SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જ નહી ૧૮ આરસને આત્મા મળ્યો. અર્બદ પહાડનાં શિખરો સોનેરી રસે રસાય, એ પહેલાં વિમળશાહ અને શ્રીદેવી નાહી-ધોઈને પવિત્ર વસ્ત્રો પહેરીને તૈયાર થઈ ગયાં હતાં. સાથે અધિકારી વર્ગ હતો, શ્રીમંત વર્ગ હતો, શિલ્પી અને શ્રમજીવીઓનો બેડો પણ હતો. બધાં વાતો કરતાં હતાં કે વિમળશાહને રાતે મા અંબિક સ્વપ્નમાં આવ્યાં, ને કહી ગયાં છે, કે ચંપાના ઝાડ નીચે સાથિયો દેખાય ત્યાં ખોદજે, તારી ઇચ્છા પૂર્ણ થશે. થોડી વારમાં રાજહાથી આવી પહોંચ્યા. એના પર પૂજાના થાળ ને સુગંધી ફૂલોની છાબો મૂકેલાં હતાં. એક તરફ રૂપાનાણું ને એક તરફ સોનાનાણું હતું. કનિશાન ગડગડ્યાં. શંખ ફૂંકયા. ને પૂર્વ દિશા તરફ હાથી ચાલ્યો. સૂરજનારાયણ સરિયાં કિરણો પ્રસારતા આકાશમાં આગળ વધી રહ્યા હતા. વિમળશાહ ને શ્રીદેવી ભક્તિની સુરંગી ધજા લઈને આગળ ચાલતાં હતાં. હૈયે સાત-સાત દીકરાનાં એકસાથે લગ્નોત્સવ માણવાનો આનંદ હતો. થોડે દૂર ચંપાનું ઝાડ દેખાયું : વાહ ! સ્વપ્ન સાચું થયું ! નીચે કંકુનો સાથિયો દેખાયો વાહ મા અંબે ! વાહ જગદંબે ! ૭૬ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004515
Book TitleMantrishwara Vimal
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy