________________
વિમળશાહ ક્લે, “એવો દ્વેષ હું કોઈનો જોતો નથી. દેવ તો સહુના સરખા. સહુના દેવને સહુ પૂછે. આવી વાતો કરી મારા મનમાં રાગ-દ્વેષ ઊભા ન કરશો. મંદિર હું વીતરાગનાં બાંધું છું.”
કોઈ વળી કંઈ વાત બતાવી ગયું. સારા કામનો દ્વેષ કરવો, એ દુનિયાનો સ્વભાવ છે. કોઈનું ગાડું શાંતિથી ચાલતું હોય તો ગરબડ કેમ ઊભી થાય, તોફાન કેમ જાગે, એ જોવાનો સ્વભાવ જગતનો છે.
પણ શ્રીદેવી અને વિમળશાહ બંને દુનિયાનાં પૂરાં અનુભવી હતાં; કોઈની વાતમાં આવે તેવાં ન હતાં.
દિવસો વીતતા ચાલ્યા, મહિના પસાર થવા લાગ્યા, પણ કામ આગળ વધે જ નહિ.
એક દહાડો આબુ પદ્યડનો એક ભૂવો ધૂણ્યો ને બોલ્યો :
“આ ડુંગરનો હું ક્ષેત્રપાલ દેવ છું. મારું નામ વાલિનાહ. બધાને તુષ્ટમાન ક્યું, પણ મને તુષ્ટમાન કર્યો નથી. મને તુષ્ટમાન કરો, નહિ તો કામ નહિ થવા દઉં.”
વાત ચાલતી-ચાલતી વિમળશાહ પાસે આવી. આજ કાલ કરતાં છ-છ મહિના વીતી ગયા હતા. પથા ઘડાઈને તૈયાર પડ્યા હતા. ચૂનો પિસાઈને તૈયાર હતો. મજૂરો ને કારીગરો પણ તૈયાર હતા. પણ કામ કંઈ થતું ન હતું.
વિમળશાહે ક્યું : “એવા દેવોમાં હું માનતો નથી; પણ જો મારું કામ થતું હોય તો એને રીઝવવામાંય મને વાંધો નથી.” મેવા-મીઠાઈ અને બાળા તૈયાર કરો. ‘ભૂંડા ગ્રહને પહેલું જપાન' એ ન્યાયે આજે રાતે એ દેવને નિવેદ ધરીશું. મારે તો દેવપ્રાસાદ ખડા કરવા છે; એમાં પળનોય વિલંબ ખપતો નથી. જીવન તો ચંચળ છે; એ ક્યારે આથમી જાય એનો શો ભરોસો ?”
ખૂબ-ખૂબ નૈવેદ્ય તૈયાર કરવામાં આવ્યાં. દૂધ-ઘીના ઘડા ભર્યા. મીઠાઈના તાસ તૈયાર કર્યા. બાકળાના ઢગ તૈયાર કર્યા.
લઈને એ વાલીનાહના સ્થાનકે સમી સાંજથી રાહ જોઈને બેઠા. મધરાત
વીતી.
વિમળશાહ નાહી-ધોઈ ઇષ્ટદેવનો જાપ જપતા ત્યાં આવીને બેઠા. રાત સમસમાટ કરતી વહી જવા લાગી. શિયાળિયાં ઊંચે સાદે રડવા લાગ્યાં, ને ચીબી ઝીણે ચગે ગાવા લાગી.
૬૬ : મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org