________________
શ્રીદેવી હવે યોગ્ય ઉમરની થઈ હતી. વયના વધવા સાથે એનામાં સગુણોનો પણ વિકાસ થયો હતો.
શેઠ પોતાની નાતમાં યોગ્ય વરને શોધી રહ્યા હતા, છતાં મનગમતો બેઈ વર મળતો ન હતો.
શ્રીદેવીના ભાઈ ચંદ્રકુમારનો આગ્રહ વિમળ માટે હતો. ચંદ્ર અને વિમળ એક જ નિશાળે ભણેલા અને તે વખતથી જ વિમળની બુદ્ધિ તેમજ રમતોમાં અજોડપણું જોઈ એનું મન આકર્ષાયું હતું.
સગાંવહાલાંઓ વિમળની ચાલ પરિસ્થિતિ જોઈ કંઈક આનાકાની કરતાં. પણ શ્રીદત્ત શેઠને પોતાના પુત્રની, તેમજ, તપાસ કરતાં શ્રીદેવીની પણ તેના ઉપર પસંદગી ઊતરેલી જણાઈ : ત્યારે તો એમણે વિમળના મામા પાસે ફ્લેણ મોકલી દીધું હતું.
આજે આવેલા રથ અને ઘોડાઓ એ શ્રીદત્ત શેઠના જ મોકલેલા હતા.
વિમળ ઘેર પહોંચ્યો. એ સાદ્ય પોશાકમાં હતો, પણ સુંદર દેખાતો હતો. રૂપ અને બહારની ટાપટીપને ઓછો સંબંધ હોય છે. જેનું શરીર ખડતલ છે, જે હંમેશા શારીરિક મહેનત કરે છે ને જે આનંદી ચહેરાવાળો હોય છે, એ ગમે તેવાં વસ્ત્રો પહેરે છે, છતાં સુંદર જ દેખાય છે.
- શ્રી દત્ત શેઠે મોકલેલા શ્રીફળનો સ્વીકાર થયો. માતાને ખાનદાન કુળની દિકરી મળ્યાનો આનંદ હતો. મામાને પોતાના ઘેર ભાણેજનું શુભ થયાનો હર્ષ હતો; અને ગોઠિયાઓને મીઠાઈ ખાવાની હોંશ હતી.
છતાં આ આનંદ પાછળ એક ચિંતાનો કિડો વીરમતીના હૃદયમાં ડંખ મારી રહ્યો હતો. પુત્રના લગ્ન માટે દ્રવ્યની વ્યવસ્થા કેવી રીતે કરવી ? ભાઈ પાસે તો ફૂટી કોડી પણ ન હતી. છતાં નસીબ ઉપર વિશ્વાસ રાખી તેણે હા કહી હતી.
કુદરત જેને આગળ વધારવા ચાહે છે, તેને ગમે ત્યાંથી સહાય આવી મળે છે. એક દિવસ વિમળ ખેતર જતાં માર્ગમાં મોટું દર જોયું. બાલસહજ જિજ્ઞાસાથી જોતાં દરમાં એને કંઈક ચળકતું દેખાયું.
વધારે ઊંડું ખોદતાં સોનામહોરથી ભરેલું પાત્ર દેખાયું. વિમળે અતિ આનંદ પામી એ બધું લઈ લીધું અને ઘેર આવી માતાને સોંપ્યું.
માતા એને દૈવી સહાય સમજી નિરાંતે લગ્નની બધી તૈયારીઓ કરવા
લાગી.
લગ્ન છે ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org