SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ s Sws SS issW/ ૨૪. જે દર шковими : અજક 15 ૧૯ પરીક્ષા આબુરાજના વિશાળ દેહની આસપાસ નાગચૂડની જેમ માર્ગો વીંટળાઈ વળ્યા છે. એ માર્ગો ઉપરથી હાથીઓની હારની હાર સંગેમરમરના પથરાઓ પોતાની પીઠ પર લાદીને ચાલી જાય છે. આખો દિવસ એના ઘંટારવ ગાજ્યા કરે છે. આબુરાજના શિખર ઉપર હજારો મજૂરો અને હજારો કારીગરો કામે લાગી ગયા છે. આખો દિવસ કરીગરોનાં ટાંકણાંઓનો અને મજૂરોના મેદાળાઓનો અવાજ સંભળાય છે. લોઢું અને પથ્થરના અફળાવાથી ઝરતો ચકમક દિવાળીની ફૂલખંડીની યાદ આપે છે. બાર-બાર ગાઉના છેટેથી, ખાણોમાંથી લાવેલા સંગેમરમરના સોહામણા પથ્થરો ચોતરફ વીખરાયેલા પડ્યા છે. કારીગરોની શરદી ઉડાડવા દરેકની પાસે સગડીઓ મૂકેલી નજરે પડે છે. કલાકારોને અને મજૂરોને બધી સગવડો મળી રહે તે માટે એક ખાસ અધિકારી દેખરેખ રાખી રહ્યો છે. ભાવનાની ભરતી જુદી જ હોય છે. નાનાથી લઈને મોટા કારીગરને અને કર્મચારીને હૈયે કંઈક ને કંઈક કરી છૂટવાની તમન્ના જાગી છે. કોઈને પણ ઊંચું ઉ૪ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004515
Book TitleMantrishwara Vimal
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy