________________
લડવા લાગ્યા, પણ ન જાણે પરદેશી મલ્લ ક્વો જબરો નીકળ્યો ! પાટણના બધા મલ્લો હારી-હારીને પોતપોતાને સ્થાને પાછા જઈને બેસી ગયા !
લોકોને અચરજ થવા લાગ્યું.
કેટલાક રાજરંગને જાણ કર પાટણવાસીઓને આ સ્તીમાં કંઈક ભેદ જેવું પણ જણાયું. તેઓ વિચારવા લાગ્યા કે પાટણના સારા ગણાતા મલ્લો પણ આમ બાયલાની જેમ કેમ લડે છે ? તો તો એમણે પાટણનું અન્ન ખાધેલું બગાડ્યું!
“છે કઈ બાક ? પાટણનાં પાણી આજ પૂરેપૂરાં જોઈ લેવાં છે.” મલે વળી પડકાર કર્યો.
મહારાજાએ ચારે તરફ નજર નાખી, પણ એ પડકાર ઝીલવા કોઈ તૈયાર નહોતું. મહારાજાએ અધિકારીઓ સામે નજર નાખી. એક અધિકારી લાગલો જ બોલી ઊઠ્યો :
“મહારાજા ! વાઘ સામે લડવું સહેલું છે, પણ આ મલ્લની સામે જવું મુશ્કેલ છે ! કો તો વાઘ સામે જઈએ; જનાવરને વશ કરવામાં શું ?”
મહારાજા હસ્યા.
વિમળશાહ પાસે જ બેઠા હતા. તેઓ આ વ્યંગ સમજ્યા ? આ ટીકા પોતાના ઉપર જ હતી. એ તો વીરતાની જીવતી-જાગતી મૂર્તિ સમા હતા ! એમનાથી મહેણું કેમ સહન થાય ?
“મહારાજા ! આજ્ઞા હોય તો તૈયાર છું.” વિમળશાહે ઊભા થતાં કહ્યું.
“વિમળશાહ ! તમે તો વર છો, પણ આ મલ્લ તો વીરનો પણ વિર લાગે છે. રહેવા દે !”
“નહિ મહારાજા ! પાટણને લાંછન એ મને લાંછન છે.”
પાટણનું પાણી જવું ન જોઈએ. તમે જીતશો તો મોં માગ્યું ઇનામ આપીશ.”
વિમળશાહે કચ્છ ભીડ્યો ને અખાડામાં કૂદકો માર્યો. સૌના મનમાં અનિષ્ટની શંકાઓ થવા લાગી.
મલ્લે જાંઘ ઉપર થાપોટ મારી. નગારા ઉપર ડાંડી પડતાં જેવો અવાજ થાય તેવો અવાજ થયો !
વિમળશાહે સામે હાથ ઠોક્યા. તાંબાના નગારા પર જાણે હથોડી પડી. ૩૦ મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org