________________
વિમળશાહે હાથમાં ચાંદીના હાથાવાળી મેઘળી લીધી, થોડીક જમીન ખોદી. પછી તો મજૂરોએ તરત જમીનમાં ઊંડો ખાડો કરી દીધો.
ઊંડા ખાડામાં રહેલી મૂર્તિ નજરે પડી. ચારે તરફ જય-જયકારના ધ્વનિ ગાજી રહૃાા.
પ્રતિમા ધીરેથી બહાર કાઢવામાં આવી. શ્યામ વર્ણની એ સુંદર પ્રતિમા હતી. ખભા પર કેશની એક લટ રહી ગઈ હતી. અરે, આ તો ભગવાન ઋષભદેવની મૂર્તિ !
તરત પ્રતિમાને પ્રક્ષાલથી સ્વચ્છ કરી, કેસરચંદનથી પૂજિત કરી. ફૂલમાળાઓ ચઢાવવામાં આવી, ને રાજાથી પર આરૂઢ કરવામાં આવી.
તાબડતોબ એક ગભારો તૈયાર કરવામાં આવ્યો ને એમાં આદિદેવની મૂર્તિ પધરાવવામાં આવી. ખૂબ આનંદ ! મહા હર્ષ! આખા આબુ પહાડને સુગંધી જળે છાંટ્યો. બધે રસ્તે સોનૈયા ને રૂપૈયા ઉછાળ્યા.
આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ ત્યાં પધાર્યા. અષ્ટાક્ષિક મહોત્સવ ર્યો. શાંતિસ્નાત્ર ભણાવ્યું ને પછી મોટું જમણ આપ્યું.
તમામ સ્થળે ઉત્સાહ વ્યાપી ગયો, ને મંદિરોનું ધમ ધમધોકાર ચાલુ થઈ ગયું ! હવે ભૂત-પ્રેત તો ક્યાંય ન રહ્યાં, પણ સાપ-વીંછી પણ ચાલ્યા ગયા. કમમાં બાધા કરનાર કોઈ જીવ ત્યાં ન રહ્યા.
દાં દિવસે વધે એટલાં તે વધે; રાતે વધે એટલાં દિવસે વધે.
વિમળશાહ અને શ્રીદેવી તો જગત આખાની જંજાળ ભૂલી ગયાં, ને આ કાર્યમાં લવલીન બની ગયાં. એમના આત્માને અપૂર્વ આનંદ સાંપડ્યો હતો. એ આનંદ પાસે તો સુવર્ણ પણ માટીની બરાબર લાગતું હતું.
વર્ષો વીતવા લાગ્યાં. એક વર્ષ પસાર થયું, બીજું વર્ષ પસાર થયું ને ત્રીજું પણ ચાલવા લાગ્યું.
વિમળશાહ શ્રીદેવી સાથે દિવસો સુધી અહીં રહે છે અને બધું કર્ય બારીકાઈથી જુએ છે. કિર્તિધરની સાથે કલાકો સુધી પોતાની દૃષ્ટિ પ્રમાણે કલાનું વિવેચન કરે છે.
એ રીતે બીજાં ચાર વર્ષ પણ વીતી ગયાં, ને દશક ઉપર વાત આવી. પૈસો પાણીને મૂલે વપરાતો જતો હતો, છતાં વિમળશાહની ધીરજ જરાય ઓછી થતી નહોતી. એ તો ક્વેતા કે મારે મન સિદ્ધિ કરતાં સાધના મીઠી છે. આ કામ ચાલે છે,
આરસને આત્મા મળ્યો છે ૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org