતા ને સુઘડતા વગરની વસ્તુ ગમતી નથી. એ વખતનું ચંદ્રાવતી બહુ સામાન્ય હતું. રસ્તાઓ સુગમ અને સુંદર ન હતા. જળાશયો સ્વચ્છ અને જળથી ભરપૂર ન હતાં. બજારો અસ્તવ્યસ્ત હતી. વિમળશાહે આખા શહેરને એક મનોહર નગર બનાવી દેવાનો પ્રારંભ કર્યો. ચંદ્રાવતીનું સમારકામ શરૂ થયું. જોતજોતામાં સુંદર રાજમાર્ગો, સ્વચ્છ જળાશયો, માર્ગ ઉપર છાયા માટે વૃક્ષો, અને પ્રવાસીઓ માટે આરામગૃહો તૈયાર થયાં. બજારો પણ વહેંચી નાખવામાં આવ્યાં. ઝવેરીઓ ઝવેરી બજારમાં, કાપડિયાઓ કાપડબજારમાં, તેલીઓ તેલબજારમાં, ગાંધીઓ ગાંધીબજારમાંએમ બધું વ્યવસ્થિત બની ગયું. ચંદ્રાવતી ખરેખર, અપૂર્વ બની. દેશ-પરદેશથી લો જોવા આવવા લાગ્યા. વીર વિમળશાહની ઉમ્મર વધતી જતી હતી. રાજરંગ ને રણભૂમિ હવે ખારી લાગતી હતી. તલવાર જોઈને તો ધૃણા જ થતી. મન શાંતિ અને સંતોષના માર્ગ તરફ ખેંચાવા લાગ્યું હતું. આ સમયે વિહાર કરતા જૈનાચાર્ય શ્રી ધર્મઘોષસૂરિ ત્યાં પધાર્યા. તરસ્યાને પાણી મળ્યું. વિમળશાહે બધી રાજખટપટ છોડી ધર્મોપદેશ સાંભળવા માંડ્યો. વિજયયાત્રા ૪૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ alkan ཇཔར་པ ૧૨ તરસ્યાને પાણી આચાર્ય ધર્મઘોષસૂરિનો ઉપદેશ અજબ હતો. છેલ્લા વખતથી વિચારવમળમાં પડેલા વિમળશાહ ઉપર એની ખૂબ અસર થઈ. આચાર્યશ્રીએ રાજકારણને મારીનો કરંડિયો કહ્યો. કરંડિયામાંથી કયે કાળે શું નીકળશે, એ કંઈ ન કહેવાય. એમાંથી સાપ પણ નીકળે, ધો પણ નીકળે ને રાખોડી રંગનું બૂતર પણ પાંખ ફફડાવતું નીકળે ! સાપ બીવડાવે, ઘો ગભરાવે ને કબૂતર શાંતિના સમીર પણ લહેરાવે. બધું પરિસ્થિતિ પર નિર્ભર. એટલે રાગ એ સમયધર્મ છે અને ધર્મરંગ એ સનાતન ધર્મ છે. રાજકારણ ગમે તેવાને એક ને એક દિવસ શ્રમિત કરે છે. રામરાજ્યના સ્થાપક શ્રીરામને પણ આખરે દેહને સરયૂમાં વિસર્જન કરવો પડ્યો હતો; રાવ દુર્ગાદાસને આખરે માલેશ્વરનો આશરો લેવો પડ્યો હતો; પાંડવોને હિમાલય ગાળવો પડ્યો, એ સુવિદિત બીના છે. શ્રમ જ્યાં નિરર્થક નીવડે છે, અને એક મોટા મનખેદ સાથે વિસર્જન થવું ૪૪ * મંત્રીશ્વર વિમલ Page #60 -------------------------------------------------------------------------- ________________ પડે છે, એ વખતે અગર લેઈ મન અને દેહને ભાંગી પડતાં ટકાવી રાખે છે તો તે માત્ર ધર્મ; નહિ તો આત્મહત્યાનું પાતક વહોરવું પડે છે. રાજકારણના જખમ આવા છે, ને એક વાર જખમ થયા પછી એમાં મીઠું જ ભભરાવાય છે. એમાં કંઈ મલમ લગાડે તો કેવળ ધર્મ જ ! વિમલ મંત્રીનાં હૃદયદ્વાર ખૂલી ગયાં : જીત ! વિજય ! અપરંપાર વિજય ! એનો હિસાબ જ નહિ, પણ જાણે બધું જ માયાવી ! આખી બાજી જીતીને હારી ગયા ! વિમલ મંત્રી જૂની ઘટનાઓ યાદ કરી-કરીને વર્ણવી રહ્યા : “ગુરુદેવ ! એકલવ્યની જેમ વગર ગુરુએ વિદ્યા હાંસલ કરી અને ધનુર્વિદ્યામાં અજોડ બન્યો. આખા પાટણપુરના બાણાવળીઓ એકઠા થયા હતા. મહાચજ ભીમદેવે બાણવિદ્યાની પરીક્ષા યોજી હતી. હું તો હજી સાવ નવજુવાન હતો. અને ધનુર્વિદ્યામાં મેં બધા ગુર્જરવીરોનાં માન મુકવ્યાં ! વલોણું ફેરવતી સુંદરીના કાનની ઝબૂકતી કાલ વધી બતાવી ને એવા-એવા કંઈક પ્રયોગો કરીને રાજ્યમાં માન મેળવ્યું, અને દંડનાયક પદ હાંસલ કર્યું.” આચાર્યશ્રી મહામંત્રીની વાતને સાંભળી રહ્યા. એ ધસમસતા વિચારપ્રવાહને રોક્વા ઇચ્છતા નહોતા. વિમલ મંત્રીની વાધારા આગળ ચાલી : “આ એક જીતને ઝાંખી પાડે તેવી બીજી જીત ! સાહસને સદ્ય છાતી સાથે દાબેલું રાખ્યું. એક ઘડીનો પણ પ્રમાદ ન કર્યો. એક દહાડો પાંજરામાં આણેલો નવો વાઘ છુટી ગયો. યમને જોઈ જીવ ભાગે, એમ બધા વીરો ઘરમાં પુરાઈ ગયા. એ વખતે હું આગળ ધસ્યો. વાઘને બાથમાં લઈને ધબી દીધો ને ગાયને વાડામાં પૂરે એમ પાંજરામાં પૂર્યો ! જીત ! વિજય ! વિજય તે ક્વો ? મારી વિરતાનાં ગીત ગરબે ગવાયાં.” “મંત્રીશ્વર ! દુનિયા તો પરણે તેનાં ગીત ગાનારી છે !' આચાર્યશ્રીએ સમિત કહ્યાં. વિમળશાહ તો પોતાની કથની કહેવાના આવેગમાં હતા. સંસારમાં સર્વથી છૂપું રખાય, પણ ગુરુથી કંઈ ન છૂપાવાય, એ નીતિસૂત્રમાં એ માનનારા હતા. એ આગળ બોલ્યા : “અરે, એ વિજયને ભુલાવે એવો એથી અધિકે તરસ્યાને પાણી ૪૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ વિજય ! પાટણમાં એક મલ્લ આવ્યો. વિખ્યાત મલ્લ. એ મલ્લ સાથે કુસ્તી કરતાં ભલભલાનાં પાણી ઊતરી ગયાં. મેં એ મલને પડકાર્યો અને એને ચાર ખાના ચીત કરી ગુજરાતના વીરત્વને અણનમ રાખ્યું. જીતના મારા વાવટા હવે તો ચારેતરફ ફરકતા થયા હતા, ગુરુદેવ !” “અતિ પ્રશંસાનું બીજું પાસું અતિ નિદ્ય છે. અને કાવતરાખોરી એ રાજકારણની અનિવાર્ય ઊપજ છે.” આચાર્યશ્રીએ કહ્યું. વિમલશાહે એ શબ્દો ઝીલી લેતાં કહ્યું : “સાચું કહ્યું ગુરુદેવ ! કાવતરાખોરોએ મારાજા ભીમદેવને ચઢાવ્યા. કહ્યું કે સ્ત્રીનું અતિ બળ અને સેવનું અતિ પ્રિયત્વ સ્વામીને આખરે સંતાપનું કારણ બને છે. અને - “મારી સેવાઓ પળવારમાં ભુલાઈ ગઈ. મારી ખણખોદ શરૂ થઈ. રાજે ભારે લેણું કહ્યું. કેટલું મોટું લેણું ? મારી સાત પેઢી પણ ભરી ન શકે એટલું ! વાઘ અને મલ્લ કરતાં આ નવું યુદ્ધ કપરું હતું. પેલામાં માણસનો જીવ જતો, આમાં જીવ અને યશ બંનેનું જોખમ હતું. અને માણસ જીવતો હોય તો યશ માટે જ જીવે છે ને ! યશ વિનાના માનવના જીવનમાં ને પથ્થરના જીવનમાં કંઈ ફરક નથી. “આ ભયંકર મોરચે પણ મારા નીતિતત્ત્વનો વિજય થયો. હું અણીશુદ્ધ બહાર આવ્યો. પણ પછી ખારીલા લોકેએ ટાઢે પાણીએ ખસ જાય, તેવો ઘાટ રચ્યો ! “રે! જેની તન, મન અને ધનથી સેવા કરી એ રાજસેવાનું ખપ્પર મારું બલિદન લેવા લંબાયું. આબુની તળેટીમાં આવેલી ચંદ્રાવતી નગરીનો પરમાર રાજા ધંધુક્રાજ માથાભારે થયો હતો, ગુજરાતના રાજાને ગાંઠતો નહોતો. ખંડણી ભરવાની તો વાત જ કેવી ? , પાટણપતિએ બળતું ઘર કૃષ્ણાર્પણ કરવાનો ઘાટ રચ્યો ! રાજધાનીમાંથી મારો વંટો કાઢવા હુકમ કર્યો અને કહ્યું કે ધંધુકરાજને જીતીને ત્યાં થાણું નાંખીને રહો ! મહારાજ ! એ દિવસે મને ગુજરાત જાકારો દેતું લાગ્યું. પાટણમાં પાણી પીવાનો પણ સમય ન રહો ! હું સેના લઈને નીકળ્યો. સેના પણ નામની ! એનાથી ફતેહ હાંસલ ન થાય.” ૪૭ મંત્રીશ્વર વિમલ Page #62 -------------------------------------------------------------------------- ________________ “રાજકારણ જેને પ્યાર કરે એને સોનાની પાઘડી બંધાવે. રાજકારણ જેનો દ્વેષ કરે, એની હસ્તી પણ ન સાંખે !” આચાર્યશ્રીએ કહ્યું. એ ભારે મરમી લાગ્યા. “હસ્તી મિટાવવાનો જ આ યત્ન હતો. મને પણ હવે ખરે વખતે ખોટ ખાધા જેવું જીવતર ભારે લાગતું હતું. યુદ્ધમાં આત્મ-સમર્પણ કરી દેવાના નિશ્ચય સાથે હું નીકળ્યો. “ધારણા હતી કે યુદ્ધ ભયંકર થશે અને મારી પાસે સુવ્યવસ્થિત સેના નથી, એટલે મારો પરાજય થશે.' રણમાં મેં ી પીઠ બતાવી નથી, એટલે પરાજય મારો પ્રાણ લેશે. રે ! નિરંતરની ચાલબાજીઓમાં જીવવા કરતાં રણભૂમિમાં થયેલો આ પ્રાણત્યાગ મીઠો લાગશે. પણ વિધાતા મને જિવાડવા માગતો હશે. બન્યું એવું કે વિમલ મંત્રીના નામથી જ ડરીને ધંધુકરાજ ભાગી છૂટ્યો ! “પુણ્યવાનને પગલે વિજય જ હોય છે. વગર લડ્યે વિજય હાંસલ થયો ને ?” આચાર્યશ્રીએ વિમલ મંત્રીને બિરાવ્યા. “હ્ય, મહારાજ ! એક વધુ વિજય લાધ્યો. ચંદ્રાવતી પર ગુજરાતનો કુક્કુટજ રોપાયો, મહારાજ ભીમદેવની આણ વર્તાઈ. રાજકારણમાં બેય બાજુ ઢોલકી વગાડનારા ઘણા તક્સાધુ હોય છે. ઊગતા સૂરજની પૂજા એ એમનો સિદ્ધાંત હોય છે. તેઓ એકાએક મારા હિતસ્વી બની ગયા ને મને વગર માગી સલાહ આપવા લાગ્યા : ‘મંત્રીશ્વર ! અહીં ક્યાં ભીમદેવનો હાથ પહોંચવાનો છે ? રાજા થઈ જાઓ, રાજ તમારું કરો ! નિષ્ફળ ગયેલો બંડખોર ગુનેગાર. સફ્ળ થયેલો બંડખોર રાજા ! પાટણ તમારા માટે હવે કાંટાની પથારી છે.” “કહેનાર તો કહે, પણ ગુરુદેવ ! મને એ સલાહ ન રુચી. સંસારમાં એક પક્ષ અધર્મ આચરે, એટલે સામાએ પણ એ જ રીત આચરવી ? અંધકારની સામે અંધકા૨ ધરવાથી કંઈ અર્થ ન સરે. હું માત્ર ગુજરાતનો સૂબો બનીને ચંદ્રાવતીમાં રહ્યો. પરમાર રાજાને ફરી અહીં આણ્યો ને મહારાજા ભીમદેવની આણ અરવલ્લીના પહાડોમાં ગુંજતી કરી. “પણ મારા કલાકાર આત્માને ચેન નહોતું. મારા ઘરને જોઈને મહારાજાની આંખો ફાટી રહી હતી. એ માત્ર વ્યવસ્થા ને સુરુચિભરી સુઘડતા જ તરસ્યાને પાણી ૨ ૪૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ હતી. મેં ચંદ્રાવતીને નવી નગરી બનાવી. આરસની નગરી ! સ્વપ્નની નગરી ! દેવની અમરાપુરી ! “પણ મારો આત્મા હવે જુદાં ઉડ્ડયનો કરતો હતો. માચ સંતપ્ત મનને ધર્મવાદળીએ છાંટવાનો યત્ન આદર્યો. મેં શત્રુંજયનો સંઘ કાઢ્યો ! “યુદ્ધના સંઘ ઘણા રચ્યા, હવે શાંતિના સંઘ મને રુચ્યા. સંતાપવાળો મારો આત્મા ત્યાં સંતોષ પામ્યો. યાત્રામાં આપ મળ્યા. સત્સંગથી મન સુખિયું થયું. મનની ઘણી વાતો આજે કરી દીધી. હવે જીવનનું નવપ્રસ્થાન આદરવું છે.” વિમલ મંત્રીએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું. આચાર્યશ્રી વિમલ મંત્રીના ચહેા સામે જોઈ રહ્યા, જાણે શ્રાવણની જળભરી વાદળી જોઈ લો ! વિમલ મંત્રીએ વળી કહ્યું : “ગુરુદેવ ! આતમ નગરીમાં આગ લાગી છે. એને ઠારવા કંઈક કરો. ઘણું ઘણું પામીને જાણે હું સાવ ભિખારી થઈ ગયો છું. બધું ખાલી, ખાલી ને શૂન્યના સરવાળા જેવું લાગે છે. વિત્ત, અધિકાર એ બધું જ નિરર્થક ભાસે છે.” આચાર્યશ્રી સંતોષ અનુભવી રહ્યા. તેઓ મનભર અવાજે બોલ્યા : “રાજકારણની શેતરંજના ખેલાડીઓની રમત હંમેશાં અધૂરી રહે છે, ને અધૂરી રમતે જ એમને ઊઠવું પડે છે. રાજકારણ તો રેશમના કીડાના કોશેટા જેવું છે; એમાંથી કોઈ છૂટ્યો નથી. વ્રજળની કોટડીમાંથી રંગાયા વગર કોઈ બહાર નીક્ળ્યો નથી. એ તો એ ભ્રમણામાં રહે છે કે મારા વગર આ ગાડું કેમ ચાલે ? અને ખરેખરું આશ્ચર્ય તો એ વાતનું હોય છે, કે ગાડાના બળોને પણ એની મુખછબી અકારી થઈ પડી હોય છે ! ઘણા લોકો તો એને ગાડાની નીચે ચાલતો શેખીખોર તો જ માને છે ! જો કર્મ કરીને બહુ લાંબા ફ્ળની અપેક્ષા વગર રાજકારણી પુરુષો નિવૃત્ત થતા હોય, તો સુદીર્ઘ ધર્મકારણ પણ એની પાસે ઝાંખું લાગે !' આચાર્યશ્રી આટલું બોલીને મંત્રીશ્વરના મુખ સામે જોઈ રહ્યા. વિમલ મંત્રી જાણે હજી પણ તાપમાં શેકાતા હોય એમ બોલ્યા : “કીર્તિ અને વાહ વાહ શૂન્ય ભાસે છે. ગુરુદેવ ! ખરેખર, મારા શૂન્યનો સરવાળો કરું તો મેં અતિશય ઘોર કર્મ કર્યાં છે. હજારો કે લાખોની સંખ્યામાં મેં લોકોને ૪૮ ૭ મંત્રીશ્વર વિમલ Page #64 -------------------------------------------------------------------------- ________________ સમરાંગણમાં ધૈર્યા છે. ન જાણે કેટલાંયની મારા હાથે હત્યા થઈ હશે ! મેં શત્રુઓના દેશ ઉજ્જડ કર્યા, નગો લૂંટ્યાં, બાળક અને તેની માતાને વિખૂટાં પાડ્યાં, મોટા મોટા રાજાઓને દંડ્યા, શત્રુઓના ખજાના લૂંટ્યા, ન કરવાનાં કર્મ શત્રુભાવે અને મિત્રભાવે કર્યાં. હવે એવો કોઈ માર્ગ બતાવો કે આ ભવસાગર તરી જાઉં.” “ધન્ય વિમલ ! તેં તારા રાજા માટે, તારા દેશ માટે આ બધું ફરજ સમજીને કર્યું. હવે તારા પોતાના માટે ધર્મનું શરણ સ્વીકાર. વાલિયામાંથી વાલ્મીકિ બન્યા હતા, તો તું ઉપયોગવાળો આત્મા છે. તારા હૃદયની આગ તને જરૂર પવિત્ર કરશે.” આચાર્યે કહ્યું. “આચાર્યવર !” વિમલ મંત્રી બોલ્યા, “એક વાત હેવાની રહી ગઈ. છેલ્લી રાતે પ્રભાતકાલે મને સ્વપ્ન આવ્યું. મેં એક ગંધહસ્તી જોયો અને એને મેં કાનથી પડ્યો.” “ધન્ય ધન્ય ! તારું જીવન ગંધહસ્તી જેવું થશે. તને પુત્રરત્ન અને કીર્તિરત્ન બંને પ્રાપ્ત થશે.” “પણ મારા જીવને શાંતિ મળે તેવું કંઈક સૂચવો. મારા ધનની સાર્થકતા થાય તેવું કોઈક કાર્ય ચીંધો. બળતા હૃદયને સત્કર્મની કોઈ આછી-આછી વાદળી સઘાળ છાંટ્યા કરે એવું કંઈક બતાવો.” “એક રીતે તારાં કર્મ ઘણાં ભારે છે : જે નસરી એ નરકેશ્વરી. તારો કર્મભાર હળવો કરવા જગત-તારક તીર્થ સરજાવ.” “તીર્થ સરજાવું ?” .“હા, એ તીર્થની યાત્રા કરનારાં પોતાનાં પાપ ભેગાં તારું પાપ પણ ધોશે- પોતાનાં વસ્ત્ર ધોનાર ધોબી જેમ પથ્થરને પણ ધુએ છે તેમ ! ને તું સદૈવ મંદિર, મૂર્તિ ને ધર્મના વિચારમાં રહીશ, એટલે તારી વિચારશ્રેણી નિષ્પાપ થશે.” “ગુરુદેવ ! આપ જ મારા માટે જંગમ તીર્થ છો. ક્યો, કયું સ્થાવર તીર્થ સ્થાપું ?” વિમલ મંત્રી ભાવપૂર્વક બોલ્યા. આચાર્યશ્રીએ દૂર દૂર ઊંચી ટેકરીઓ તરફ નજર ચીંધતાં કહ્યું, “અર્બુદ તરસ્યાને પાણી * ૪૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ પર્વત પર દેરાં બાંધ. આ પહાડ પણ હિમાલય જેવો પવિત્ર છે. એક્વાર અહીં સરોવર હતું. ધરતીકંપ થયો અને અહીં જમીન ને ટેકા નીકળી આવ્યા. એ જ વખતે હિમાલયનું એક શિખર ભૂમિમાં ઊતરી ગયું. કહે છે કે એ અન્દરૂપે અહીં પ્રગટ થયું. આ ભૂમિ પણ મારી છે. શ્રીમાલ-ભિલ્લમાલના અમે મૂળ રહેવાસી. પ્રાગવાટ-પોરવાલ જ્ઞાતિ અમારી. અહીં જ અમારા પૂર્વજ નીના શેઠના નામની હાક વાગતી. કોટ્યાધિપતિની શાખ અમારી હતી. ભિલ્લમાલ ભાંગ્યું ને અમે ગુજરાતના ગાંભુ ગામે જઈ વસ્યા.” મંત્રીશ્વરે જૂનો ઇતિહાસ સંભાર્યો. - “સિંહ અને સપુરુષોને પોતાનું કે પારકું હોતું નથી. જ્યાં જાય છે, ત્યાં પોતાનાં પરાક્રમથી ભૂમિને અને યશને પોતાનાં કરે છે. ભારત સહુની માતા. ભિલ્લમાલ કે પાટણ તો એનાં જુદાં-જુદાં અંગ છે. મંત્રીરાજ ! ધરતીને ધર્મથી ને જીવનને ત્યાગથી શોભાવો.” આચાર્યશ્રી ધર્મઘોષસૂરિએ ટૂંકે મંત્ર આપ્યો. “આચાર્યવર ! હવે તલવાર તો પ્રભુચરણે મૂકી દીધી છે. સુંદર નગર રચવાનો ઇરાદો નથી. ને ગૃહપ્રાસાદમાં પ્રેમ રહ્યો નથી. હવે હું પ્રભુપ્રાસાદ જ રચીશ અને ત્યાં મારી કલા ઠાલવીશ. મારા અંતરની આગ ઠારશે તો એ ઠારશે.” તો મંત્રીરાજ ! માતા અંબાજીનું આરાધન કરશે. એની સહાય હશે, તો તમારું કામ પાર પડશે.” “જેવું આપશ્રીનું વચન ! મા અંબા તો અમારાં આરાધ્ય દેવી છે.” ને વિમલશાહ ખુશ થતાં-થતાં ઘેર ગયા. આજ એમની છાતી પરથી હજારો મણની શિલાઓનો ભાર જાણે દૂર ખસી ગયો હતો ૫૦ મંત્રીશ્વર વિમલ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અર્બુદાચલ ચંદ્રાવતી અર્બુદાચળની પૂર્વ તરફ્ની તળેટીની નજીક વસેલું હતું. મહમંત્રી વારે-વારે એ ઊંચા પહાડનાં સુંદર શૃંગો સામે નીરખી રહેતા. અને રાજકાજમાંથી નિવૃત્ત થતાં અર્બુદાચલ પર આવેલા અચલગઢ પર જઈને રહેતા. અહીં એમનું ભારે દિલ હળવું ફૂલ બની રહેતું. એ જ ભૂમિ ૫૨ ગુરુદેવે દેરાં બાંધવાનો આદેશ ર્યો : જાણે જોઈતું હતું ને વૈદ્યે કહ્યું. વિમલશાહનું કલાકારનું દિલ અને દાનવીરતાના હાથ હવે આ પુણ્યભૂમિ તરફ લંબાયા હતા. એ હમેશાં ભાવના ભાવતા કે એ શિખરો પર વીતરાગનાં કલામય મંદિરો સરજું ! એવાં સરજું કે માણસને સોનું ફેંકી દેવાનું અને પથરા સંઘરવાનું મન થાય; ભલભલા રાજવીને તલવાર ફેંકી દેવાનું અને તસબી ઉપાડી લેવાનું દિલ થાય. આ પહાડ પર આજે વીતરાગનું એકે મંદિર નહોતું. પઘડ જંગલી જાનવરોથી ભરેલો હતો. આબુ એ હિમાલયનો ભાગ લેખાતો. જૂના લોકો વાતો કરતાં કે પહેલાં આ તપોભૂમિ હતી. ઋષિઓ આ પર્વતના શિખર પર વાસ કરતા અને પરમાત્માનું ધ્યાન ધરતા. અર્બુદાચલ ♦ ૫૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ અહીં વશિષ્ઠ ઋષિની કામધેનુ ગાય ચરવા આવતી; મીઠો મધ ચારો ચરીને, નિર્મળ જળ પીને સાંજે પાછી ફરતી. એક દિવસ ઋષિ રાહ જોઈને બેઠા હતા. સાંજ ઢળી ગઈ હતી, ને રાત પડવાની તૈયારી હતી, પણ કામધેનુ ગાય ચરીને પાછી આવી નિહ ! ઋષિ ગાયને શોધવા નીકળ્યા. અંધારું થતું જતું હતું. એવામાં કામધેનુની હાવળ સંભળાણી. ઋષિ દોડ્યા : “બાપ ગાય ! મા કામધેનુ ! તમે ક્યાં છો ?” જોયું તો કામધેનુ મોટા ઊંડા ખાડામાં પડ્યાં હતાં. ઉત્તક ઋષિના આશ્રમનો એ ખાડો હતો. ઘણા બધા એકઠા થયા હતા, પણ ગાય માતા બહાર નીક્ળી શકતાં નહોતાં. ઉત્તક ઋષિએ વશિષ્ઠ મુનિને જોયા, ને તેમનું મોં પડી ગયું. મનમાં થયું કે શું જવાબ આપીશ ? ત્યાં તો વશિષ્ઠ મુનિએ હાકલ કરી : “ગૌમાતા ! તમે કામધેનુ છો. તમારા દૂધથી આ ખાડો ભરી લો, ને દૂધના સરોવરમાં તરતાં-તરતાં બહાર નીકળી આવો !” “રે મુનિજી ! મારું દૂધ મારા સુખ જે ન વપરાય; તો તો મારો ગોધર્મ લાજે. મારા દૂધ પર તમારો હક. હારની આજ્ઞા જોઈએ. હું વિચારમાં જ હતી, કોઈ મને આજ્ઞા કરે. હવે તમારી આજ્ઞા છે, તો હું મારા દૂધનો ઉપયોગ કરીશ.” મધેનુએ તો આંચળમાંથી દૂધની ધારા છોડી. સરર કરતી સેડો છૂટી. જોતજોતાંમાં ખાડો છલોછલ ભરાઈ ગયો. ગાય માતા તરતાં-તરતાં બહાર નીકળી આવ્યાં; આવીને હાથ જોડીને બોલ્યાં: “અમારું દૂધ આ રીતે વપરાય તે ઠીક નહિ. ઋષિવર ! આનાથી તો જતે દિવસે, પડતે કાળે, ઝાડ પોતાનાં ફ્ળ ખાતાં થાય ને ગૌમાતાઓ પોતાનું દૂધ પોતે વાપરતી થાય. આ ખાડો પૂરી દેવો જોઈએ. એની વ્યવસ્થા કરો. “એ કેમ બને, માતાજી ?” બધા પ્રશ્ન કરી રહ્યા. “આપ પર્વતરાજ હિમાલયને વિનતી ક્યે, એમનું એક શિખર અહીં ', મોક્લે.’ “હિમાલય અહીં શિખર મોકલશે ખરા ?” પર જ મંત્રીશ્વર વિમલ Page #68 -------------------------------------------------------------------------- ________________ “શા માટે નહિ ? આ પર્વત પણ એટલો જ પવિત્ર છે; ને નગાધિરાજનો અંશ આમાં ભળતાં એ અધિક પાવનકરી બનશે.” કામધેનુએ કહ્યું. વશિષ્ઠ ઋષિ તો હિમાલય પાસે પહોંચ્યા. પર્વતરાજ પાસે માગણી કરી. હિમાલય પર્વતે કહ્યું, કે “મારો પુત્ર નંદિવર્ધન એ ક્રમ માટે ત્યાં આવવા તૈયાર છે. ભાવિક લોકોને આટલે દૂર આવવાની તક્લીફ પણ દૂર થશે. પણ એને ત્યાં કોણ લઈ જાય ? ગંગાને લાવવા ભગીરથનો ખપ પડ્યો, એમ મારા પુત્રને ત્યાં લઈ જનાર કોઈ ભગીરથ જોઈશે.” અન્દ નામનો નાગ ત્યાં હાજર હતો. એણે કહ્યું, “મારી પીઠ પર નંદિવર્ધન બેસી જાય. હું એને ત્યાં પહોંચાડી દઈશ.” બસ. તરત જ નંદિવર્ધન અબ્દ સર્પ પર સવાર થયો, ને ખરરખટ કરતા બંને આ પર્વત પર આવ્યા. નંદિવર્ધને શિખરથી ખાડામાં સ્થાન લીધું ને તરત ખાડો પુરાઈ ગયો, ને પહાડ પર ઘણી જગા થઈ ગઈ ! અર્બદ સર્પ પણ અહીં જ રહી ગયો. એ છ-છ મહિને પડખું ફેરવે છે, ત્યારે હજીય પહાડ હાલે છે. એ અન્દ સર્પના કરણે આ પર્વતનું નામ અર્બુદ આબુ પડ્યું. ને નંદિવર્ધન શિખરે ખાડો પૂર્યો, માટે ઘણા એને નંદિવર્ધન પણ કહેવા લાગ્યા. વિમલશાહે આબુ પર્વતનો આવો મહિમા યાદ કરતાં નિશ્ચય કર્યો કે આ પ્રાચીન અને પવિત્ર પહાડ પર જુગ-જુગ સુધી જેનો મહિમા રહે એવાં કલામય દેરાં બાંધીશ. કહેવાય છે કે અહીં ભરતદેવ યવર્તીએ દેશે બાંધેલાં; આ પથ્થર પર ઘણા મુનિરાજોએ તપ કરી મોક્ષ મેળવેલો. અરે ! આચાર્ય પાદલિપ્તસૂરિ આકાશગામી હતા. રોજ શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, આબુ અને સમેતશિખરની યાત્રા કરી આહાર ગ્રહણ કરતા. અહીં જ વશિષ્ઠ ઋષિનો યજ્ઞકુંડ હતો, અને એમાંથી જગતનું રક્ષણ કરવા પરમાર, પડિહર, સોલંક ને ચૌહાણ નામના ચાર પુરુષો એમણે પેદા કરેલા. એ પવિત્ર પહાડ પર દેરાં બાંધું ! વિમલશાહનો ઉત્સાહ દિન-દિન વૃદ્ધિ પામી રહ્યો. અર્બુદાચલ પ૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉદારતાની અવધિ અર્બુદાચલનાં શિખરો ઉપર યુગાદિનાથનાં મોટાં મંદિરો હતાં. એ વાત ઉપર આજે તો વર્ષોનાં વહાણાં વાઈ ગયાં. એ વખતે એની શોભા ને એની ભવ્યતા અજોડ હતી. દેશદેશથી હજારો ભક્તો પ્રતિવર્ષ અહીં દર્શનાર્થે આવતા. પટ્ટન સો દટ્ટણ, એ નિયમ પ્રમાણે કાળનો ક્યોર પ્રવાહ આવ્યો અને મંદિરો ખંડેર બની ગયાં. એ ખંડેરો પણ પૃથ્વીની છાતી ઉપર ન ટક્યાં. એ ઉપર માટીના થર બાઝયા ને વખત જતાં ત્યાં ઝાડ ને ઘાસથી ભરેલું જંગલ બની ગયું. રાની પશુઓ ત્યાં વસવા આવ્યાં. માણસોની અવરજવર ઓછી થઈ ગઈ. આ નીરવ એકાંતનો લાભ લેવા અઘોરીઓ આવ્યા, તાંત્રિકો આવ્યા; બેપરવા મસ્તરામ સાધુઓ અહીં આવીને વસ્યા. ક્યાંક-ક્યાંક નાનાં મંદિરો ને નાની દેરીઓ દૃષ્ટિગોચર થવા લાગ્યાં. એ મંદિરોમાંથી અવારનવાર શંખ ફૂંકાતા અને હવનનો ધુમાડો ગૂંચળા ખાતો આકાશમાં ચઢતો. ર્દીક આરતી વખતની મધુર ઘંટડીઓનો રણકાર સંભળાતો. એ સિવાય આ સ્થાન નિર્જન હતું. ૫૪ × મંત્રીશ્વર વિમલ Page #70 -------------------------------------------------------------------------- ________________ અહીં સંધ્યાની નમતી હવામાં ચંપાનાં ફૂલ પરિમલ પ્રસારતાં. સવારે કેસૂડાંથી આખી ભૂમિ સુશોભિત બની જતી. ીક પૂજારીઓની ગાયો અહીં આવતી ને એમના ગળાની ઘંટડીઓ ગાજી રહેતી. આજે વિમળશાહ આબુ ઉપર ચઢી રહ્યા હતા. શ્રીદેવી પણ સાથે હતી. પાછળ નોકરવર્ગ ધીરે-ધીરે ચાલ્યો આવતો હતો. જેઓ ી આટલું ચાલવાને ટેવાયેલાં નહોતાં, તે આજ ઉલ્લાસભેર તીર્થોદ્ધારના વિચારમાં ઝડપથી આગળ વધ્યે જતાં હતાં ! વિમળશાહને અહીં મંદિરો બાંધવાં હતાં, યુગ-યુગ સુધી ન ભુલાય તેવી કૃતિઓ સર્જવી હતી, પણ બધું ન્યાય અને નીતિને માર્ગે કરવું હતું. સત્તા કે અધિકારનો એમાં અંશ પણ ન આવવો જોઈએ. પ્રથમ રાજઆજ્ઞા જોઈએ. માટે એમણે મહારાજા ભીમદેવની આજ્ઞા પણ મંગાવી હતી. આ પછી અહીંના રાજા ધંધુકરાજની અનુમતિ ઇચ્છી હતી. ધંધુકરાજે એ સહર્ષ આપી હતી. આ પછી વિવેકી વિમળશાહે પોતાના વડીલ ભાઈ મંત્રી નેઢની પણ એ માટે રજા માગી લીધી. ગુર્જરપતિ સમજતા હતા કે વિમળશાહ કલારસિક છે. એ જે કરશે તે રાજ્યને શોભા આપનારું જ કરશે. એથી એમણે જોઈએ તેટલી જમીન લઈ લેવાની આજ્ઞા મોક્લી આપી. સૌ ચઢતે પરિણામે આબુરાજનાં શિખરો ઉપર આવી પહોંચ્યાં. અહીં પંખીઓ મધુર ગાન ગાતાં હતાં, રસવાળી વેલો મંડપ રચતી હતી ને ફૂલછોડ પર ભમરા ગુંજારવ કરતા હતા. સુંદર તીર્થ માટે સૃષ્ટિસૌંદર્ય અનિવાર્ય હતું. ખરેખર, મન મસ્ત બની મયૂરની જેમ નાચી ઊઠે તેવી આ ભૂમિ હતી. અહીંના સૂર્યાસ્ત ને સૂર્યોદય જોવા એ પણ અનુપમ લાવા સમાન હતું. આચાર્ય ધર્મઘોષસૂરિ પણ એ વખતે ત્યાં આવી ગયા હતા. આબુ ઉપર રહેનાર બ્રાહ્મણવર્ગ અને પૂજારીવર્ગે આ ઉદ્ધારની વાત સાંભળી, ને તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા. ઉદારતાની અવધિ : ૫૫ ܀ Page #71 -------------------------------------------------------------------------- ________________ તેઓએ હ્યું, “આ ભૂમિ તો અમારી છે.” વિમળશાહ પાસે વિજયી તલવાર હતી ને ગુર્જરપતિનો પરવાનો હતો; પણ તીર્થરચના માટે એ નિરર્થક હતાં. છેલ્લા કેટલાક સમયથી પૂજારીઓ ને બ્રાહ્મણો આ પ્રદેશ પર વસતા હતા અને એની દેખરેખ રાખતા હતા; એટલે તેઓનાં મન ખુશ કરવા માટે વિમળશાહે સુંદર બદલો આપવાનો વિચાર કર્યો, અને શ્રીદેવીની સલાહ પૂછતાં કહ્યું, " “શ્રીદેવી ! જોઈને આ ભૂમિ. અહીં જ યુગાદિદેવનાં સુંદર દેરાં સર્જવાં છે. આપણા ધનની સાર્થકતા થશે તો અહીં થશે.” “જીવનની પણ સાર્થકતા થશે તો અહીં થશે નાથ ! મારું મન તો મોહી ગયું છે. હવે તો આ પઘડ પરથી નીચે ઊતરવાનું મન પણ થતું નથી ! ભૂંડાં તમારું રાજકાજ ! કરી, કરી અને ન કરી જેવી તમારી નોકરી ! ઓહ ! મને તો અહીં રમતાં જંગલી ભૂંડ ને પામર સસલાં જગતનાં માણસો કરતાં પ્યારું લાગે છે !” શ્રીદેવીએ કહ્યું. એનું મન તો અહીંની શોભામાં મગ્ન બન્યું હતું. “ખરી વાત છે. આ જંગલની શાંતિ રાજમહેલમાં ક્યાં મળે તેમ છે ? ને આ ઝરાના જળની શીતળતા સુવર્ણ કુંભમાં ભરેલા જળમાં ક્યાંથી પ્રાપ્ત થવાની છે ? આ ગુફાઓમાં જે જીવન જીવવાની ઉષ્મા છે, એ બીજે ક્યાં મળવાની છે ? મારું મન પણ અહીં શાંતિ અનુભવે છે !” “આ યોગભૂમિ છે, પણ રાજકારણના વો અહીં આવે તો ભોગભૂમિ બની જાય. માટે તમારી ખટપટોને અહીં ન આણશો. હું તો હવે અહીં જ રહીશ.” “શ્રીદેવી ! તારી જેમ નિશ્ચય સાથે હું કોઈ વાત ન કહી શકું; પણ એટલું તો કહી શકું કે રાજઆજ્ઞાથી ક્યાંય જવું અનિવાર્ય થશે તો મારું ખોળિયું ત્યાં જશે, બાકી મારો પ્રાણ તો અહીં જ રહેશે. આ દેવભૂમિના આશ્રયે રાજસ્થાનો ને દેશથાનો મેં નિષેધ કર્યો છે.” “બરાબર છે, મારા જનકવિદેહી !મિથિલા જલે, એમાં મારું શું જલે, એવી ભાવના રાખજો ! રાજકાજ તો એવાં છે કે પળભરની નિરાંત માણવા દેતાં નથી. માણસની વિદ્યા, બુદ્ધિ, આનંદ, શાંતિ અને છેવટે પ્રાણ પણ હરી લે છે !” ૫૬ : મંત્રીશ્વર વિમલ Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવીની પ્રસન્ન નજર અર્બુદાચલનાં સોહામણાં શિખરો પર ફરતી હતી. વિમળશાહના શ્રમિત દિલ-દેહને આ વાતાવરણ પ્રફુલ્લાવી રહ્યું. એમણે ઉત્સાહમાં કહ્યું, “શ્રીદેવી ! આપણા જીવનનું છેલ્લું ને મહત્ત્વનું કાર્ય આ હશે. આપણી બુદ્ધિ ને આપણે તમામ ધન હવે અહીં ઠલવાશે.” શ્રીદેવીએ જણાવ્યું, “નાથ ! આ જમીન આપણે મન સોના જેવી છે, માટે સોનામહોરો પાથરીને તેનો બદલો આપો !” શ્રીદેવીનાં વચનો સાંભળી વિમળશાહે હસતે મુખે કહ્યું : “દેવી ! હું એ જ વિચાર કરતો હતો, પણ તારું મન જાણવાની ઇચ્છા હતી. વારુ, પણ ચિતા એક વાતની છે. આપણી પાસે ગોળ સોનાનારું છે. એ પાથરીએ તો વચ્ચે થોડી જમીન ખાલી રહે. માટે તેનાથી ચલાવી લેવું કે નવા ચોરસ સિક્ક તૈયાર કરાવવા ?” “સોયના નાકા જેટલી જમીન પણ એમ ને એમ ન લેવી. નવું ચોરસ સોનાનાણું ઢાળો. એથી બ્રાહ્મણો અને પૂજારીઓને પ્રસન્ન કરો. અને એમની શુભેચ્છા સાથે દેવાલય નિપજાવો.” શ્રીદેવીએ સ્પષ્ટ કહી દિધું. આ વાત સાંભળી સહુ આશ્ચર્યમાં ડૂબી ગયા. બ્રાહ્મણો અને પૂજારીઓને તો આ જૂની આંખે નવો તમાશો હતો. એમણે આખી ઉમરમાં આવી ઉધરતા ક્યાંય દીઠી નહોતી. વિમળશાહે ખજાનચીને હુકમ કર્યો : “ચોરસ સોનાનાણું બનાવી ભૂમિને ઢાંક ઘે !” હુકમ મુજબ સોનાનાણું કરાવવામાં આવ્યું, જમીન ઉપર પાથરવામાં આવ્યું. બ્રાહ્મણો અને પૂજારીઓ આ સોનું જોઈ હરખાયા ને શાહની ઉદારતાનાં ગુણગાન કરવા લાગ્યા. ભૂમિ નક્કી કરવાનું કામ સમાપ્ત થયા પછી બીજી ચિંતા કુશળ શિલ્પીને શોધી લાવવાની હતી. ગમે તેટલું દ્રવ્ય ખર્ચાય પણ જો કુશળ શિલ્પી ન મળે તો એ બધું એળે જાય. વિમળશાહે પોતાના બાહોશ સરકારને કુશળ શિલ્પશાસ્ત્રીને શોધી લાવવા રવાના કર્યો. ઉદારતાની અવધિ ૨૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ ©ાદ કરવામાં 'il|| ૧૫ અડશિલ્પી ગુજરાતનું શહેર છે. વડનગર નામ છે. એક કાળે એ પાટનગર હતું. આજ એ વૈભવ ચાલ્યો ગયો હતો, ને એ જાહોજલાલી પણ નાશ પામી હતી. શહેર સામાન્ય બની ગયું હતું. આ શહેરની આસપાસ નાનાં નાનાં પરાંઓ જેવાં ગામડાં વસેલાં હતાં. લોકે કારીગરી અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા. અહીંના કારીગરો કોતરણી કામ માટે પંકાતા. - સવારનો સમય હતો. સીમમાં જતી ગાયોના ધણની ખરીઓથી ઊડેલી ધૂળ બધે પથરાઈ રહી હતી. હવામાં ઠંડી હતી. એ સમયે વિમળશાહના સરદારે પોતાના મંડળ સાથે એ ધૂળિયા ગામમાં પ્રવેશ કર્યો. આવનારાઓ ગામથી અજાણ્યા હતા. કારીગરોનાં નામ પૂછતા જાય અને આગળ વધતા જાય. ધીરે ધીરે બધા એક ચોરા પાસે આવી પહોંચ્યા. ચોરામાં બાર-તેર માણસો સગડીની ચારે તરફ વીંટાઈને બેઠા હતા. ધીરી હાસ્યભરી વાતો ચાલી રહી હતી. સરદાર નજરે પડતાં બધા એ તરફ જોઈ રહ્યા. ૫૮ કમંત્રીશ્વર વિમલ Page #74 -------------------------------------------------------------------------- ________________ સરદાર પોતાના મંડળ સાથે નજીક આવ્યો, ને સૌએ રામ રામ કરી સામસામું સ્વાગત કર્યું. “ભાઈઓ, મહારાજા ભીમદેવના સેનાધિપતિ અને ચંદ્રાવતીના દંડનાયક શ્રીમાન વિમળશાહ આબુ પહાડ ઉપર દેવાલયો બંધાવવા માગે છે, અને તે માટે એક કુશળ શિલ્પશાસ્ત્રીની જરૂર છે. હું એની શોધમાં આટલો પંથ ખેડી અહીં આવ્યો છું. તમે મને કોઈ કાબેલ શિલ્પશાસ્ત્રી બતાવશો ?” સરદારે બેસતાંબેસતાં ખૂબ વિનયથી કહ્યું. “સરાર સાહેબ ! અમે બધાય શિલ્પશાસ્ત્રીઓ છીએ. અમાસ આ હાથોએ જ દક્ષિણના મોટા-મોટા કિલ્લાઓ બાંધ્યા છે; તોપોનો મારો ચલાવો પણ એમાંથી એકેય કાંકરી ખરે નહિ. અરે ! આ હાથથી કેટલાય મહેલો અને વિહારભવનો બંધાયાં છે !” એક વૃદ્ધે અભિમાન સાથે વાત કરી. “તમારી વાત સાચી, પણ મારો સ્વામી તો નવખંડમાં નામના રહી જાય તેવાં મંદિરો બંધાવવા ઇચ્છે છે. એને તો દુનિયા માથે અજોડ સર્જન કરવાના કોડ છે. એ કોડ પૂરા કરે તેવો કોઈ કલાકાર એને ખપે છે !” બધા વિચારમાં પડ્યા. થોડી વારે આગેવાન જેવા માણસે કહ્યું : “જુઓ, એક વાત કહીએ છીએ. પણ .ના....ના.....અમારો જીવ ચાલતો નથી. તમારાં ક્રમ વખતસર કરી આપવાનાં હોય અને કારીગરને તો મનમોજ ઉપર બધો આધાર હોય ! બિચારા ગરીબ કલાકારને પેલી વ્હેવત મુજબ પૂત લેવા જતાં ખસમ ખોવાનો ઘાટ થાય. મહેનતની મહેનત જાય અને માથે રાજની ખક્ષ્મી ઊતરે એ નફામાં !” આ સાંભળી સરદારના મુખ ઉપર ચિતાની રેખાઓ તણાવા લાગી. એણે ખૂબ ભાવભીના શબ્દોમાં કહ્યું : “ભાઈઓ ! રાજનાં આ કામ નથી. ચિંતા ન કરશો. આ તો ધ્યાધર્મના પાળનારનું કામ છે. એને મનુષ્યને ગાળ દેવામાંય પાપ લાગે છે. અરે ભાઈ ! એના ઘરની સ્ત્રી તો સાક્ષાત દયા અને ઉદારતાનો અવતાર છે. પ્રસન્ન થાય તો આખો ભવ તારી દે ! જરાય ભય વગર મને એ કલાકારનું નામ ક્યો ! હું એને પગે પડીશ ને મનાવીશ. એનો વાળ વાંકો થાય તો માચે જાન આપીશ. હું જૂઠું બોલતો હોઉં તો મને સોમનાથ ભગવાનની આણ.” અજોડ શિલ્પી ♦ ૫૯ www.jainelibrary:org. Page #75 -------------------------------------------------------------------------- ________________ સરઘરની નમ્રતાથી સૌ પીગળી ગયા. એક વૃદ્ધે કહ્યું : “સરારજી ! જુઓ, અમે એક માણસ બતાવીએ છીએ; પણ એની પાસે હા પડાવવી એ કઠિન કામ છે. જરાયે રોફ કે દાબ બતાવશો મા ! નહિ તો એ ચસક્લનું મગજ વધુ ચસકી જશે ને પછી આખો સોનાનો પહાડ આપશો કે એના ટુકડેટુકડા કરી નાખશો તોય હા નહિ ભણે !” વૃદ્ધ થોડી વાર થોભ્યો ને ગળું ખંખારી ફરી તેણે આગળ ચલાવ્યું : “ને સરાર સાહેબ ! શું કહું એની વાત ! એની ઉંમર તો મારાથી નાની છે, હો ! પણ ભગવાને એવી કકળા ને એવી હથોટી આપી છે કે જ્યાં એનો હાથ ફર્યો ત્યાં નિર્જીવ પથરા પણ બોલવા લાગે છે. એનું નામ કીર્તિધર અને પેલું પૂર્વ દિશામાં દેખાય છે એ એનું મકાન.” સરદાર આ વાત સાંભળી સ્તબ્ધ બની ગયો. લક્ષ્મી અને સત્તાની સામે બેપરવા રહેનાર માણસની વાત એ આજે જ સાંભળતો હતો. લક્ષ્મી ખાતર સારામાં સારા ગણાતા માણસોને પણ એણે નીચમાં નીચ કામ કરતા જોયા હતા. સત્તાની બીકથી નીતિ અને ધર્મને દૂર ફંગોળી દેનાર ઘણાયે નામી મર્દોને એણે નીરખ્યા હતા, પણ આ તો અજબ જેવો માણસ સાંભળ્યો ! સરદાર એ દિશા તરફ વળ્યો ને આવા કારીગરને જોવાની ઉતાવળમાં જલદી-જલદી એને ઘેર પહોંચ્યો. ઘરની પરસાળમાં કોઈ નહોતું. જોયું તો ઘરમાં પણ કંઈ રાચરચીલું ન હતું. “મહાશિલ્પી કીર્તિધરજી ઘરમાં છે કે ?” સરદારે બહારથી બૂમ મારી. “કોણ છો, ભાઈ ?” અંદરથી અવાજ આવ્યો ને ગામડિયું હાસ્ય કરતો કોઈ સામાન્ય કારીગર હોય તેવો માણસ બહાર આવ્યો. સરદારે ક્લ્પનાથી નક્કી કરી લીધું કે આ જ કીર્તિધર. એણે નમ્રતાથી કહ્યું : “હું મહારાજા ભીમદેવના સેનાપતિ વિમળશાહનો સરાર છું.” “પધારો.” કીર્તિધરે એક ીમતી પાથરણું બિછાવ્યું. સરઘરે જોયું કે પાથરણું બહુ કીમતી હતું, પણ સાચવણ વગર ચૂંથાઈ ગયું હતું. “કીર્તિધરજી ! આ પાથરણું ક્યાંનું છે ? બહુ કીમતી લાગે છે.” “મને પણ લાગે છે કે કીમતી હશે ! કોઈ રાજાએ ભેટ આપ્યું હતું.” મહત્ત્વ ૬૦ × મંત્રીશ્વર વિમલ tr Page #76 -------------------------------------------------------------------------- ________________ વિનાની વાત હોય એમ કિર્તિધરે જવાબ આપ્યો. સરઘરને લાગ્યું કે આની સાથે મુદ્દાની વાત કરી લેવામાં જ સાર છે. એણે કહ્યું : “કર્તિધરજી ! દંડનાયક વિમળશાહે આપને તેડાવ્યા છે.” “ભાઈ ! રાજદરબારમાં મારું કામ નહિ. હવે મેં એવા સંબંધ બહુ ઓછા કરી નાખ્યા છે. મને શા માટે બોલાવે છે ? કંઈ કેટલ્લિા કે રાજમહેલ નિર્માણ કરવા બોલાવતા હશે, બીજું શું હોય ? પણ સરદારજી ! મેં તો હવે ઓજાર મૂક દીધાં છે.” પણ વિમળશાહને આપનું બહુ અગત્યનું કામ છે. એક વખત પધારો, પછી બીજી વાત.” ના ભાઈ, એ નહિ બને ! મને ત્યાં બોલાવી હેરાન કરે. મારે હવે લ્લિાઓ કે ભેદી રાગૃહ નથી રચવાં. રાજમહેલો વિહારભવનો નથી બાંધવાં. ભાઈ ! મેં તો બધે અન્યાય થતો જોયો છે. કરાગૃહ અને કિલ્લાઓમાં બિચારા સપુરુષોને ગોંધી રાખી એમના ઉપર ત્રાસ વર્તાવાય છે, ને રાજભવનો અને વિહારભવનોમાં હવે સતીઓને સંતાપ દેનારી વાચંગનાઓ વસવા આવે છે.” કિર્તિધર બોલતાં થોભ્યો. એના બેદરકર ચહેરા ઉપર અત્યારે પુણ્યપ્રકોપ છવાયેલો હતો. એણે ફરીથી કહ્યું : “બસ, ઘણું કર્યું, હવે કંઈ નથી કરવું. સરધરજી, જઈને તમારા માલિકને કહી દેજો કે કિર્તિધર મરી ગયો છે ! હવે વિલાસમંદિર કે રાજભવનો બાંધનારો કિર્તિધર પૃથ્વીપટ પર હયાત નથી. ભાઈ ! મારી પત્ની ગુજરી ગઈ અને ગુલાબના ગોટા જેવો પુત્ર પરલોકમાં સિધાવી ગયો, તે દિવસથી આ બધું બંધ કર્યું. નાની જિંદગી માટે આ ઉધામાં શા ? પ્રભુની કુદરત જોઉં છું ને મસ્ત રહું છું. મને કિર્તિ કે દ્રવ્યનો લોભ નથી !” સરધર તો આભો બની ગયો. એણે ઘેર ચાંલ્લો કરવા આવતી લક્ષ્મીને ઠોકરે મારનાર પુરુષ આજે જ જોયો ! આવાને સમજાવવા માટે તો વિમળશાહે પોતે જ અહીં આવવું જોઈએ. સરઘરે વિમળશાહને બધી હકીકત લખી અને એક ઘોડેસવારને સંદેશો આપી તાબડતોબ રવાના કર્યો. અજોડ શિલ્પી જ ઉ૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ થોડા વખતમાં વિમળશાહ પોતે ત્યાં આવીને હાજર થયા. રાજસત્તાનાં બધાં ચિહ્નો છોડીને એ સાવ સાદ વેશે આવ્યા હતા. “કીર્તિધરજી ! વિમળશાહ પોતે આવ્યા છે.” સરદારે વાત કરી. કિર્તિધરે તાકતાને વિમળશાહ તરફ જોયું અને એને આશ્ચર્ય થયું કે આ માણસમાં રાજસત્તાની ખુમારી કે વૈભવનું અભિમાન લેશ પણ નથી ! “કીર્તિધરજી ! હું વિનંતી કરવા આવ્યો છું. મારા સુક્તના દ્રવ્યને ઊજળું બનાવવા તમારે આવવું જ પડશે.” વિમળશાહે લાગણીભર્યા સ્વરે કહ્યું. “શાહ! મેં એક વખત ના પાડી દીધી, પછી લાંબી લપ શા માટે ?” મુખ ઉપર કંટાળો લાવતાં કિર્તિધરે કહ્યું. “કીર્તિધરજી ! હું તમને આટલે વર્ષે વિલાસભવનો બનાવવા માટે કહેવા ન આવું. મારે તો લોકલ્યાણ માટે પ્રભુનાં મંદિરો ચણાવવાં છે, તીર્થનું નિર્માણ કરવું છે, અને તે પણ પવિત્ર આબુના શિખર ઉપર-નિર્દોષ ભૂમિમાં.” વિમળશાહે પોતાની વાત શરૂ કરી. “શાહ ! ઘણા કારીગરો છે. લઈ જાઓ અને બનાવી લો.” “ના, કીર્તિધરજી, એમ ન બને ! મારે સૃષ્ટિ પર અજોડ કલાકૃતિ સર્જવી છે. જગતજનોના રાગ-દ્વેષ નીતરી જાય, એવી પ્રતિમાઓ સર્જવી છે. વર્ષો વિતે પણ મનુષ્ય જોતાં જ મુગ્ધ થઈ જાય તેવી સ્વર્ગીય કલા ઉતારવી છે.” ભાઈ ! રાજકીય માણસો ભારે ધમાલિયા ને ઉતાવળા હોય છે. એ તમારું કમ નહિ. એ કામ માટે અઢળક દ્રવ્ય જોઈએ. એની પાછળ દ્ગા થવાની તમન્ના જોઈએ. પૂરેપૂરું બનાવવાની ધીરજ જોઈએ. મલે તમારી ધીરજ ખૂટે ત્યારે મારું નામ જાય ને મારી કિર્તિ લજવાય.” ધર્તિધરે ખુમારીભર્યા અવાજે કહ્યું. પોતાની વાતમાં એ પ્રતાપશાળી દંડનાયકની હસ્તી પણ વિસરી ગયો હતો. કીર્તિધરજી, કહે તો બધો ખજાનો તમારી પાસે ઠાલવું. કહો તો બધું તમને સોંપી હું સાધુ થઈ જાઉં. પણ મારા મનની મુરાદ પૂરી કરે. “શાહ ! ખબર છે કે જ્યારે અમારી વેતરણી થશે ત્યારે પથ્થરના ભૂકની ભારોભાર ચાંદ્ય જોખવી પડશે ! એ વખતે મન લોભી તો નહિ થાય ને ?” આખર તો વણિકનું લોહી છે !” “કીર્તિધરજી ! નહિ થાય. વણિક વેપારમાં પાઈ પણ ન જવા દે, પણ કર મંત્રીશ્વર વિમલ Page #78 -------------------------------------------------------------------------- ________________ આંટની ખાતર જર અને જાન બંને આપી દે. શંકા ન રાખો, ચાલો, કિર્તિધરજી, જેના જીવનમાં ધર્મ સૌથી મહાન રહ્યો છે, એ ધર્મની સાક્ષીએ હું આ બધી વાત કરું છું.” વિમળશાહ ! તમારા સાચા દિલ ઉપર અને ત્યાગની અપૂર્વ ભાવના ઉપર મારું હૈયું ફરીથી સતેજ બની ગયું છે. પણ આબુની શરદીની તો તમને ખબર છે ને ? મારા કારીગરોનાં આંગળાં જ સજ્જડ થઈ જાય, બાર માસમાં ચાર માસ જ કામ થઈ શકે ને એ રીતે તો દેવાલય ક્યારે પૂરું થાય ?” કિર્તિધરે વાંધો બતાવ્યો. “ભલા શિલ્પી ! દરેક કારીગરને ગરમીનાં સાધનો આપીશ. એ ઉપરાંત બીજી જરૂરિયાતો પણ હું પૂરી પાડીશ. શરદીમાં ગરમી કળાય તો તો પછી કમ થશે ને ?” “આવા પહાડ પર, આવી ઠંડી જગામાં, ભવ્ય મંદિરોનું નિર્માણ અશક્ય વાત છે. પણ તમારા જેવા દૃઢનિશ્ચયી અશક્યને શક્ય કરી શકે છે. જાઓ, ટૂંક સમયમાં આવી પહોંચું છું. જુગ-જુગમાં નામ રહે તેવું કામ જરૂર કરીશું.” કિર્તિધરના હૃદયમાં ઉત્સાહ પ્રગટ્યો. અભુત કલાકૃતિ સરજવાના વિચારો એના મગજમાં પેદા થવા લાગ્યા. “કર્તિધર! એ કલાની પાછળ આ જીવન સાથે તમામ સમૃદ્ધિ સમર્પ છું.” વિમળશાહ ! તમારાં જીવન અને સમૃદ્ધિની સાથે-સાથે મારી સમગ્ર કલા પણ એને સમર્પ છું. એ આખો દેવપ્રાસાદ - અરે, એનો એક-એક પથ્થર - જગતને મુગ્ધ ન કરે તો મારો હાથ ક્ય નામો ગણજો ! જો એનું એક-એક શિલ્પ સજીવન ન લાગે તો, હમણાં બોલી ઊઠશે એવો ભાસ ન થાય તો, મેં તમને દગો દીધો ગણજો ! હવે સુખેથી પધારો ! યથાસમયે મારા કારીગરો સાથે હાજર થઈશ.” “જય પાર્શ્વનાથ !” “જય સોમનાથ !” વિમળશાહ અને સરદાર ચંદ્રાવતી તરફ ગયા. કિર્તિધરે ખૂણામાં ધૂળ ખાતાં પડેલાં પોતાનાં ઓજારો સંભાળ્યાં, બધા કરીગરોને તૈયાર કર્યા ને રવાના થવા માટે શુભ દિવસ ને શુભ મુહૂર્ત જોશી પાસે જોવરાવ્યાં. અજોડ શિલ્પી જ ઉ૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ s Sws SS issW/ ૨૪. જે દર шковими : અજક 15 ૧૯ પરીક્ષા આબુરાજના વિશાળ દેહની આસપાસ નાગચૂડની જેમ માર્ગો વીંટળાઈ વળ્યા છે. એ માર્ગો ઉપરથી હાથીઓની હારની હાર સંગેમરમરના પથરાઓ પોતાની પીઠ પર લાદીને ચાલી જાય છે. આખો દિવસ એના ઘંટારવ ગાજ્યા કરે છે. આબુરાજના શિખર ઉપર હજારો મજૂરો અને હજારો કારીગરો કામે લાગી ગયા છે. આખો દિવસ કરીગરોનાં ટાંકણાંઓનો અને મજૂરોના મેદાળાઓનો અવાજ સંભળાય છે. લોઢું અને પથ્થરના અફળાવાથી ઝરતો ચકમક દિવાળીની ફૂલખંડીની યાદ આપે છે. બાર-બાર ગાઉના છેટેથી, ખાણોમાંથી લાવેલા સંગેમરમરના સોહામણા પથ્થરો ચોતરફ વીખરાયેલા પડ્યા છે. કારીગરોની શરદી ઉડાડવા દરેકની પાસે સગડીઓ મૂકેલી નજરે પડે છે. કલાકારોને અને મજૂરોને બધી સગવડો મળી રહે તે માટે એક ખાસ અધિકારી દેખરેખ રાખી રહ્યો છે. ભાવનાની ભરતી જુદી જ હોય છે. નાનાથી લઈને મોટા કારીગરને અને કર્મચારીને હૈયે કંઈક ને કંઈક કરી છૂટવાની તમન્ના જાગી છે. કોઈને પણ ઊંચું ઉ૪ મંત્રીશ્વર વિમલ Page #80 -------------------------------------------------------------------------- ________________ જોવાની ફુરસદ નથી. સહુને પચાસ વર્ષનું કામ પાંચ વર્ષમાં કરવાના ઉમંગ છે. - સૌ પોતપોતાના કામમાં મગ્ન નજરે પડે છે, પણ પેલો મસ્ત શિલ્પી કર્તિધર ક્યાં છે ? કીર્તિધર અહીંથી થોડે દૂર ચંપાના વૃક્ષની નીચે બેદરકારીથી પડ્યો છે. પડ્યો-પડ્યો એ હાથની આંગળીઓથી કંઈક હવામાં ચીતર્યા કરે છે. કદી-કદી એ ધૂળ ઉપર લીટા કરે છે; એ લીટામાં કલાકૃતિઓના અદ્ભુત નમૂના છુપાયેલા પડ્યા છે. કીર્તિધરે સૌને આદેશ આપી દીધો છે, “ભાઈઓ ! ટાંકણાંઓ એવાં ફેરવજો કે કેવળ પ્રાણની જ ખામી રહે. દ્રવ્ય ખર્ચનાર બધું તજી કેવળ ઉત્તમ સર્જન ઉપર ઘેલો બન્યો છે, તો તમે પણ પાછા હઠશો મા ! જમાનાઓ સુધી ન વીસરાય તેવી કળા પાષાણમાં ઉતારજો !” ને આવી આજ્ઞા આપી ભાઈસાહેબ પોતે તો ફરતા ફરે છે કે સૂઈ રહે છે! પણ બધા કહે છે કે એ જ્યારે તમે બેસશે ત્યારે ભૂખ કે તરસ, ઊંઘ કે આરામ બધુંય તજીને કામ કરશે ! હજી તો એની કલ્પનામાં જ કલાપ્રાસાદ ઘડાય છે. બીજી તરફ પાયા ખોઘય છે - ખૂબ ઊંડા પાયા. એના પર વિશાળ ને ઊંચાં મંદિર ખડાં કરવાનાં છે. પહાડના પથ્થરો ભૂરાશ પડતા મોટા દાણાવાળા છે. ક્યાંક એમાં અબરખ ભળેલું છે. ક્યાંક ચૂનાના પથ્થરો છે. પણ તોડનારના ટાંકણાને કશું જ દુષ્કર નથી. પાયા ખોદાઈ રહ્યા અને શુભ મુહૂર્ત ચણતરકામ શરૂ થયું. શ્રીદેવી અને વિમળશાહનો ધર્મરંગ અનેરો હતો. જે જુએ તે એ રંગમાં રંગાઈ જતું ! ભાવનાની ભરતીથી કામ ચાલવા લાગ્યું. પણ એક ભારે આશ્ચર્ય થવા લાગ્યું. જેટલું કમ દિવસે થાય તેટલું બધું ચતે ઊખડી જાય. સવારે પાછું હતું તેવું ને તેવું - બધું સાફ ! કારીગરો અચરજમાં પડી ગયા. આ લેઈ ખારીલા લોધેનું કામ છે. વિમળશાહ ખુદ રાતે ચોકી પર આવ્યા, પણ કોઈ પકડાઈ શક્યું નહિ ! કોઈએ કંઈ વાત કરી. કોઈએ કંઈ વાત કરી. કોઈ કહે : “જૈનોના દ્વેષીઓનાં આ કરતૂત છે.” પરીક્ષા જ ઉ૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહ ક્લે, “એવો દ્વેષ હું કોઈનો જોતો નથી. દેવ તો સહુના સરખા. સહુના દેવને સહુ પૂછે. આવી વાતો કરી મારા મનમાં રાગ-દ્વેષ ઊભા ન કરશો. મંદિર હું વીતરાગનાં બાંધું છું.” કોઈ વળી કંઈ વાત બતાવી ગયું. સારા કામનો દ્વેષ કરવો, એ દુનિયાનો સ્વભાવ છે. કોઈનું ગાડું શાંતિથી ચાલતું હોય તો ગરબડ કેમ ઊભી થાય, તોફાન કેમ જાગે, એ જોવાનો સ્વભાવ જગતનો છે. પણ શ્રીદેવી અને વિમળશાહ બંને દુનિયાનાં પૂરાં અનુભવી હતાં; કોઈની વાતમાં આવે તેવાં ન હતાં. દિવસો વીતતા ચાલ્યા, મહિના પસાર થવા લાગ્યા, પણ કામ આગળ વધે જ નહિ. એક દહાડો આબુ પદ્યડનો એક ભૂવો ધૂણ્યો ને બોલ્યો : “આ ડુંગરનો હું ક્ષેત્રપાલ દેવ છું. મારું નામ વાલિનાહ. બધાને તુષ્ટમાન ક્યું, પણ મને તુષ્ટમાન કર્યો નથી. મને તુષ્ટમાન કરો, નહિ તો કામ નહિ થવા દઉં.” વાત ચાલતી-ચાલતી વિમળશાહ પાસે આવી. આજ કાલ કરતાં છ-છ મહિના વીતી ગયા હતા. પથા ઘડાઈને તૈયાર પડ્યા હતા. ચૂનો પિસાઈને તૈયાર હતો. મજૂરો ને કારીગરો પણ તૈયાર હતા. પણ કામ કંઈ થતું ન હતું. વિમળશાહે ક્યું : “એવા દેવોમાં હું માનતો નથી; પણ જો મારું કામ થતું હોય તો એને રીઝવવામાંય મને વાંધો નથી.” મેવા-મીઠાઈ અને બાળા તૈયાર કરો. ‘ભૂંડા ગ્રહને પહેલું જપાન' એ ન્યાયે આજે રાતે એ દેવને નિવેદ ધરીશું. મારે તો દેવપ્રાસાદ ખડા કરવા છે; એમાં પળનોય વિલંબ ખપતો નથી. જીવન તો ચંચળ છે; એ ક્યારે આથમી જાય એનો શો ભરોસો ?” ખૂબ-ખૂબ નૈવેદ્ય તૈયાર કરવામાં આવ્યાં. દૂધ-ઘીના ઘડા ભર્યા. મીઠાઈના તાસ તૈયાર કર્યા. બાકળાના ઢગ તૈયાર કર્યા. લઈને એ વાલીનાહના સ્થાનકે સમી સાંજથી રાહ જોઈને બેઠા. મધરાત વીતી. વિમળશાહ નાહી-ધોઈ ઇષ્ટદેવનો જાપ જપતા ત્યાં આવીને બેઠા. રાત સમસમાટ કરતી વહી જવા લાગી. શિયાળિયાં ઊંચે સાદે રડવા લાગ્યાં, ને ચીબી ઝીણે ચગે ગાવા લાગી. ૬૬ : મંત્રીશ્વર વિમલ Page #82 -------------------------------------------------------------------------- ________________ પહાડ પર ઠેર-ઠેર સિરિયા ભડક થઈને ઓલવાઈ જવા લાગ્યા. ખોપરીઓના દડા ને હાડકની ગેડી લઈને ઈ રમતું હોય તેમ લાગ્યું. વિમળશાહે મોટે અવાજે દેવને નોતરું આપતાં કહ્યું : “હે દેવ ! આ બાકળા લો ને સંતુષ્ટ થાઓ, અને મારે જગપ્રસિદ્ધ મંદિરો સરજવાં છે, એમાં સહાયભૂત થાઓ !” થોડી વારમાં કંઈ ખડખડાટ હસતું લાગ્યું. પછી તાળીઓ પાડતું લાગ્યું ને પછી અંધકારમાંથી બે લાંબા-લાંબા હાથ લંબાયા. અવાજ આવ્યો, ‘લાવ ! લાવ” એ હાથ લોહીથી રંગાયેલા હતા, અને એના નખ પાવડા જેવા લાંબા હતા. વિમળશાહે મેવા-મીઠાઈ ને અડદના બાકળા ધર્યાં. હાથ પાછા ખેંચાયા. અને ફરી અવાજ આવ્યો : રે વણિક ! મને આ ન ખપે.” “તો શું ખપે ?” વિમળશાહે પૂછ્યું. “મને તો મઘ અને માંસ ખપે.” “હું અહિંસાધર્મી !” “તે તને એ ખાવાનું ક્યાં ક્યું છું ?” “ખાવું-ખવરાવવું ને અનુમોદવું ત્રણેમાં અહિંસાધર્મી પાપ માને છે. કંઈ બીજું માગો, દેવ !” . “મને બીજું કંઈ ન ખપે.” અંધકારમાં ભયંકર અવાજ ગાજ્યો. ઢીલોપોચો ત્યાં ને ત્યાં ઢળી પડે. પણ નીડર વિમળશાહના રૂંવાડામાંય ભય નહોતો. હું બીજું કંઈ આપી શકું નહિ.” વિમળશાહે દૃઢ જવાબ આપ્યો. “મેવામીઠાઈને ફળ-ફૂલ મનમાન્યાં માગો, દેવતા !” મને તો મદ્ય-માંસ જ ખપે. તારે દેરાંનો ખપ હોય તો મને એનો ભોગ ધરાવ.” વિમળશાહે ટટ્ટર થઈને, તલવાર પર હાથ મૂકતાં કહ્યું : “ન ભૂતો ન ભવિષ્યતિ - એ કદી બનશે નહિ.” “તો તારો ભોગ લઈશ. તારા માંસની મિજબાની ઉડાવીશ. તૈયાર !” એકદમ એ બે હાથમાં તલવાર ચમકી રહી. વિમળશાહે તલવાર કાઢી અને પરીક્ષા જ ક૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ સામે યુદ્ધ આદર્યું. રે દેવ ! તું ગમે તે હો, હું તારાથી ડરતો નથી. હું વિતરાગ દેવનો ઉપાસક ને મા અંબાજીનો ભક્ત છું.” સામસામી તલવારબાજી ચાલી રહી. ઘોર અંધકારમાં જાણે વીજળીઓ ભટાઈ રહી. પણ દેવ કરતાં માનવી કમજોર નહોતો. દેવ સ્વાર્થી હતો; માનવી પરમાર્થી હતો. ભયંકર અવાજો થવા લાગ્યા. મધરાતે આખો ડુંગર હાલવા લાગ્યો. પંખીઓ બીને માળામાંથી ઊડવા લાગ્યાં. ઘુવડો ડરથી બોલતાં બંધ થઈ ગયાં. તલવારબાજી બરાબર ચાલી રહી; જીવસટોસટનો ખેલ હતો; પણ વિમળશાહ અનેક સમરાંગણોના અનુભવી હતા. વળી, જો દેવ જિતાય નહિ ને દેરાં બંધાય નહિ તો જીવવું મરવા બરાબર હતું. જીવનનું હવે એકમાત્ર ધ્યેય સંસારને રાગ-દ્વેષમાંથી તારનાર મહાપ્રભુજીનાં ભવતારણ દેરાં બાંધવાનું હતું. થોડી વારે એકાએક યુદ્ધ અટકી ગયું. વિમળશાહની સામે લડનાર હાથ તલવાર સાથે અદૃશ્ય થઈ ગયા. એક ભયંકર હાસ્ય દિશાઓને ધ્રુજાવી રહ્યું. વિમળશાહે કહ્યું : “રે મલિન આત્મા ! તું જે હોય તે હો, મને તારો ડર નથી. હું મારો ધર્મ કદ નહિ ચૂકું. ધર્મ ચૂકું તો પછી મારે જીવન એ મરણ સમાન છે. મારી સહાયમાં સદા મા અંબિકા ખડાં છે. આજે ને આજે હું માતા અંબિકની સાધનામાં બેસું છું. જોઉ છું, મા શું જવાબ આપે છે ? અને તારું કેટલું ચાલે છે ?” ને વિમળશાહે સામે બેઈને ન જોઈને પોતાની તલવાર મ્યાન કરી. થોડી વાર એમણે ચારે તરફ જોયું. જ્યાં પથ્થરો ને બાંધકામનો સામાન પડ્યો હતો, ત્યાં મોટી આગ લાગેલી દેખાઈ. પથ્થો કાષ્ઠની જેમ બળતા હતા. પથરા રસ થઈને ગળી જતા લાગ્યા. ચૂનો રેતી થઈને વેરાઈ જતો દેખાયો. કેરેલી પથ્થરની પૂતળીઓ સજીવન થઈને રાસ રમતી લાગી. રે અઘોરી તત્ત્વો, મલિન જીવાત્માઓ ! હું શુદ્ધ દેવનો અહિસક ઉપાસક છું. મારી સાધના શુદ્ધ છે, ને સંપૂર્ણ થશે.” વિમળશાહ જ્યારે પોતાના નિવાસસ્થાન તરફ પાછા ફર્યા, ત્યારે દૂર-દૂર ટેકરીઓ પાછળ સૂર્યોદય થતો હતો. ૯૮ મંત્રીશ્વર વિમલ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દેરાં કે દીકરા ? આાસુરના ડુંગરા ડોલે છે. વનમાં વાઘ બોલે છે. ‘જય અંબે ! જય જગદંબે !’ ના નાદથી ગુફાઓ ગાજે છે. મા અંબાના ધામમાં એક માણસ બેઠો છે. પડછંદ એની કાયા છે. વિશાળ એની છાયા છે. મોં પર ભારે તેજ છે. ત્રણ-ત્રણ દિવસથી બેઠો છે. ખાધું નથી. પીધું નથી. વ્રત લઈને બેઠો છે. ભારે આત્મશ્રદ્ધાવાન પુરુષ છે. એને હૈયે એક જ વાત છે : “મા બોલે તો હા, નહિ તો ના ! “મા હોંકારો ભણે તો હા, નહિ તો ના ! “આજ માનો જવાબ લીધા વિના ઊભા થવાનું નથી. સાધના સફ્ળ થાય કાં મોત મળે !” રાત ઘનઘોર વીતે છે. દિવસ ભયંકર જાય છે. અને એથીય ભયંકર વીતે છે સમીસાંજ ! માનું આરતી ટાણું થયું છે. ધૂપ એ વખતે ખૂણેખૂણાને સુગંધથી ભરી દે છે. શત-શત દવડાઓ ઝાકમઝોળ બને છે. દેરાં કે દીકરા ? * ૬૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ ઢોલ વાગે છે. શંખ ગાજે છે. ઝાલર રણઝણે છે. માની આરતી ઊતરે છે. ભક્તો જય જય પોકારે છે. ને ફરી સ્થાનક નિર્જન બની જાય છે. સહુ ચાલ્યા જાય છે, પણ હજીય પેલો સાધક બેઠો જ રહે છે. એને ઊભા થવાનું નથી, ક્યાંય જવાનું નથી. ઉગ્ર એનું તપ છે. અટલ એનો નિશ્ચય છે. દૃઢ એની પ્રતિજ્ઞા છે. એ વારે-વારે એક જ વાત કહે છે : “મા ! આજ જવાબ લીધા વિના નહિ ઊઠું. મેં તારામાં ભરોસો કર્યો છે. તારા ભરોસા પર ભવસાગરમાં મારી નાવ છૂટી મૂકી છે ! મેં ઘર મૂક્યાં છે, બાર મૂક્યાં છે, રાજ મૂક્યાં છે, પાટ મૂક્યાં છે; સાધનાની પાછળ સર્વ કંઈ સમર્પણ કર્યું છે. મા ! બોલ, જવાબ દે - હા કે ના.” ભક્તની સાધના અજોડ છે, પણ માનું મૌન પણ અજબ છે. વાઘની સવારી કરીને મા બેઠાં છે. મોં પર મલકાટ છે. પરવાળા જેવા હોઠ ઊઘડું-ઊઘડું થાય છે, ને ઊઘડતા નથી. “અરે મા ! ભક્તને આટલો તલસાવે કાં ? તળાવે લાવીને તરસ્યો રાખે કાં ? મા ! બે વાત માગવા આવ્યો છું : એક તો કુળ-ઉજાગર દીકરો, અને બીજું ભવ-ઉજાગ૨ તીર્થ ! દેરાં દિવસે બાંધું છું, ને સૂતરના દડાની જેમ રાતે ઊક્લી જાય છે ! આમ કં ? શું મારી તારામાં સુરતા ખોટી ? શું મારી સર્વ સાધના જૂઠી ? હે મહાશક્તિ ! જવાબ દે ! દેરાં તો પ્રભુની પરબ‚ અને તું તો સાચની સંગાથી. તારે વળી વહાલાં-દવલાં કેવાં ? મા એ મા. એના પ્રેમને અવધિ જ નહિ !” સાધક આટલું હી માના સિંહાસન પર મીટ માંડીને બેસે છે. એ ફરી-ફરી જવાબ માગે છે; જવાબ લીધા વગર આજે કોણ જવાનું છે ? મા પણ ભારે મીંઢી છે. એ મીઠું-મીઠું મલકે છે, પણ બોલતી કંઈ નથી. એની ટીલડિયાળી ચૂંદડીના છેડાઓ હવામાં ફરકે છે, અને આકાશના પટ પર તારલાઓ ટમટમે છે. પણ બંને મૌન છે ! “મા ! હું ધ્યાધર્મનો પાળનારો. મને એક પૂજારીએ ક્યું કે કોઈ વ્યંતર દેવ નડે છે. બકરાનું બલિદાન દે, તૃપ્ત થશે, ને તારું કામ પાર પડશે. મેં ના પાડી. બલિ આપું તો મારા દેહનો. બાકી બીજા જીવને વગર વાંકે અડવાનું પણ કેવું ? મા ! મને જવાબ દે, બધા ખુલાસા દે. શું સાગર તરીને મારે કાંઠે ડૂબવાનું ? મારી સાધનામાં કોઈ એબ ? કોઈ ખામી ?” અને સાધકે જોરથી માનો નામોચ્ચાર ર્યો. એ શબ્દ પણ શક્તિશાળી હતો. ૭૦ ♦ મંત્રીશ્વર વિમલ Page #86 -------------------------------------------------------------------------- ________________ ગબ્બરના ડુંગરાએ એનો પડઘો પાડ્યો. વાઘની ડણક સંભળાઈ. કોઈ અઘોરીની ત્રાડ સંભળાઈ. જય અંબે ! જય અંબે ! આખું વાતાવરણ નાદથી છલકાઈ ગયું. બુઝાયેલા દીવા એકાએક ઝળહળી ઊઠ્યા. શાંત થયેલી ઝાલો ફરી રણઝણી ઊઠી. ચિત્રમાં આલેખેલો સવારીનો વાઘ સળવળી ઊઠ્યો. પાતાળના પેટાળમાંથી અવાજ આવતો હોય એમ અવાજ આવ્યો. ઘોર અવાજ ! જાણે કાળનગારા પર દાંડી પડી. “તુષ્ટમાન છું. વર માગ ! વિમળ ! મારા ભક્ત !” હવામાં ચંપાની સુગંધ વહી રહી. પથ્થર માખણ જેવા પોચા લાગવા માંડ્યા. દિશાઓ એક જ નાદથી ગુંજવા લાગી. સાધક વિમલ ઊભો થઈ ગયો ને બોલ્યો : “મા ! અર્બુદ પર્વત પર અમર દેવપ્રાસાદ ખડા કરવાની અને પાછળ ઘરસૂત્ર ચાલુ રાખે તેવા પુત્રની યાચના કરું છું. વિમળ જેવો મહાયોદ્ધો આજ તારી પાસે બે હાથ જોડીને અને મસ્તક નમાવીને એ માગે છે.” વિમળની માગણી સામે પળવારનું મૌન પથરાયું. થોડી વારે ફરી ઝાલર રણઝણતી હોય, ધીમા શંખ ગાજતા હોય, રૂપેરી નૂપુરનો રવ સંભળાતો હોય, એમ દિગન્તમાંથી આવતો હોય તેવો અવાજ આવ્યો. “નિર્માણ મિથ્યા ન થાય વિમળ ! બે વરનું ભાગ્ય તારું નથી. કાં પ્રાસાદ માગ, કાં પુત્ર માગ. સારું તે તારું.” “મા ! મને બંને ખપે. કોઈ ઉપાય ?” “ના, કોઈ નહિ.” “મા ! તો થોડી મુદત માગું છું. મારી પત્નીને લઈને આવું છું. એની સલાહ જરૂરી છે.” “સુખેથી જા ! આવીને સાત અવાજ આપજે મારા નામનાં સાત શ્રીફ્ળ વધેરજે. સાતમા શ્રીફ્ળ હું હાજર થઈશ અને તું માગીશ એ વર આપીશ. નિઃશંક રહેજે. તારી સાધના પર પ્રસન્ન છું.” સાધક વિમળશાહ સાધનામાંથી ખડો થયો. એણે સાધનો વેશ તજી દીધો, પોતાનો પોશાક સજ્યો. માતા અંબાની મૂર્તિ પર રહેલા સિંદૂરનું તિલક કરી એ નીચે ઊતરી ગયો. ગબ્બરનો ડુંગર એકલવાયો બની ગયો. * * દેરાં કે દીકરા ? * ૭૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા દિવસની સંધ્યા નમવાની સાથે બે ઘોડેસવારો આબુના ડુંગર પરથી ઊતરી આવતા દેખાયા. બંને નમણા હતા. જોવામાં નેત્રોને આનંદ આપે તેવા હતા. રૂપ-છટામાં બેમાં કોને વખાણીએ-એ પ્રશ્ન થતો. પુરુષ પડછંદ હતો. એના કપાળમાં કેસરિયું તિલક હતું. એના પગમાં ઊંચી જાતની મોજડી હતી. ચીનમાં બનેલી સાટીનની સુરવાલ અને જરી ભરેલું અંગરખું એણે પહેર્યા હતાં. એના પગમાં મોટો સોનાનો તોડો હતો; કંઠમાં બોર બોર જેવડાં નીલમની માળા હતી; હાથમાં વીજકંકણ ને કાનમાં લેકરવાં શોભતાં હતાં. કમર પર સિરોહી સમશેર હતી. પણ સમશેર કરતાંય વધારે તેજભરી એની આંખો હતી. એ મંત્રીશ્વર વિમળ હતો. આબુની તળેટીમાં વસેલી ચંદ્રાવતીને એણે શણગારી હતી; ને હવે આ પર્વતને એ શણગારવા માગતો હતો. કલાપ્રેમી આત્મા હતો. દરેક વસ્તુમાં કલા ઉતારવાની આદતવાળો હતો. ગુજરાતનો એ દંડનાયક હતો. એની સાથેનો બીજો અશ્વારોહી એનાથી ઊલટી પ્રકૃતિનો લાગતો હતો. આ સવાર કઠોર લાગતો, તો બીજો બેમળ લાગતો. આ જરાક શ્યામ લાગતો તો પેલો ઊઘડતા ચંપાના વર્ણ જેવો ગૌર હતો. બીજા અસવારનું મોં ખરેખર રૂપાળું હતું. એ બોલતો ને ગાલમાં ગલ પડતા. એની આંખો ખંજન જેમ ચપળ હતી. નાથ ! ડુંગર ઊતરવાનો શ્રમ અપર્વ છે. જ આ વાવમાં હાથ-પગ ધોઈએ ને જળ પીઈએ. કેવી સુંદર વાવ છે !” બોલનાર સ્ત્રી લાગી. પોશાક પુરુષનો પહેરેલો હતો. “શ્રીદેવી ! મારું મન પણ જરા વિસામો લેવાનું છે. મા પાસે પહોંચવા માટે આપણી પાસે હજી પૂરતો સમય છે.” વિમળશાહ અને શ્રીદેવી ઘોડેથી નીચે ઊતર્યા. સંધ્યાનો સૂરજ નમતો હતો. વાપીના જળમાં ચાંચ બોળીને મોર બહાર આવતા હતા. દેવ-દેવીની કલ્પના જગવે તેવાં વિમળશાહ ને શ્રીદેવી વાવનાં પગથિયાં ઊતરવા લાગ્યાં. પાણી બિલોરી કાચ જેવું તગતગતું હતું. ૭૨ મંત્રીશ્વર વિમલ Page #88 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્ની પોતાની છબી એમાં નિહાળી રહ્યાં : વિધાતાએ શું અજબ જોડું સરક્યું છે ! પતિ પાણી લેવા વાંકો વળ્યો. સાથે અનુચરો હતા, સોનાના પ્યાલા પણ હતા, પણ એ પ્યાલાનું પાણી અને આ હસ્તસંપુટનું પાણી કંઈ સરખું થોડું કહેવાય ? એ પરવાળા જેવા હોઠ હાથ પર મંડાય; નર પાય ને નારી પીવે, એ સુખની તો દેવતાઓને પણ અદેખાઈ આવે. વિમળશાહે સ્વચ્છ જળથી છલકાતો હસ્તસંપુટ જેવો શ્રીદેવીના મુખ આગળ ધર્યો, ને એ રૂપભરી સ્ત્રીએ જોવા પોતાના લાલચટક હોઠ એ પીવા લંબાવ્યા કે ચીસ પાડતો એક છોકરો ત્યાં દોડતો આવ્યો ! એણે પુરુષના હાથનો ખોબો ઢોળી નાખ્યો-જાણે હોઠે આણેલું અમૃત કોઈ દાનવે રોળીટોળી નાખ્યું ! પુરુષનો હાથ આ બેઅદબ માણસને સજા કરવા કમર પર ગયો, પણ પાછા વળીને જોયું તો બાર-પંદર વર્ષનો છોકો ! છોકરો ! બાળક! નોંધારાનો આધાર ! થેઈનો લાડકવાયો ! અરે, બચ્ચા સાથે તે કંઈ બાથ ભિડાય ? “કોણ છે તું ?” વિમળશાહે પૂછયું. “આ વાવ બંધાવનારના દીકરાનો ધરો ” પેલા છોકરાએ ગર્વભેર જવાબ આપ્યો. વિમળશાહે એના ચહેરા પર નજર નાખી : સાવ કંગાલ ચહેરે ! લાલચ આંખો; આંખોમાં પીઆ; ને હોઠ સાવ કળા ! અરે, આ અપૂર્વ વાવ બંધાવનારનો આ વારસ ! તું અહીં શું કરે છે ?” વિમળશાહે પૂછ્યું. “વાવના પાણીનો પૈસો ઉઘરાવું છું.” “ને પૈસો ન આપે તેને ?...” વિમળશાહે પ્રશ્ન કર્યો. “એને ધક્કે મારું છું - અહીંથી! પૈસો આપ્યા પહેલાં પગથિયું જોવાનું કેવું? એ તો હું ભાંગ છણતો હતો પેલા બાવાજી માટે.” “બાવાજીએ પાણીનો પૈસો આપ્યો હતો ?” , “ન આપે તો શું ધૂડ પીવે ? ભીખ માગીને પૈસો લાવ્યા ત્યારે પાણી પીવા દધું.” “એ ભીખનો પૈસો તેં લીધો ?” દેરાં કે દીકરા? ૭૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ “શા માટે ન લઉં ? મારા બાપઘાએ આ વાવ બંધાવેલી.” “એમણે તારા દાણ માટે કંઈ લેખ લખેલો ખરો ?” “લેખની શી જરૂર? હું એનો વારસ છું; આખું ગામ જાણે છે !” “વારુ, લે આ પૈસો...”ને વિમળશાહે ખિસ્સામાંથી રૂપાનાણું કાઢીને છોકરાના હાથમાં મૂક્યું. છોકરો રૂપાનાણું જોઈ નાચી ઊઠ્યો. રાતનો પડદો પૃથ્વી પર પડ્યો હતો. પાણી પીને બંને જણાં ફરી ઘોડે ચઢ્યાં. અંધારી રાતમાં થોડી વારમાં અદૃશ્ય થઈ ગયાં. ગબ્બરના ડુંગરાનો ગોખ ફરી ઝળહળી ઊઠ્યો. માતાની સામે વિમળશાહ અને શ્રીદેવી હાથ જોડીને ઊભાં રહ્યાં. માના નામની સાત જયગર્જના કરી. જાણે માની સવારીનો સાવજ ગર્યો. સાત થાપા જડ્યા. સાત શ્રીફળ વધેર્યા. સાતમે શ્રીફળ માએ હોંકારો કર્યો. ગગનમંડળ જાણે થરહરી ગયું. આ તો શક્તિમાનું આવાહન ! અવાજ આવ્યો : “ક વત્સ! બંને જણાં આવ્યાં? બંને જણાંએ વિચાર કર્યો ? કહો, શું માગવું છે ?” “માડી ! શ્રીદેવી જ કહેશે.” વિમળશાહે કહ્યું. “શું છેલ્લી ઘડીએ મન શંકામાં પડ્યું છે ?” માનો સ્વર ગાજ્યો. “ના મા ! તારા વિષે મનમાં જરાય શંકા નથી. વિમળશાહની બાંહામાં તારું બળ છે. પણ વર માગવા વિષે વિચાર થાય છે. કાં શ્રીદેવી ?” શ્રીદેવી સામે જોતાં વિમળશાહે કહ્યું. માડી ! તું તો અંતર્યામી છે. મારગમાં વાવને જનહિત માટે બંધાવનારનો પૌત્ર મળ્યો. એને જોઈને પુત્રેચ્છાથી મન પાછું પડ્યું છે.” “શ્રીદેવી ! યશ એ જ આપણું સંતાન. પુત્ર પૂર્વજોની ધર્તિ ઉજાળશે કે કલંક લગાડશે, જાણે ? પ્રભુપ્રાસાદ ખડા હશે તો એ પુણ્યતીર્થે જગત તરશે.” બંને જણાં ફરી વિચારમાં ડૂબી ગયાં. “વિચારકળે શંકા સ્થાને; આચારકાળે શંક અસ્થાને. માગી લો, મારાં બાલુડાં, જે જોઈતું હોય તે !” મહાશક્તિને પણ પોતાનાં ઉપાસકેની દરિયાવદિલી હૈયે સ્પર્શી ગઈ હતી. ૭૪ મંત્રીશ્વર વિમલ Page #90 -------------------------------------------------------------------------- ________________ હવા વધુ ને વધુ સુગંધી થતી જતી હતી. પણડનો પથ્થરે પથ્થર જાણે જ્યોતિવ્રુપ બની ગયો હતો. જીવનની ભાવનાઓના મહાવિજયનો આ પ્રસંગ હતો. “મા ! મારા પતિદેવ અનુજ્ઞા આપે તો દેરાં માગું છું. પુત્રથી કોઈનાં નામ અમર રહ્યાં નથી, ને રહેવાનાં નથી. નામ અમર રહેશે એક માત્ર સર્મથી !” “મા ! શ્રીદેવીનો વાસનામોક્ષ થાય છે. હું દેરાં માગું છું; જગતનાં કામદ્વેધનાં તોફાન શમાવનાર પુણ્યતીર્થ ઇચ્છું છું. દીકરા તો નામ રાખે કે બોળે. દેરાં તો મારો અને જગનો મોક્ષ કરે; સહુને સહુની ભાવના પ્રમાણે તારે !” " “તથાસ્તુ !” ડુંગરાને ભેદતો અવાજ આવ્યો. વાઘે ભયંકર ડણક દીધી. સર્પમાત્ર નિર્વિષ થઈ ગયા, ને અમરવેલ સુગંધ વહાવવા લાગી. “મારું બાળકો ! જાઓ ! બડભાગી છો. એક-એક પથ્થર તમારા પુત્રની ગરજ સારશે, ધન્ય તમે !” અને સોનેરી વલયથી શોભતો એક હાથ અંતરીક્ષમાંથી બહાર આવ્યો. એ હાથમાંથી કંકુ ગરતું હતું. એ કંકુથી બંનેનો અભિષેક થઈ રહ્યો. “તમે વિશ્વનાં બન્યાં છો, વિશ્વ તમારું બન્યું છે. વત્સ ! પ્રભાતકાળે ચંપાનાં ઝાડ નીચે કંકુનો સાથિયો દેખાય ત્યાં ખોદજે. તારું કર્ય સિદ્ધ થશે.” એ રાતના મહાપ્રસંગને વર્ણવતાં કવિ કહે છે - પુહતઉ વિમલ ગયું અંબાવિ, ધ્યાન ધરી બિઠઉ મન ભાવિ; બિહુ ઉપવાસે પરટિંગ હુઈ, માગિ માગિ વર તૂઢિ સહી; પહેલઈ વર માગી પ્રાસાદ, અર્બુદ શિખર સીસું વાદ; બીજઇ વર માગીઠું ઇક પુત્ર, મ પૂઠઈ રાખઈ ધરસૂત્ર; કિઈ સુત કિઈ પોઢઉ પ્રાસાદ, બિહુ વર વચ્છ મકરેસિ વાદ; વિમલઈ ઉલટ આણિઉ ઘણઉં, વર માંગિઉ પ્રાસાદહ તણઉ. દેરાં કે દીકરા ? * ૭૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ જ નહી ૧૮ આરસને આત્મા મળ્યો. અર્બદ પહાડનાં શિખરો સોનેરી રસે રસાય, એ પહેલાં વિમળશાહ અને શ્રીદેવી નાહી-ધોઈને પવિત્ર વસ્ત્રો પહેરીને તૈયાર થઈ ગયાં હતાં. સાથે અધિકારી વર્ગ હતો, શ્રીમંત વર્ગ હતો, શિલ્પી અને શ્રમજીવીઓનો બેડો પણ હતો. બધાં વાતો કરતાં હતાં કે વિમળશાહને રાતે મા અંબિક સ્વપ્નમાં આવ્યાં, ને કહી ગયાં છે, કે ચંપાના ઝાડ નીચે સાથિયો દેખાય ત્યાં ખોદજે, તારી ઇચ્છા પૂર્ણ થશે. થોડી વારમાં રાજહાથી આવી પહોંચ્યા. એના પર પૂજાના થાળ ને સુગંધી ફૂલોની છાબો મૂકેલાં હતાં. એક તરફ રૂપાનાણું ને એક તરફ સોનાનાણું હતું. કનિશાન ગડગડ્યાં. શંખ ફૂંકયા. ને પૂર્વ દિશા તરફ હાથી ચાલ્યો. સૂરજનારાયણ સરિયાં કિરણો પ્રસારતા આકાશમાં આગળ વધી રહ્યા હતા. વિમળશાહ ને શ્રીદેવી ભક્તિની સુરંગી ધજા લઈને આગળ ચાલતાં હતાં. હૈયે સાત-સાત દીકરાનાં એકસાથે લગ્નોત્સવ માણવાનો આનંદ હતો. થોડે દૂર ચંપાનું ઝાડ દેખાયું : વાહ ! સ્વપ્ન સાચું થયું ! નીચે કંકુનો સાથિયો દેખાયો વાહ મા અંબે ! વાહ જગદંબે ! ૭૬ મંત્રીશ્વર વિમલ Page #92 -------------------------------------------------------------------------- ________________ વિમળશાહે હાથમાં ચાંદીના હાથાવાળી મેઘળી લીધી, થોડીક જમીન ખોદી. પછી તો મજૂરોએ તરત જમીનમાં ઊંડો ખાડો કરી દીધો. ઊંડા ખાડામાં રહેલી મૂર્તિ નજરે પડી. ચારે તરફ જય-જયકારના ધ્વનિ ગાજી રહૃાા. પ્રતિમા ધીરેથી બહાર કાઢવામાં આવી. શ્યામ વર્ણની એ સુંદર પ્રતિમા હતી. ખભા પર કેશની એક લટ રહી ગઈ હતી. અરે, આ તો ભગવાન ઋષભદેવની મૂર્તિ ! તરત પ્રતિમાને પ્રક્ષાલથી સ્વચ્છ કરી, કેસરચંદનથી પૂજિત કરી. ફૂલમાળાઓ ચઢાવવામાં આવી, ને રાજાથી પર આરૂઢ કરવામાં આવી. તાબડતોબ એક ગભારો તૈયાર કરવામાં આવ્યો ને એમાં આદિદેવની મૂર્તિ પધરાવવામાં આવી. ખૂબ આનંદ ! મહા હર્ષ! આખા આબુ પહાડને સુગંધી જળે છાંટ્યો. બધે રસ્તે સોનૈયા ને રૂપૈયા ઉછાળ્યા. આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ ત્યાં પધાર્યા. અષ્ટાક્ષિક મહોત્સવ ર્યો. શાંતિસ્નાત્ર ભણાવ્યું ને પછી મોટું જમણ આપ્યું. તમામ સ્થળે ઉત્સાહ વ્યાપી ગયો, ને મંદિરોનું ધમ ધમધોકાર ચાલુ થઈ ગયું ! હવે ભૂત-પ્રેત તો ક્યાંય ન રહ્યાં, પણ સાપ-વીંછી પણ ચાલ્યા ગયા. કમમાં બાધા કરનાર કોઈ જીવ ત્યાં ન રહ્યા. દાં દિવસે વધે એટલાં તે વધે; રાતે વધે એટલાં દિવસે વધે. વિમળશાહ અને શ્રીદેવી તો જગત આખાની જંજાળ ભૂલી ગયાં, ને આ કાર્યમાં લવલીન બની ગયાં. એમના આત્માને અપૂર્વ આનંદ સાંપડ્યો હતો. એ આનંદ પાસે તો સુવર્ણ પણ માટીની બરાબર લાગતું હતું. વર્ષો વીતવા લાગ્યાં. એક વર્ષ પસાર થયું, બીજું વર્ષ પસાર થયું ને ત્રીજું પણ ચાલવા લાગ્યું. વિમળશાહ શ્રીદેવી સાથે દિવસો સુધી અહીં રહે છે અને બધું કર્ય બારીકાઈથી જુએ છે. કિર્તિધરની સાથે કલાકો સુધી પોતાની દૃષ્ટિ પ્રમાણે કલાનું વિવેચન કરે છે. એ રીતે બીજાં ચાર વર્ષ પણ વીતી ગયાં, ને દશક ઉપર વાત આવી. પૈસો પાણીને મૂલે વપરાતો જતો હતો, છતાં વિમળશાહની ધીરજ જરાય ઓછી થતી નહોતી. એ તો ક્વેતા કે મારે મન સિદ્ધિ કરતાં સાધના મીઠી છે. આ કામ ચાલે છે, આરસને આત્મા મળ્યો છે ૭૭ Page #93 -------------------------------------------------------------------------- ________________ એ અત્તરિયાની દુકન જેવું છે. અત્તર મળે તો ઠીક, નહિ તો સુગંધ તો મળે જ છે ! દેવનાં દેરાં મારા મનને ઉચ્ચ ભાવના પર રાખે છે. કેવો આ આનંદ! કેવો આ હર્ષ ! અને એમાં કેટલાં માણસો કામ કરતાં ? પંદરસો કારીગરો અને બે હજાર મજૂરો ! હાથી, ઘોડા ને ખચ્ચરનો તો એમાં સુમાર જ ન હતો. વિમળશાહ હવે મંદિર પૂરું થવાની ચાહ જોઈને બેઠા હતા. દશા ઉપર ત્રણ વર્ષ વધારે વીતી ગયાં હતાં. તેર-તેર વર્ષની અખંડ કમગીરી પછી પણ હજી મંદિર તો અપૂર્ણ જ હતું. પણ હવે કીર્તિધર રંગ પર આવી ગયો હતો. એ મંચ પર ચઢી ગયો હતો. ઊતરવાની વાત ક્વી ? થાકની વાત ક્વી ? ખાવાની સુધ પણ તેને છે ? એ પૂરી કુશળતાથી નકશી ઉતારી રહ્યો હતો. ૧૪૦ ફૂટ લાંબા અને ૯૦ ફૂટ પહોળા મંદિરમાં એણે કળાની અદ્ભુત સૃષ્ટિ ખડી કરી દીધી. એણે મંદિરના સ્તંભો પર આમ્રપર્ણોની ધર, હાથીઘોડાની હાર અને દેવદેવીઓનાં મનોહર નૃત્ય આબેહૂબ ઉતાર્યા; એના રંગમંડપની છત પણ સંગીત અને નૃત્યના અનેક અભિનયોવાળી પૂતળીઓથી શણગારી દીધી. | મુખ્ય મંદિરની આસપાસ દેવકુલિકાઓ (દરીઓ) રચી હતી. તેમાં છતે-છતે જુદી-જુદ્ધ ભાતોની રચના કરી હતી. એનાં કમળો જાણે સાચાં સફેદ કમળો હોય એટલાં પ્રેમળ દેખાતાં હતાં – હાથ અડાડતાં પણ કેઈનો જીવ ન ચાલે ! રખેને પાંખડી કરમાઈ જાય ! એ ઉપરાંત કેટલીક છતોમાં જૈન ધર્મના મુખ્ય દેવો-તીર્થ કોના જીવનના અદ્ભુત પ્રસંગો કેરી કાઢ્યા હતા. લેઈ છતમાં તીર્થકરની માતાને એમના ગર્ભાધાન સમયે આવેલાં સુંદર સ્વપ્નો ઉતાર્યા હતાં, તો ઈ છતમાં એમની બાલક્રિડાનાં દશ્યો આબેહૂબ ખડાં કર્યા હતાં. આરસમાં જાણે આત્મા જાગી ઊઠ્યો હતો. એક છતમાં એ વખતના ગુજરાતના વહાણવટીઓનું પણ સુંદર ચિત્ર બેરી કહ્યું હતું. વિમળશાહ અને શ્રીદેવી તો છાયાની જેમ ત્યાં ફરતાં હતાં. એ ઘડીકમાં ૭૮ મંત્રીશ્વર વિમલ Page #94 -------------------------------------------------------------------------- ________________ કિર્તિધર સાથે વિચાર-પરામર્શ કરે, ઘડીકમાં બીજા શિલ્પીઓને સલાહ આપે, ઘડીકમાં ધર્મકથાઓ સંભળાવે. ગુજરાતનો દંડનાયક અહીં એક સામાન્ય માનવી બની ગયો હતો. દેશ-દેશથી લોકે જોવા માટે ઊમટ્યાં, અને જોઈ-જોઈને આશ્ચર્યમાં મસ્તક નમાવવા લાગ્યાં. નવા તૈયાર થયેલા મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી. આ વખતે વિમળશાહે કહ્યું : ભાઈ શિલ્પીઓ! આ મૂર્તિ અહીં જ રહેવા દો. તમે જાણો જ છો કે માતા અંબાએ સ્વપ્નમાં આવીને સૂચિત કર્યું કે “વિમલ ! ચંપાના વૃક્ષ નીચે ખોજે. ત્યાંથી એક પ્રતિમા તને લાધશે. એ પ્રતિમા તારુંલ્યાણ કરશે.” એ મૂર્તિ ચોથા આરાની (લગભગ ૨૪૬૦ વર્ષ પહેલાંની) છે. હવે થાપ્યાં ઉથાપવાં નથી. મૂળ મંદિર માટે મેં ધાતુની રમણીય મૂર્તિ નવી તૈયાર કરાવી છે.” ભલે, જેવી આપની ઇચ્છા !' ને શિલ્પીઓ ભૂમિમાંથી મળેલાં પ્રતિમાજીને ત્યાં રાખી આગળ કામે લાગ્યા. ભગવાનના સમવસરણની રચના થઈ રહી. આચાર્ય ધર્મઘોષસૂરિએ કહ્યું : સમવસરણ એટલે ભગવાન જેમાં બેસી ઉપદેશ આપે એ વિશાળ વ્યાખ્યાનશાળા. દેવો એને બનાવે. એને ત્રણ ગઢ અને બાર દરવાજા હોય. એમાં ખૂબી એ છે કે ભગવાન બોલે એક ભાષામાં ને સહુએ ઉપદેશ સાંભળે પોતપોતાની ભાષામાં.” શિલ્પીઓએ અજોડ સમવસરણ ઉતાર્યું. અને અંબિકાદેવીની પ્રતિમા સાથે યક્ષમૂર્તિ, ક્ષેત્રપાલ મૂર્તિ ને ઇંદ્રમૂર્તિને પણ ન ભૂલતા. આમાં તો ઝાઝા હાથ ને ઝાઝાં મન રળિયામણાં બન્યાં છે.” ભગવાનની મૂર્તિઓ અને પટો બનાવી રહેલા શિલ્પીઓને વિમળશાહે સૂચના કરી. “અને આ યંત્ર પણ અહીં ચીતરજો.” શ્રીદેવીએ કહ્યું. “શ્રીદેવી, આચાર્યદેવને તો કેમ ભુલાય ? એમની મૂર્તિનું નિર્માણ કરાવીશું જ.” “અને લક્ષ્મીદેવીને પણ.” “હા. એની કૃપા પણ મોટી વાત છે.” “અને દેવી સરસ્વતી વગર લક્ષ્મી શોભે ક્યાંથી ? ધન સુકૃતમાં ખર્ચવાનો માર્ગ જીવંત સરસ્વતી જેવા આચાર્યશ્રીએ જ આપણને બતાવ્યો ને ? શ્રીદેવીએ કહ્યું. આરસને આત્મા મળ્યો ૭૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ સારાં કામમાં એક્બીજાં-એક્બીજાંની સરસાઈ કરી રહ્યાં. કામ ઝડપથી ચાલતું હતું. ક્યાંક ગર્ભગૃહ તૈયાર થતાં હતાં. ક્યાંક રંગમંડપ રચાતા હતા. તોરણ, બારસાખ ને થાંભલા જાણે મીણનાં બન્યાં હતાં. અપૂર્વ નક્શી ઊતરી રહી હતી. ગુંબજ અને પરકમ્માઓમાં તો કારીગરીની કમાલ થઈ હતી. કારીગર તો એના એ હતા, પણ અહીં જે કલા જન્મતી હતી તે આજ સુધી અપૂર્વ હતી. અરે ! વસ્તુ તો એની એ હોય, પણ યોજક ઉપર મોટો આધાર છે. એ કાળમાં વિમળશાહ જેવો મોટો કોઈ કલાનો યોજક નહોતો. “અરે ! અહીં એક ભાવ-ચિત્ર આલેખો.” વિમળશાહે શિલ્પીઓને ક્યું, “ભરત અને બાહુબલિનું યુદ્ધ આલેખો. રાજ માટે ભાઈ-ભાઈ લડ્યા. રાજલક્ષ્મી કેવી અકારી છે ? – છેવટે બાહુબલિને એનું ભાન થયું. એમણે રાજલક્ષ્મી છાંડીને ધર્મલક્ષ્મી સ્વીકારી. માગ્યું ત્યારે ન મળ્યું. ત્યાગ્યું ત્યારે સર્વ મળ્યું !..” - શિલ્પીઓએ તો આખી કથા ઉતારી. જોનારનાં હૈયાં ભાવથી નાચી ઊઠ્યાં. “અને સોળ વિદ્યાદેવીઓને ન ભૂલતા. રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા, વજાકુશી, અપ્રતિચકા (ચશ્ર્વરી) પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વસ્ત્રા, મહાજ્વાલા, માનવી, વૈરોટ્યા, અછુપ્તા, માનસી ને મહામાનસી.” શ્રીદેવી બધાં નામ ગણાવી રહી. એ નામમાં બ્રેઈ સામર્થ્ય હોય તેવો ભાસ થઈ રહ્યો . “અને નાથ !” શ્રીદેવીને કોઈ ભાવ-પ્રસંગ યાદ આવી રહ્યો હોય તેમ બોલી, “પેલો આર્દ્રકુમારવાળો પ્રસંગ જરૂર ચિતરાવજો. મને એ કથા ગમે છે. ક્વો એ ઉપદેશ ! હાથીના પગે બાંધેલી લોઢાની સાંક્ળ તોડવી સહેલી છે, પણ સંસારનાં સૂતરના તાતણે બંધાયેલાં સ્નેહબંધનો છેદવાં ભારે કઠિન.” “વાહ ! ભારે સુંદર પ્રસંગ યાદ ર્યો. અરે, આર્દ્રકુમારની આખી કથા આલેખો. ક્યાણ છે તો આમાં જ છે. વિમળશાહે કહ્યું ને આગળ બોલ્યા : “ભગવાન નેમનાથ ને મહાસતી રાજુલાની કથા ન ભૂલતા. બંનેનાં મન મળ્યાં પણ તન ન મળ્યાં. રાજીવનમાં હિંસા ને પ્રતિહિસા જોઈ ભૌતિક રાજ છોડી એ ગિરનાર ગયાં, ને આત્મિક રાજ મેળવ્યું, જગતમાં આવું જોડું ક્યાં મળવાનું છે ?” એક છતમાં શ્રી નેમિનાથ તીર્થંકર રાજિમતી નામની યાદવ મારીને ૮૦ × મંત્રીશ્વર વિમલ Page #96 -------------------------------------------------------------------------- ________________ પરણવા જાય છે તેનું દૃશ્ય ઉતાર્યું હતું, તેમાં વધ કરવા પૂરેલાં પ્રાણીઓના પોકાર સાંભળીને ફરતા નેમિનાથનું હૃદયભેદક ચિત્ર સહુના દિલમાં સોંસરુંઊતરી જતું હતું. “અને સ્વામી ! રાજા મેઘરથ અને સીંચાણાની વાત પણ આલેખાવો. પ્રેમ અને અહિંસાની પરાકાષ્ઠા તો જુઓ ! આત્માની સમદૃષ્ટિ તો નીરખો ! એક કબૂતરના જીવને પોતાના જીવસમાન લેખવ્યો, ને એને બચાવવા પોતાના દેહનું બલિદાન આપ્યું.” “સરસ છે ભાવપ્રસંગ ! જે જોશે ને જે વિચારશે એનું સદ્ય લ્યાણ કરશે. સાધે પથ્થર માણસને જલનિધિમાં ડુબાડે; આ કલામય પથ્થર માણસને ભવનિધિથી તારે !”શ્રીદેવી બોલી, શિલ્પીઓએ એ પ્રસંગને આખો ને આખો ઉતારી લીધો. “સાથે-સાથે શ્રીકૃષ્ણની કથા પણ આલેખજો. # જેવા બળવાન રાજાને કૃષ્ણ જેવા બાળકે કેવી રીતે હરાવ્યા ? અભિમાનનો પહાડ કેવી રીતે ઊખડી ગયો ? સરસ કથા છે.” નીતિ ને અનીતિનું એ દૃષ્ટાંત છે. અને નરસિંહ અવતારની કથા પણ ગર્વિષ્ઠ લોકો માટે ભારે બોધદાયક છે. દાનવ હરિણ્યકશિપુને ફાંકો હતો કે એને કોણ મારે ? પણ દુનિયામાં શેરને માથે સવાશેર હોય જ છે.” “અને ભક્તિ માટે પ્રલાદનો ભાવપ્રસંગ આલેખજો ! ભક્ત તો પ્રહ્નાદ; ભક્તિ તો પ્રલાદની; બીજી બધી વાતો !” શ્રીદેવીએ કહ્યું. આમ ચઢતા ભાવે મંદિરનું નિર્માણ થતું ચાલ્યું. વર્ષ મહિના જેવાં થઈ ગયાં, ને મહિના દિવસ જેવા બની ગયા. પણ કોઈ થાક્યું નહિ, કોઈ કંટાળ્યું નહિ, કોઈની ધીરજ ખૂટી નહિ. ગોખલે ગાખલે ને થાંભલે થાંભલે શિલ્પના અદ્ભુત શણગાર સજાયા. નાચતી પૂતળીઓ ને ગાતી શિલ્પાકૃતિઓમાં જાણે જીવ મૂક્યો જ બાકી છે. ધીરે-ધીરે મંદિર તૈયાર થયું. લોકેએ એનું નામ “વિમલવસહી' રાખ્યું. કલાપ્રિય કિર્તિધરે પોતાની આંખે જે કાંઈ જોયું હતું, તે બધું જ આ મંદિરની શ્વેતરણીમાં ઉતારી દીધું. ચૌદ વર્ષની અખંડ તપશ્ચર્યા બાદ એક અજોડ મંદિર તૈયાર થયું. વિમળશાહે અપર્વ ઉત્સવ કરી યુગાદિ દેવની સ્થાપના કરી. ધર્તિધરે હથિયારો દેવચરણે મૂક કેવળ નિવૃત્તિમાં રહેવાની પ્રતિજ્ઞા લીધી.* * વિ.સં. ૧૦૮૮માં મંદિર તૈયાર થયું. સાડા અઢાર કરોડનું ખર્ચ થયું. આરસને આત્મા મળ્યો છે ૮૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઘર કોનું ? યશ અને અપયશ જેની જબાન પર બંધાયો છે, એ ભાટના સમુદાયમાં એક દહાડો વાતમાં વાત નીક્ળી. એક જણાએ કહ્યું : “અરે ! દાતાર તો દુનિયામાં વિમળશાહ, બાકી બધી વાતો. ભાટોએ પૂછ્યું, “એ વિમલ વળી કોણ છે ? “ગુજરાતનો મંત્રી છે. વિમળ એનું નામ છે. જ્ઞાતે પોરવાડ છે. મૂળ શ્રીમાલનો રહેવાસી છે. એના બાપદ્મા ગુજરાતના ગાંભુ ગામે જઈને વસ્યા હતા. પરાક્ર્મ કરી, એ પાટણનો મંત્રી બન્યો; પાટણથી આવી આબુમાં વસ્યો છે. આ પ્રદેશનો એ દંડનાયક છે. પરમાર રાજાને એણે વશ કર્યો છે. ડહાપણમાં એ હાથી જેવો ને પરાક્ર્મમાં સિંહ જેવો છે. દેશના દુશ્મનોને એણે સૂતા માર્યા છે. પણ એ માત્ર લડવૈયો નથી, એ કલાકાર પણ છેઃ ઘડતર અને ચણતરમાં હોશિયાર છે.” “વાહ ભાઈ વાહ. આગળ એની તારીફ ?” ભાટોએ પૂછ્યું. “એણે આબુની તળેટીમાં નમૂનેદર નગર બાંધ્યું છે. ચંદ્રની ચાંદની જેવી એ ઊજળી નગરીનું નામ ચંદ્રાવતી રાખ્યું છે. ચંદ્રાવતી નગરીને જે જુએ એ ૮૨ * મંત્રીશ્વર વિમલ Page #98 -------------------------------------------------------------------------- ________________ મોમાં આંગળી નાંખે; બોલી ઊઠે, અરે, આવી તો અમરાપુરી પણ નહિ હોય !” “વાહ વિમળ, વાહ ! રંગ તને !” “અને આટલું અધૂરું હોય એમ વિમળ મંત્રીએ આબુ પર દેલવાડાનાં દેરું બાંધ્યાં; સહુનાં મન રાજી કરી જમીન લીધી; કડિયા-સલાટને નિહાલ કર્યા; નવખંડમાં નામના કરી.” “જુગ-જુગ જીવે એની નામના. પણ વિમલે કંઈ ઘન ધધાં છે ખરાં ?” “વિમળ ઘતાર પણ એવો; ભાગ્યે જ કોઈ યાચક એની પાસેથી ખાલી હાથે પાછો ફરે. અસલ રાજા કરણનો અવતાર.” આ બધાં વખાણથી ઘણા ભાટ લોકોના પેટમાં તેલ રેડાયું. તેઓએ વિચાર કર્યો કે કલિયુગમાં દાતાર ક્યાં ? માટે આની પરીક્ષા લેવી; વિમળશાહને હલકે બતાવવો; એની નિંદા થાય તેમ કરવું. આ માટે તેમણે પાંચ સો અગિયાર ભાટને તૈયાર કર્યા. તે પાંચ સો અગિયાર ભાટોને કહ્યું કે “વિમળ પાસે માગે એની ભૂખ ભાંગે. કળિયુગમાં વિમળ જેવો કોઈ ઘતાર નથી. ભાટ તો તૈયાર થયા, પોતાના ઘોડા પલાણ્યા ને કેડે તલવારો બાંધી, હાથમાં હોક્ક લીધા. દેશ-દેશ ફરતા ચંદ્રાવતી નગરીએ આવ્યા. ચંદ્રાવતીનો ઊંચો દરવાજો છે. ઊંચી પોળ છે. પોળ આગળ પોળિયા પહેશે ભરે છે. પોળિયાઓએ પાંચસોના ટોળાને જોયું. કેડે હથિયાર જોયાં. હોકરાપડકારા સાંભળ્યા. અને ઝટ લઈને દરવાજા બંધ કર્યા. હાથમાં ભાલો લઈ ઘોડે ચડી, પોળિયો આગળ આવ્યો અને પડકાર કરીને બોલ્યો : “સબ લોક ખડે રહો.” “અરે પોળિયા ! દરવાજા બંધ કરીશ નહિ. અમને ન ઓળખ્યા, ભલા માણસ ?” “ના.” પોળિયાએ કહ્યું. “અરે, અમારા હાથમાં હોક છે, એ તું જોતો નથી ? લડવૈયા કદી પોતાના હાથમાં હોકા ન રાખે.” ભાટોએ કહ્યું. પોળિયો કહે , “અમે એવું બધું ન જાણીએ. તમે કોણ એ તમે પોતે જ કહો. ઘર કોનું? ૮૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ ભાટ હે, “અમે દૂર દેશના રહેનારા છીએ. જાતના ભાટ છીએ. ઘતાર અને ધર્મી લોકોનાં વખાણ કરવાનો અને શઠ લોકોની નિંધ કરવાનો અમારો ધંધો છે. અરીસા જેવા અમે છીએ; જેવું જોઈએ એવું છડેચોક ક્ડીએ છીએ.’ પોળિયો ક્યે, “તો તમે અહીં શા માટે આવ્યા છો ?” ભાટ હે, “અમે ચંદ્રાવતી નગરીનાં વખાણ સાંભળ્યાં છે. એ નગરીના રચનાર વિમળ મંત્રીની બહુ નામના સાંભળી છે. લોક ક્યે છે કે એ કર્ણ જેવો ઘતાર છે, ભીમ જેવો બળવાન છે, અર્જુન જેવો બાણાવળી છે, ને વિશ્વકર્મા જેવો કલાકાર છે. અમારે એને જોવો છે ને વખાણવો છે. આ સાંભળી પોળિયાએ ઊંડો નિશ્વાસ નાખ્યો. એ બોલ્યો : “પણ મંત્રીશ્વર અત્યારે ઘેર નથી.” “ઓહોહો ! ગજબ થયો. હવે શું શું ?” બધા ભાટ વિચારવા લાગ્યા. એક ભાટે હ્યું, “મારો એક અનુભવ છે. જે પુરુષ ઘતાર હોય એની ઘરનાર કજિયાળી ને કંજૂસ હોય છે. હાલો પાછા. જેવાં આપણાં નસીબ.” બીજા જુવાન ભાટે ક્યું : “ના, ના, કોઈ ઘેર જુગતે જોડી પણ હોય છે. હાલો, હવે બૂડ્યા પર બે વાંસ. વિમળની સ્ત્રીનું પારખું તો કરીએ.” ભાટ બધા નગરમાં પેઠા. ઊભી બજારો જોતા જાય, ચૌટાં નીરખતાં જાય અને ભભકો ને ઠાઠ જોઈ રંગ નાખતા જાય. હવે રહેવાની હવેલીઓ આવી. એકને જુઓ અને એકને ભૂલો. એમાં બધી હવેલીઓ જેવી એક હવેલી આવી, પણ એની નક્શી જુદી હતી. એના ઝરૂખે કળામય પૂતળીઓ હતી. આગળ માટીના બે હાથી મૂક્યા હતા, પણ જાણે સાચા હાથી જોઈ લો ! ભાટે ક્લે, “નક્કી વિમળ મંત્રીની આ હવેલી હશે.” હવેલીના દરવાજે દરવાન બેઠો હતો. ભાટ ત્યા પહોંચ્યા ને બોલ્યા : “ભાઈ, વિમળ મંત્રીની આ હવેલી છે ને ? તેઓ ઘેર છે ? દરવાને હ્યું, “ના” ભાટ હે, “તો ભાઈ રામ રામ ! એમનાં ઘરવાળાંને હેજો કે ભાટનો સમુધ્રય મંત્રીશ્વરને મળવા આવ્યો હતો.” ૮૪ ૨ મંત્રીશ્વર વિમલ Page #100 -------------------------------------------------------------------------- ________________ દરવાન ધે, “એમ ન જવાય.અમારા મંત્રી રાજનો હુકમ છે કે અભ્યાગત, પરોણો, બ્રાહ્મણ-શ્રમણ અને ટીપવાળો કેઈ આશા ભરીને આવેલો આ નગરમાંથી નિરાશાભર્યો પાછો જવો ન જોઈએ. એ માટે રાતદહાડો દરવાજો ખુલ્લો રાખવાનો હુકમ છે.” ભાટ કહે, “એ બધી વાત સાચી. પણ ધણી જ ઘેર ન હોય, પછી રોકવું નકામું ને !” દરવાન કહે, “ઊભા રહો. હું મંત્રી રાજનાં પત્ની શ્રીદેવીને પૂછી લાવું.” ભાટ કહે, “ભાઈ ! પુરુષ ઘેર ન હોય પછી શું ? અત્યારે અમે નહીં રોકાઈએ ! વળી કોઈ વાર વાત. એટલી વારમાં તો દરવાન અંદર ચાલ્યો ગયો, ને થોડી વારમાં પાછો ફર્યો. એણે કહ્યું : “હે સરસ્વતીપુત્રો ! મારી બાઈએ પુછાવ્યું છે કે ભાટચારણની તો ચતુર જાત હોય છે. મારા એક સવાલનો તેઓ જવાબ આપે; પછી જવું હોય તો જાય ને શેકાવું હોય તો રચાય.” ભાટ કહે, “અરે ! બાઈ કોઈ ચતુરસુજાન લાગે છે ! અમને સવાલ કહો. અમે જરૂર જવાબ આપીશું. દરવાન કહે : “બાઈએ પુછાવ્યું છે કે ઘર કેવું ?” ભાટ જરાક ખચકાઈ ગયા. વિચારવા લાગ્યા કે શાસ્ત્રમાં તો ગૃહિણીને ઘર કહ્યું છે. આપણાથી આવી ચતુરબાઈને ખોટો જવાબ કેમ અપાય ? ભાટના મોવડીએ કહ્યું : “ઘર તો સ્ત્રીનું.” દરવાન ક્યું, “તો બાઈએ કહેવરાવ્યું છે કે વિમળ મંત્રી બહારગામ ગયા છે, પણ ઘરમાલિક ઘેર તો છે. માટે ભાટ-સમસ્તને નોતરું છે. વિમળ મંત્રી ઘરભંગ નથી. જેની પત્ની મરે એ ઘરભંગ હેવાય - પછી ઘરના થાંભલા ને છાપરાં એમનાં એમ ભલે રહે ! માટે ઘર મારું છે ને મારી વિનંતી છે કે સહુ ડાયરો જમીને જાય.” ભાટની જીભ કદી ચૂપ ન થાય, એ આ જવાબ સામે ચૂપ થઈ ગઈ. બધા મનમાં ઘખલ થયા. અહીં મોટી એવી અતિથિશાળા હતી. ત્યાં તમામ પ્રકારની સગવડ હતી. પાંચસો ને અગિયાર ભાટનો સારી રીતે સમાવેશ થાય તેમ હતું. ઘર કોનું? ૮૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ ભાટ તો અતિથિગૃહ જોઈ રહ્યા : વાહ ભાઈ, વાહ! રસ્તાનો થાક હતો. નાહા-ધોયા ને થાક ઉતાર્યો. જમવાનો સમય થયો. ભાટોએ કહેવરાવ્યું કે “અતિથિગૃહ તો મોટું હોય પણ ભોજનગૃહ બહુ મોટું ન હોય. અમે પચીસ-પચીસની પંગતમાં જમવા બેસીશું.” શ્રીદેવીએ કહેવરાવ્યું, “બધાને સાથે જમવા બેસવાનું છે ! પાંચસો પંચાવન પાટલા નંખાવ્યા છે.” દરેકને બબે પાટલા : બેસવાના ને જમવાના. પાસે ઢીંચણિયાં. આગળ ગંગાજળ ને લોટો-પ્યાલો. બધા પંગતમાં જમવા બેસી ગયા,એટલે શ્રીદેવી પોતે પીરસવા આવ્યાં. ભાટ તો શ્રીદેવીના રૂપને અને તેને જોઈ વિચારવા લાગ્યા, “અરે ! આ તો લક્ષ્મીનો અવતાર હશે કે સાક્ષાત સરસ્વતી હશે? કોઈ ભૂલી પડેલી અપ્સરા હશે કે લેઈ દેવી હશે ?” હાથે કંકણ છે. મને ઝબૂતી ઝાલ છે. પગ અને હાથનાં તળિયાં લાલ કંકુનાં છે ! બોલે છે ને મોતી ઝરે છે. એ ચાલે છે ને ઝાંઝર વાગે છે. આગળ ધસી કંસાર પીરસે છે. પોતે વાઢીએ ઘી રેડે છે. ઘી તે કેવું રેડે છે ? જાણે ચોમાસાના મેઘની ધારા ! ચારણો તો જમવા લાગ્યા. શ્રીદેવી પાટલે-પાટલે ફરે છે, બમણું-બમણું પીરસે છે અને ઘસીઓને વાનીઓ લાવવા વારંવાર હુકમ કરે છે. ભાટ બધા ખાતા થાક્યા, પણ શ્રીદેવી ખવરાવતાં ન થાક્યાં. પીરસનારીઓ પણ જાણે કેઈ પિયરનાં સગાં આવ્યાં હોય એમ ઉત્સાહથી પીરસતી હતી. ભાટથી હવે આગળ જમાય એમ નહોતું. બધા હાથ જોડીને બોલ્યા : માતાજી! શેર સોનું (કંસાર) ને બશેર રૂપે (ભાત) જમ્યા. અમારું સાગર જેવું પેટ છલોછલ ભરાઈ ગયું. હવે એક ટીપું પણ પેટમાં સમાય તેમ નથી.” શ્રીદેવી હે, “મારા એક સવાલનો જવાબ આપો તો ઊભા થવા દઉં.” ભાટ હે, ભલે.” શ્રીદેવી કહે, “મા વધે કે બાપ ?” ૮૬ મંત્રીશ્વર વિમલ Page #102 -------------------------------------------------------------------------- ________________ ભાટ કંઈ ન સમજ્યા. શું જવાબ આપવો તે ન સૂઝયું. ભાટ કહે, “મા ! તમે જ તમારા સવાલનો જવાબ ક્યો.” શ્રીદેવી ધે, બાપ કરતાં મા વધે. માં ક્યાંય જમવા જાય તો બાળકને સાથે લીધા વગર ન જાય. એક્લા જમતાં લેળિયો એના ગળે ન ઊતરે. બાળક ચાલવાની આડોડાઈ કરે તો એકને કાંખમાં લે અને એકને આંગળીએ લે, અને વધુ હોય તો એકને ખભે પણ લઈને જાય. પહેલો કોળિયો દીકરાના મોંમાં મૂકે. કદાપિ ઈ મા એક્લી જમવા જાય તો મિષ્ટાન્ન મૂકી રાખે ને ફક્ત દાળ-ભાત જમે.” ભાટ કહે : “સાચી વાત છે માતાજી!” શ્રીદેવી કહે : તો કાં તમે તમારાં બાળકોને અહીં તેડાવો ને બં તેમને માટે રસ્તામાં બગડે નહિ એવી મીઠાઈ બનાવરાવું ત્યાં સુધી રોકઓ.” ભાટોએ નછૂટકે રોકવાનું કબૂલ કર્યું. બધા જમીને ઊઠ્યા એટલે પાનસોપારી પીરસ્યાં. પછી હિંડોળાખાટો બતાવી, પલંગો બતાવ્યા. બધાનાં પેટ ભરેલાં હતાં એટલે બધા ઘસઘસાટ ઊંધ્યા. બપોરે ઊઠ્યા ત્યાં શિરામણ તૈયાર હતું. શિરામણ કર્યું ત્યાં રથ તૈયાર હતા. રથમાં બેસીને ચંદ્રાવતી નગરી ફરી-ફરીને જોઈ આવ્યા. સાંજે વાળુ કરવા બેઠા ત્યાં નગરલોક વાતો સાંભળવા આવ્યા. જે આવ્યા એ દક્ષિણા આપી ગયા. ભાટોને તો વગર માંગ્યે સંપત્તિ મળી. ખાલી ઝોળીમાં સોનું-રૂપું ભરાયું. આમ, બે દિવસ વીતી ગયા એટલામાં વિમલ મંત્રી ઘેર આવી પહોંચ્યા. એમણે કહ્યું, “તમે પુરુષ છો, હું પણ પુરુષ છું. પુરુષ કરતાં સ્ત્રી ચઢી જાય એ સારું નહિ. શ્રીદેવીએ બે દિવસ તમને રોક્યા, તો મારે ચાર દિવસ રોકવા જોઈએ.” આમ કહીને વિમળ મંત્રીએ બીજા ચાર દિવસ ભાટોને રોક્યા. તમામ ભાટ હજાર-હજાર જીભે વખાણ કરવા લાગ્યા. વિદાય વખતે બધાને સુવર્ણટંકનું ઘન ને મિષ્ટાન્નના ઘબડા બંધાવ્યા. ભાટ વિમળ મંત્રીની ને શ્રીદેવીની કીર્તિ કરતા ચાલી નીકળ્યા. ઘર કોનું? ૮૭ Page #103 -------------------------------------------------------------------------- ________________ જીવનસંધ્યા જ સૂરજ સવારે ઊગે છે, એ બપોરે પ્રખર કિરણો પ્રસારે છે. માંડી મીટ મંડાતી નથી. એ જ સૂરજ સાંજે પશ્ચિમ આકાશમાં શાંત થઈને ડૂબતો હોય છે. કેવી શીળી એની છાયા હોય છે ! કેવાં સોનલવર્ણા એનાં કિરણ હોય છે ! જાતનાં અજવાળાં કરી જગતને પ્રકાશ આપ્યાનો એના મોં પર આનંદ હોય છે. ઉત્થાન, મધ્યાહ્ન ને વિરમ-સંસારની ત્રણત્રણ સ્થિતિઓ વિમળશાહે શોભાવી હતી. વિમળશાહને બધું સાંપડ્યું હતું. ચૌદ વર્ષની તપશ્ચર્યા પછી, અઢાર કરોડ અને તેપન લાખ રૂપિયાના બાદશાહી ખર્ચ પછી, દેવવિમાન જેવા મનોહર દેવમંદિરનું નિર્માણ વિમળશાહને કર્તવ્યસિદ્ધિ જેવું લાગ્યું. હવે બધું છોડી વિમળશાહ તથા શ્રીદેવીએ ધર્મકાર્યોમાં ચિત્ત પરોવ્યું; અતિથિઓની આગતાસ્વાગતા વધુ ને વધુ કરવા માંડી. ૮૮ મંત્રીશ્વર વિમલ Page #104 -------------------------------------------------------------------------- ________________ અર્બુદગિરિ પર સુંદર દેવકુલપાટક (દેલવાડા) સરજાઈ ગયું છે. પૃથ્વી પર જાણે સ્વર્ગનાં વિમાનો આવીને બેઠાં છે. જાણે ઇંદ્રનો દરબાર ભરાયો છે. દેવદેવીઓ ને કિન્નર-ગાંધર્વો નૃત્ય, ગીત ને વાદન કરે છે. ક્યાંક પૂજા છે. ક્યાંક ઘન છે. ક્યાંક ગીત છે. ક્યાંક ભોજન છે. ધર્મમય વાતાવરણ છે. સંસારની લૂષિતતા અહીં દ્વારે પણ ડોકતી નથી. ધીરે-ધીરે વિમળશાહે રાજકીય સંબંધો તજી દીધા છે. ખટપટોમાં એમને રસ નથી. બ્રેઈના ષમાં એમને ભાવ નથી. સવી જીવ કરું શાસનરસી, એ જ ભાવના હૈયે ઉલ્લસે છે ! સત્ય, અહિંસા, ક્ષમા, શૌર્ય ને દાન-આ ભાવોમાં એ સદા રમ્યા કરે છે. આ પ્રેમભાવનાનો પહેલો પડઘો પરમાર રાજા ધંધુકરાજના દિલમાં પડે છે. એ વિમળશાહનાં કાર્યોમાં ઉત્તેજન આપ્યા કરે છે. પાટણથી હવે પ્રેમભર્યા આમંત્રણ આવે છે ! વિમળશાહના મનમાં જરાય દુ:ખ નથી. સંસારમાં જો સદ્ય સુખ-શાંતિ હોય તો ભાવ, ભક્તિ અને વૈરાગ્યને કણ ઓળખે ? આજ શત્રુ એ કાલે મિત્ર, આજે મિત્ર એ કાલે શત્રુ-સંસારની આ રીત છે. માણસે બને તેટલા “જળ-કમળ' બનવું. એ માથાના વાઢનારનેય “ક્ષમા વીરસ્ય ભૂષણમ્' ના સિદ્ધાંતે માફ કરવાની ચાહના રાખે છે. દેવની ભક્તિ, દુખિયાની સેવા અને વતભર્યું જીવન એ એમને મન સર્વસ્વ છે ! જળકમળની જેમ પતિ-પત્ની બંને જીવે છે. સાધુવેશ સ્વીકાર્યો નથી, પણ ભાવસાધુ જરૂર બન્યાં છે. બંને વિશ્વનાં માનવી બન્યાં છે. આબુનાં દેરાંની પતાક એમને પોતાની જયપતાક સમી લાગે છે. એ મંદિરમાંથી આવતા ઘંટના નિનાદ ને આરતીના સ્વરો મનને ખૂબ શાંતિ આપે છે. શ્રીદેવી અતિથિશાળા સંભાળે છે. કેઈ ભૂખ્યો-દુખો આંગણેથી પાછો જાય નહિ. યાત્રીઓને આવકર, એ જીવનનો આદર્શ બન્યો છે. ધારેલાં કાર્યોની જીવનમાં સિદ્ધિ થાય, એ પછી જીવન કે મૃત્યુનો વધારે અર્થ છે જ નહિ. કશી પણ કર્યસાધના વગરનું હજાર વર્ષનું જીવન પણ નામું જીવનસંધ્યા ૮૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ છે, જ્યારે કર્તવ્યની સિદ્ધિવાળું ટૂંકું જીવન પણ રસભર્યું છે. આરાસણ અથવા કુંભારિયાનાં દેરાં પણ કલાપ્રિય વિમળશાહે જ બનાવ્યાં. આવો કળાનો અમૂલ્ય વારસો આપનાર આ નરવીરનો દેહ ક્યારે પડ્યો, તેની ઇતિહાસના પાને કોઈ નોંધ નથી; પરંતુ વિમળશાહ અને શ્રીદેવી મૃત્યુ પામવા છતાં કલાની કૃતિઓથી સભર ધર્મમંદિરોના રચનાર તરીકે આજે પણ અમર છે. દેલવાડાનાં દેરાં નીરખનાર જગતભરના યાત્રીઓ, એ મહાપુરુષને આજે પણ ભક્તિભાવભરી અંજલિ અર્પે છે. જીવ્યું એનું સફ્ળ છે. મરવું એનું સફ્ળ છે. અમર તું મરણે રે ! ૯૦ × મંત્રીશ્વર વિમલ Page #106 -------------------------------------------------------------------------- ________________ ISBN 978-81-89160-81-4 pll788189||160814||