SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ક સફળ સેનાપતિ જ્યા પાંચ-પાંચ નદીઓનાં પાણી પીને સિધુ નદી વિશાળ સાગર જેવી બની રહે છે, જ્યાં ભલભલા નાવિકો થાપ ખાઈ જાય તેવાં મોજાં ઊછળ્યાં કરે છે, ને જ્યાં ઊંડાં જળ ઘૂમરી ખાતાં પ્રજાના રક્ષણ માટે વધારે ઊંડાં થતાં જાય છે, એવા સિંધુદેશની ગાદીએ હમીર સુમરો રાજ્ય કરતો હતો. હમીર સુમરા અભિમાનની મૂર્તિ હતો. બળિયો પણ જબરો હતો. એણે બળવાન શિવશાણના રાજાને જીતી પોતાનો ખંડિયો બનાવ્યો હતો ને નજીકના ઘણા રાજાઓને વશ ર્યા હતા. યુવાનીમાં એણે કેસર મક્વાણા નામના બળવાન શત્રુને હરાવી ઠાર કર્યો હતો. કેસર મક્વાણાના નામની એ વખતે હાક વાગતી. પણ જર અને જોર એવાં છે કે માણસને ભાન ભુલાવે છે. કેસર ઉર્ફેખલ બની સિંધના ઘોડા, જરઝવેરાત અને આખરે સ્ત્રીઓને પણ ચોરી જવા લાગ્યો હતો. હમીરે એને શિક્ષા કરવાનું ધાર્યું, ને પછી તો બરાબર શિક્ષા કરી. આજે આ વાત ઉપર વર્ષો વીતી ગયાં હતાં. હવે તો હમીર સુમરો પ્રૌઢ થયો હતો. છતાં સિંહ તે સિંહ જ હતો ! સફળ સેનાપતિ છે ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004515
Book TitleMantrishwara Vimal
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy