________________
હવા વધુ ને વધુ સુગંધી થતી જતી હતી. પણડનો પથ્થરે પથ્થર જાણે જ્યોતિવ્રુપ બની ગયો હતો.
જીવનની ભાવનાઓના મહાવિજયનો આ પ્રસંગ હતો.
“મા ! મારા પતિદેવ અનુજ્ઞા આપે તો દેરાં માગું છું. પુત્રથી કોઈનાં નામ અમર રહ્યાં નથી, ને રહેવાનાં નથી. નામ અમર રહેશે એક માત્ર સર્મથી !” “મા ! શ્રીદેવીનો વાસનામોક્ષ થાય છે. હું દેરાં માગું છું; જગતનાં કામદ્વેધનાં તોફાન શમાવનાર પુણ્યતીર્થ ઇચ્છું છું. દીકરા તો નામ રાખે કે બોળે. દેરાં તો મારો અને જગનો મોક્ષ કરે; સહુને સહુની ભાવના પ્રમાણે તારે !”
"
“તથાસ્તુ !” ડુંગરાને ભેદતો અવાજ આવ્યો.
વાઘે ભયંકર ડણક દીધી. સર્પમાત્ર નિર્વિષ થઈ ગયા, ને અમરવેલ સુગંધ વહાવવા લાગી.
“મારું બાળકો ! જાઓ ! બડભાગી છો. એક-એક પથ્થર તમારા પુત્રની ગરજ સારશે, ધન્ય તમે !”
અને સોનેરી વલયથી શોભતો એક હાથ અંતરીક્ષમાંથી બહાર આવ્યો. એ હાથમાંથી કંકુ ગરતું હતું.
એ કંકુથી બંનેનો અભિષેક થઈ રહ્યો.
“તમે વિશ્વનાં બન્યાં છો, વિશ્વ તમારું બન્યું છે. વત્સ ! પ્રભાતકાળે ચંપાનાં ઝાડ નીચે કંકુનો સાથિયો દેખાય ત્યાં ખોદજે. તારું કર્ય સિદ્ધ થશે.”
એ રાતના મહાપ્રસંગને વર્ણવતાં કવિ કહે છે -
Jain Education International
પુહતઉ વિમલ ગયું અંબાવિ, ધ્યાન ધરી બિઠઉ મન ભાવિ; બિહુ ઉપવાસે પરટિંગ હુઈ, માગિ માગિ વર તૂઢિ સહી; પહેલઈ વર માગી પ્રાસાદ, અર્બુદ શિખર સીસું વાદ; બીજઇ વર માગીઠું ઇક પુત્ર, મ પૂઠઈ રાખઈ ધરસૂત્ર; કિઈ સુત કિઈ પોઢઉ પ્રાસાદ, બિહુ વર વચ્છ મકરેસિ વાદ; વિમલઈ ઉલટ આણિઉ ઘણઉં, વર માંગિઉ પ્રાસાદહ તણઉ.
For Private & Personal Use Only
દેરાં કે દીકરા ? * ૭૫
www.jainelibrary.org