SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ મલ્લયુદ્ધ મહારાજા ભીમદેવના દરબારમાં જાતજાતના કલાકારો આવતા. ત્યાં કવિઓ આવતા, પંડિતો આવતા, મલ્લો આવતા. અને મહારાજા એ બધાને ઉદારતાથી નવાજતા. આજે દરબારમાં એક મોટો મલ્લ આવ્યો હતો. એના મસલ દડા જેવા મોટા ને પથરા જેવા મજબૂત હતા. એની બંધ પાડાના જેવી હતી. માથું મોટા કેળા જેવું હતું. આંખો મોટી કેડા જેવી હતી. શરીર ઠીંગણું અને રંગ દળો હતો. એનો હાટો સાંભળીને મોટા-મોટા મર્દો પણ શેહ ખાઈ જતા. ભરદરબારમાં એણે હાકેટો ર્યો : “પાટણપુરમાં મારી સાથે યુદ્ધ કરે એવો ઈ મર્દ છે ખરો ?” એ વખતના રાજદરબારોમાં હરીફાઈઓ ઘણી થતી. દેશ-દેશના કલાકારો ને કસબીઓ આવતા. કોઈ નૃત્યની હરીફાઈ કરતું. કોઈ ધર્મચર્ચાની તો બેઈ વળી કવિત્વની ! ત્યાં આવા મલ્લો પણ આવતા. રાજાઓ આ માટે દરેક કલાના જાણકારોનું એક મોટું મંડળ પોતાની પાસે રાખતા. પાટણના બે-ચાર મલ્લો એ સાંભળી આગળ આવ્યા. એક પછી એક કુસ્તી મલ્લયુદ્ધ ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004515
Book TitleMantrishwara Vimal
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy