________________
“ઓહ ! કેવી દ્વેષભરી હેવતો ! હું એમ નથી માનતો.”
“આપ ન માનો, પણ અમે તો એના બધા ચેનચાળા જોઈ રહ્યા છીએ. રોગ અને શત્રુને તો ઊગતા જ દાબવા સારા.”
“શું વિમળ મારો શત્રુ ?”
“આજે શત્રુ નથી. પણ માણસે દૂર-દૂર જોતાં શીખવું જોઈએ. આ તો રાજકારણ છે, કંઈ ધર્મકારણ નથી. આવા વીરત્વવાળા ને બુદ્ધિવાળા પુરુષનું મન કાલે બદલાઈ જાય, ને ત્યારે એને વશ કરવો મુશ્કેલ બને. આપ જરા પ્રજામાં ફરો તો ખબર પડે કે એનાં ક્વાં વખાણ થાય છે ! એ સાંભળીને આપને અચરજ થયા વગર નહીં રહે.”
“તો હું શું કરું ?”
“ટાઢે પાણીએ ખસ કાઢો !'
“કેવી રીતે ?” મહારાજા ભીમદેવે પ્રશ્ન ર્યો.
“અમે બધું વિચારી રાખ્યું છે. આપ તો રાજા રામચંદ્ર જેવા છો, પણ સોનાની લંકામાં વસતા રાવણોની તપાસ અમારે રાખવી પડે છે.”
મહારાજાની બુદ્ધિ વળી ચકરાવા લેવા લાગી. થોડી વાર વિચાર કર્યા પછી એમણે કહ્યું,
“નક્કી ! મારા શૂરા સામંતો ને બુદ્ધિધન મંત્રીઓ મને ખોટું ન કહે. માણસના મનનું કંઈ ન હેવાય. કીર્તિ, કાંચન ને સામર્થ્ય માણસને ખોટે રસ્તે લઈ જાય. આ વાણિયાને દૂર કરવામાં જ સાર છે. કોઈ સારો માર્ગ શોધી કાઢો !”
“મારાજ ! માર્ગ તો એક મળ્યો છે. જૂના ચોપડાઓ તપાસતાં વિમળશાહના બાપદાદાઓ પાસે રાજનું લહેણું નીકળે છે. ને તે ભરપાઈ કર્યાનું ચોપડામાં જણાતું નથી. મને લાગે છે કે એમની પાસે આપણું લેણું અવશ્ય છે. તો શા માટે વસૂલ ન કરવું ?”
"
“ઠીક, મને ચોપડા બતાવજો. હું વિચાર કરીશ.”
મહારાજ અંતઃપુરમાં ચાલ્યા ગયા. પાછળથી મંત્રીમંડળ પોતપોતાના સ્થાન તરફ રવાના થયું. રવાના થતાં પહેલાં એક અધિકારીએ પ્રશ્ન કર્યો : “કેમ, ચોપડાની બધી વ્યવસ્થા કરી રાખી છે ને ?”
Jain Education International
For Private & Personal Use Only
દાવ પર દાવ ૨ ૩૩
www.jainelibrary.org