________________
“શા માટે નહિ ? આ પર્વત પણ એટલો જ પવિત્ર છે; ને નગાધિરાજનો અંશ આમાં ભળતાં એ અધિક પાવનકરી બનશે.” કામધેનુએ કહ્યું.
વશિષ્ઠ ઋષિ તો હિમાલય પાસે પહોંચ્યા. પર્વતરાજ પાસે માગણી કરી. હિમાલય પર્વતે કહ્યું, કે “મારો પુત્ર નંદિવર્ધન એ ક્રમ માટે ત્યાં આવવા તૈયાર છે. ભાવિક લોકોને આટલે દૂર આવવાની તક્લીફ પણ દૂર થશે. પણ એને ત્યાં કોણ લઈ જાય ? ગંગાને લાવવા ભગીરથનો ખપ પડ્યો, એમ મારા પુત્રને ત્યાં લઈ જનાર કોઈ ભગીરથ જોઈશે.”
અન્દ નામનો નાગ ત્યાં હાજર હતો. એણે કહ્યું, “મારી પીઠ પર નંદિવર્ધન બેસી જાય. હું એને ત્યાં પહોંચાડી દઈશ.”
બસ. તરત જ નંદિવર્ધન અબ્દ સર્પ પર સવાર થયો, ને ખરરખટ કરતા બંને આ પર્વત પર આવ્યા. નંદિવર્ધને શિખરથી ખાડામાં સ્થાન લીધું ને તરત ખાડો પુરાઈ ગયો, ને પહાડ પર ઘણી જગા થઈ ગઈ !
અર્બદ સર્પ પણ અહીં જ રહી ગયો. એ છ-છ મહિને પડખું ફેરવે છે, ત્યારે હજીય પહાડ હાલે છે.
એ અન્દ સર્પના કરણે આ પર્વતનું નામ અર્બુદ આબુ પડ્યું. ને નંદિવર્ધન શિખરે ખાડો પૂર્યો, માટે ઘણા એને નંદિવર્ધન પણ કહેવા લાગ્યા.
વિમલશાહે આબુ પર્વતનો આવો મહિમા યાદ કરતાં નિશ્ચય કર્યો કે આ પ્રાચીન અને પવિત્ર પહાડ પર જુગ-જુગ સુધી જેનો મહિમા રહે એવાં કલામય દેરાં બાંધીશ.
કહેવાય છે કે અહીં ભરતદેવ યવર્તીએ દેશે બાંધેલાં; આ પથ્થર પર ઘણા મુનિરાજોએ તપ કરી મોક્ષ મેળવેલો.
અરે ! આચાર્ય પાદલિપ્તસૂરિ આકાશગામી હતા. રોજ શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, આબુ અને સમેતશિખરની યાત્રા કરી આહાર ગ્રહણ કરતા.
અહીં જ વશિષ્ઠ ઋષિનો યજ્ઞકુંડ હતો, અને એમાંથી જગતનું રક્ષણ કરવા પરમાર, પડિહર, સોલંક ને ચૌહાણ નામના ચાર પુરુષો એમણે પેદા કરેલા.
એ પવિત્ર પહાડ પર દેરાં બાંધું ! વિમલશાહનો ઉત્સાહ દિન-દિન વૃદ્ધિ પામી રહ્યો.
અર્બુદાચલ પ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org