SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ભાટ હે, “અમે દૂર દેશના રહેનારા છીએ. જાતના ભાટ છીએ. ઘતાર અને ધર્મી લોકોનાં વખાણ કરવાનો અને શઠ લોકોની નિંધ કરવાનો અમારો ધંધો છે. અરીસા જેવા અમે છીએ; જેવું જોઈએ એવું છડેચોક ક્ડીએ છીએ.’ પોળિયો ક્યે, “તો તમે અહીં શા માટે આવ્યા છો ?” ભાટ હે, “અમે ચંદ્રાવતી નગરીનાં વખાણ સાંભળ્યાં છે. એ નગરીના રચનાર વિમળ મંત્રીની બહુ નામના સાંભળી છે. લોક ક્યે છે કે એ કર્ણ જેવો ઘતાર છે, ભીમ જેવો બળવાન છે, અર્જુન જેવો બાણાવળી છે, ને વિશ્વકર્મા જેવો કલાકાર છે. અમારે એને જોવો છે ને વખાણવો છે. આ સાંભળી પોળિયાએ ઊંડો નિશ્વાસ નાખ્યો. એ બોલ્યો : “પણ મંત્રીશ્વર અત્યારે ઘેર નથી.” “ઓહોહો ! ગજબ થયો. હવે શું શું ?” બધા ભાટ વિચારવા લાગ્યા. એક ભાટે હ્યું, “મારો એક અનુભવ છે. જે પુરુષ ઘતાર હોય એની ઘરનાર કજિયાળી ને કંજૂસ હોય છે. હાલો પાછા. જેવાં આપણાં નસીબ.” બીજા જુવાન ભાટે ક્યું : “ના, ના, કોઈ ઘેર જુગતે જોડી પણ હોય છે. હાલો, હવે બૂડ્યા પર બે વાંસ. વિમળની સ્ત્રીનું પારખું તો કરીએ.” ભાટ બધા નગરમાં પેઠા. ઊભી બજારો જોતા જાય, ચૌટાં નીરખતાં જાય અને ભભકો ને ઠાઠ જોઈ રંગ નાખતા જાય. હવે રહેવાની હવેલીઓ આવી. એકને જુઓ અને એકને ભૂલો. એમાં બધી હવેલીઓ જેવી એક હવેલી આવી, પણ એની નક્શી જુદી હતી. એના ઝરૂખે કળામય પૂતળીઓ હતી. આગળ માટીના બે હાથી મૂક્યા હતા, પણ જાણે સાચા હાથી જોઈ લો ! ભાટે ક્લે, “નક્કી વિમળ મંત્રીની આ હવેલી હશે.” હવેલીના દરવાજે દરવાન બેઠો હતો. ભાટ ત્યા પહોંચ્યા ને બોલ્યા : “ભાઈ, વિમળ મંત્રીની આ હવેલી છે ને ? તેઓ ઘેર છે ? દરવાને હ્યું, “ના” ભાટ હે, “તો ભાઈ રામ રામ ! એમનાં ઘરવાળાંને હેજો કે ભાટનો સમુધ્રય મંત્રીશ્વરને મળવા આવ્યો હતો.” ૮૪ ૨ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004515
Book TitleMantrishwara Vimal
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy