________________
આજે વિમળ પોતાના ભાઈ નેઢ સાથે મામાના ખેતર ઉપર હતો. સરસ્વતતીરે ઘોડેસવારી કરતાં જે મજા આવતી, એવી જ મજા અહીં મહુડા કે આંબાની ઊંચી ડાળે હીંચકા ખાવામાં આવતી હતી.
- સૌ ભાતની રાહ જોઈને બેઠા હતા અને હાથનું નેજું કરી દૂર-દૂર નજર ફેંકતા હતા.
પાટણ તરફથી આવતા માર્ગ ઉપર કંઈક ધૂળ ઊડતી દેખાણી હતી. બધા કંઈક ભય અને કંઈક આશ્ચર્ય સાથે એ તરફ જોઈ રહ્યા. - થોડી વારમાં એક રથ અને થોડા ઘોડેસવારો આવતા જણાયા. રથમાં કઈ શેઠ બેઠા હતા. બીજે ગામ જતા હશે, એમ સમજી સૌ પોતપોતાના કામે વળગ્યા.
આખું ટોળું આવ્યું ને ગામ તરફ ચાલતું થઈ ગયું. વિમળ અને તેના ગોઠિયાઓને ભૂખને લીધે આ વાતમાં રસ પેદા ન થયો. બધા ભૂખ્યા-ભૂખ્યા ભાતની માળા જપી રહ્યા હતા.
દિવસ આગળ વધતો ચાલ્યો, પણ ભાતનું નામોનિશાન ન દેખાયું.
એવામાં ગામ તરફથી કોઈ દોડતું આવતું જણાયું. વિમળે તરત કહી દીધું કે એ તો એનો ઘેઓ દેશળ હતો.
દેશળ શ્વાસભેર વિમળ પાસે આવ્યો. “વિમળ ! દોસ્ત ! મીઠાઈ આપવી પડશે !”
“અલ્યા, પણ મીઠાઈ શેની ને વાત શી ? અહીં તો ભૂખે જીવ જાય છે!” વિમળે જવાબ આપ્યો.
દોસ્ત, તારું કામ પાડ્યું. પાટણથી તારા ચાંલ્લા કરવા શ્રીદા શેઠના મુનીમ આવ્યા છે. ચાલ, ઘેર મા બોલાવે છે. દેશળ કહેવાનું બધું એકશ્વાસે કહી દીધું.
વિમળ શરમાતો-હરખાતો ગોઠિયાઓ સાથે ઘર તરફ ચાલ્યો. સૌ સગપણની મીઠાઈ ખવરાવવા વિમળને આગ્રહ કરી રહ્યા.
શ્રીદત્ત શેઠ પાટણના નગરશેઠ હતા; રાજ્યમાં સારું માન-પાન ધરાવતા હતા. રાજ્યાભિષેક પ્રસંગે તેમને જ હાથે રાજા ભીમદેવને તિલક થયું હતું. તેઓ આખા પાટણના સંઘને ડહાપણથી સારા માર્ગે દોરતા હતા.
શ્રીદા શેઠને સંતાનમાં કેવળ પુત્ર-પુત્રીની જોડલી હતી. બંને રૂપ અને ગુણથી ભરેલાં હતાં. પુત્રનું નામ ચંદ્ર અને પુત્રીનું નામ શ્રીદેવી હતું. ૧૪મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org