________________
મારાજ ભીમદેવ પોતાના બે-ચાર ખાસ માણસો સાથે વિમળશાહને ત્યાં પધાર્યા.
વિમળશાહ કળાના ચસયા હતા. જે કાંઈ કામ કરવું એ કળાપૂર્વક જ કરવું સાદું ઘર હોય, કે મોટો મહેલ, પણ એ કળાથી શોભી રહેવાં જોઈએ, એવી એમની માન્યતા હતી. સામાન્ય ઘર પણ જો કલામય હોય તો રાજાનો મહેલ પણ એની પાસે ઝાંખો પડે છે.
વિમળશાહનું ઘર સ્વચ્છ અરીસા જેવું હતું. એમાં કેઈ સ્થળે અવ્યવસ્થા નહોતી. જોઈતી વસ્તુ યોગ્ય સ્થળે ગોઠવેલી હતી. ક્યાંય કચરો કે ધૂળ તો મળે જ શાનાં ?
વળી શ્રીદેવી જેવી આદર્શ ગૃહિણી જ્યાં હોય ત્યાં સૌંદર્ય અને સુઘડતા સોળે કળાએ ધપે એમાં નવાઈ શી ? વિમળશાહનો મહેલ અનેક જાતની સમૃદ્ધિથી ભરપૂર હતો. - શ્રીદેવીનો ખૂબ મોટો કરિયાવર અને એમાં વિમળશાહની વીરતાએ કરેલો ઉમેરો રાજ્યરિદ્ધિને પણ ઝાંખી પાડવાને બસ હતાં.
પરંતુ કમળાવાળો આખું જગત પીળું જ ભાળે ! મહારાજાની સ્વચ્છ આંખોમાં અધિકારીઓએ પહેલેથી જુદો જ રંગ રેડી દીધો હતો. તેમને લાગ્યું કે વિમળશાહ આ સંપત્તિથી એક દિવસ નક્કે મારી સામે થશે !
ભોજન વગેરે થયું પણ મહારાજાનું મન એક જ વિચારમાં હતું : વિમળશાહને કેવી રીતે કાબૂમાં લેવો ?
ભોજન આદિથી પરવારી સર્વે રાજમહાલય તરફ પાછા ફર્યા. વિમળશાહ થોડે સુધી વળોટાવી પાછા ફર્યા.
મારાજા એક જ ધૂનમાં હતા : પોતાના સ્વભાવ પ્રમાણે તડ ને ફડ કરવું જોઈએ. પણ અધિકારીઓની સલાહ પડતાં લેઈ કાવતરું ઘડવા લાગ્યા.
તેઓએ વિચાર્યું કે, વિમળશાહના હાથમાં રહેલી સેનાની લગામ ભયરૂપ છે. આટલી સંપત્તિવાળો કાલે મારી સેનાના બળથી મારી સામે જ મોરચા માંડે તો ?
૨૪ મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org