________________
શ્રીદત્ત શેઠ તરફ્થી બધાને પાટણ આવવાનું નિમંત્રણ મળ્યું. વીરમતીને વિચાર કરી જોતાં હવે પાટણમાં જવું જોખમભર્યું ન લાગ્યું, નેઢ તથા વિમળ બંને યોગ્ય ઉંમરના થયા હતા, તેમજ ભવિષ્યની જિંદગી માટે શહેરમાં જવાની જરૂ૨ પણ હતી. શ્રીદત્ત શેઠ જેવાની નજર હોવાથી હવે વધારે ભય પણ ન હતો.
વિમળને મોસાળ છોડવું બહુ વસમું લાગ્યું. સુંદર ખેતરો અને ભોળાભલા ગામડિયાઓ વચ્ચેથી ખસવું એને ન ગમ્યું; પણ હવે બીજો રસ્તો નહોતો. એક દિવસ બધાં તૈયાર થયાં ને દર્દભરી વિદાય લીધી.
લાંબી-લાંબી ડાંગો હાથમાં લઈને તથા પોંક, સીતાફ્ળ અને જામફ્ળનાં ભાતાં લઈને એના દોસ્તો વળાવવા આવ્યા. ગામના આગેવાનો પણ તેઓની સાથે થોડે દૂર ગયા.
“વિમળભાઈ ! અમને ભૂલશો નહિ, હો !” લાડીને ટેકે માથું મૂકી આંસુ સારતાં સૌ દોસ્તોએ વિનંતી કરી.
“ના, ભાઈઓ ! હું તમને કદી નહિ ભૂલું !”
વિમળ ગળગળો થઈ ગયો. મામાએ બળદને હાંક્યા. જોતજોતામાં સૌ દૂર નીકળી ગયા.
ગામ, પાદર, સીમ, તળાવડું, ખેતર ને આખરે પેલો ભૂખરો ને ધૂળવાળો માર્ગ પણ પાછળ રહી ગયો.
પાટણના ગઢના મિનારા દેખાવા લાગ્યા.
અને આ પછીના દિવસો ખૂબ ધમાલમાં વીત્યા.
ફરી પાટણવાસી બનેલા વિમળનાં લગ્ન ખૂબ આનંદપૂર્વક થયાં. શ્રીદત્ત શેઠે છૂટે હાથે ધન ખર્યું. વીરમતીએ પણ ધામધૂમમાં કચાશ ન રાખી. વિમળે લગ્નમાં મહાલવા મોસાળથી પોતાના ગોઠિયાઓને બોલાવ્યા
હતા.
વિમળ અને શ્રીદેવીની જોડી અપૂર્વ થઈ. સૌ બંનેના પ્રેમ અને ગુણોનો મેળ જોઈ હરખાયાં.
નેઢનાં લગ્ન પણ એક ખાનદાન કુળની ક્યા સાથે થયાં.
પોતાના બંને પુત્રોને સુખી જોઈ વીરમતીને હૈયે ટાઢક વળી, આ પછી વીરોત્સવનો પ્રસંગ આવ્યો. તેમાં બહાદુરી બતાવી વિમળ દંડનાયક થયો અને નેઢ મંત્રીમંડળમાં સલાહકાર નિમાયો.
૧૭ * મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org