________________
એ અત્તરિયાની દુકન જેવું છે. અત્તર મળે તો ઠીક, નહિ તો સુગંધ તો મળે જ છે ! દેવનાં દેરાં મારા મનને ઉચ્ચ ભાવના પર રાખે છે. કેવો આ આનંદ! કેવો આ હર્ષ !
અને એમાં કેટલાં માણસો કામ કરતાં ? પંદરસો કારીગરો અને બે હજાર મજૂરો !
હાથી, ઘોડા ને ખચ્ચરનો તો એમાં સુમાર જ ન હતો.
વિમળશાહ હવે મંદિર પૂરું થવાની ચાહ જોઈને બેઠા હતા. દશા ઉપર ત્રણ વર્ષ વધારે વીતી ગયાં હતાં. તેર-તેર વર્ષની અખંડ કમગીરી પછી પણ હજી મંદિર તો અપૂર્ણ જ હતું.
પણ હવે કીર્તિધર રંગ પર આવી ગયો હતો. એ મંચ પર ચઢી ગયો હતો. ઊતરવાની વાત ક્વી ? થાકની વાત ક્વી ? ખાવાની સુધ પણ તેને છે ? એ પૂરી કુશળતાથી નકશી ઉતારી રહ્યો હતો.
૧૪૦ ફૂટ લાંબા અને ૯૦ ફૂટ પહોળા મંદિરમાં એણે કળાની અદ્ભુત સૃષ્ટિ ખડી કરી દીધી.
એણે મંદિરના સ્તંભો પર આમ્રપર્ણોની ધર, હાથીઘોડાની હાર અને દેવદેવીઓનાં મનોહર નૃત્ય આબેહૂબ ઉતાર્યા; એના રંગમંડપની છત પણ સંગીત અને નૃત્યના અનેક અભિનયોવાળી પૂતળીઓથી શણગારી દીધી. | મુખ્ય મંદિરની આસપાસ દેવકુલિકાઓ (દરીઓ) રચી હતી. તેમાં છતે-છતે જુદી-જુદ્ધ ભાતોની રચના કરી હતી. એનાં કમળો જાણે સાચાં સફેદ કમળો હોય એટલાં પ્રેમળ દેખાતાં હતાં – હાથ અડાડતાં પણ કેઈનો જીવ ન ચાલે ! રખેને પાંખડી કરમાઈ જાય !
એ ઉપરાંત કેટલીક છતોમાં જૈન ધર્મના મુખ્ય દેવો-તીર્થ કોના જીવનના અદ્ભુત પ્રસંગો કેરી કાઢ્યા હતા.
લેઈ છતમાં તીર્થકરની માતાને એમના ગર્ભાધાન સમયે આવેલાં સુંદર સ્વપ્નો ઉતાર્યા હતાં, તો ઈ છતમાં એમની બાલક્રિડાનાં દશ્યો આબેહૂબ ખડાં કર્યા હતાં.
આરસમાં જાણે આત્મા જાગી ઊઠ્યો હતો.
એક છતમાં એ વખતના ગુજરાતના વહાણવટીઓનું પણ સુંદર ચિત્ર બેરી કહ્યું હતું.
વિમળશાહ અને શ્રીદેવી તો છાયાની જેમ ત્યાં ફરતાં હતાં. એ ઘડીકમાં
૭૮ મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org