________________
જોવાની ફુરસદ નથી. સહુને પચાસ વર્ષનું કામ પાંચ વર્ષમાં કરવાના ઉમંગ છે. - સૌ પોતપોતાના કામમાં મગ્ન નજરે પડે છે, પણ પેલો મસ્ત શિલ્પી કર્તિધર ક્યાં છે ?
કીર્તિધર અહીંથી થોડે દૂર ચંપાના વૃક્ષની નીચે બેદરકારીથી પડ્યો છે. પડ્યો-પડ્યો એ હાથની આંગળીઓથી કંઈક હવામાં ચીતર્યા કરે છે. કદી-કદી એ ધૂળ ઉપર લીટા કરે છે; એ લીટામાં કલાકૃતિઓના અદ્ભુત નમૂના છુપાયેલા પડ્યા છે.
કીર્તિધરે સૌને આદેશ આપી દીધો છે, “ભાઈઓ ! ટાંકણાંઓ એવાં ફેરવજો કે કેવળ પ્રાણની જ ખામી રહે. દ્રવ્ય ખર્ચનાર બધું તજી કેવળ ઉત્તમ સર્જન ઉપર ઘેલો બન્યો છે, તો તમે પણ પાછા હઠશો મા ! જમાનાઓ સુધી ન વીસરાય તેવી કળા પાષાણમાં ઉતારજો !”
ને આવી આજ્ઞા આપી ભાઈસાહેબ પોતે તો ફરતા ફરે છે કે સૂઈ રહે છે! પણ બધા કહે છે કે એ જ્યારે તમે બેસશે ત્યારે ભૂખ કે તરસ, ઊંઘ કે આરામ બધુંય તજીને કામ કરશે ! હજી તો એની કલ્પનામાં જ કલાપ્રાસાદ ઘડાય છે.
બીજી તરફ પાયા ખોઘય છે - ખૂબ ઊંડા પાયા. એના પર વિશાળ ને ઊંચાં મંદિર ખડાં કરવાનાં છે. પહાડના પથ્થરો ભૂરાશ પડતા મોટા દાણાવાળા છે. ક્યાંક એમાં અબરખ ભળેલું છે. ક્યાંક ચૂનાના પથ્થરો છે. પણ તોડનારના ટાંકણાને કશું જ દુષ્કર નથી.
પાયા ખોદાઈ રહ્યા અને શુભ મુહૂર્ત ચણતરકામ શરૂ થયું. શ્રીદેવી અને વિમળશાહનો ધર્મરંગ અનેરો હતો. જે જુએ તે એ રંગમાં રંગાઈ જતું !
ભાવનાની ભરતીથી કામ ચાલવા લાગ્યું. પણ એક ભારે આશ્ચર્ય થવા લાગ્યું. જેટલું કમ દિવસે થાય તેટલું બધું ચતે ઊખડી જાય. સવારે પાછું હતું તેવું ને તેવું - બધું સાફ !
કારીગરો અચરજમાં પડી ગયા. આ લેઈ ખારીલા લોધેનું કામ છે. વિમળશાહ ખુદ રાતે ચોકી પર આવ્યા, પણ કોઈ પકડાઈ શક્યું નહિ !
કોઈએ કંઈ વાત કરી. કોઈએ કંઈ વાત કરી. કોઈ કહે : “જૈનોના દ્વેષીઓનાં આ કરતૂત છે.”
પરીક્ષા જ ઉ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org