________________
જેના ઉપર ક્ષણ પૂર્વે પૂરતો વિશ્વાસ હતો, એના ઉપર આટલો ભયંકર અવિશ્વાસ ! ખરેખર, માનવીના ચંચળ હૃદયનો શો વિશ્વાસ !
મહારાજ ! સૈન્ય ઉપર વિમળશાહનો કબૂ અજબ છે. ઉતાવળ કરવા જેવું નથી. ધીરજ ને ચતુરાઈથી કઠિન કમ પણ સિદ્ધ થાય છે, એ વાત ભૂલવા જેવી નથી. જે ગોળથી મરતો હોય તેને ઝેર દેવાની શી જરૂર ?” પડખિયાઓએ સલાહ આપી.
ટાઢે પાણીએ ખસ જાય તેવો માર્ગ તો મને પણ પસંદ છે. કેઈ બતાવશો ખરા ?”
“મહારાજ ! થોડા દિવસથી શિકારખાતામાં એક વાઘ આવેલો છે. કાલે એને નિર્જન માર્ગ ઉપર છોડી મૂકએ. પછી વિમળને બદોબસ્ત કરવા આજ્ઞા આપો. બસ, બધું ત્યાં જ પતી જશે !”
શાબાશ ! ઠીક છું.” મહારાજાએ ખુશામતિયાઓની પીઠ થાબડી. રે! રાજામિત્ર, એ વાત જેણે જ્હી ને કોણે સાંભળી ?
ઈર્ષાની આગ રપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org