________________
મોમાં આંગળી નાંખે; બોલી ઊઠે, અરે, આવી તો અમરાપુરી પણ નહિ હોય !”
“વાહ વિમળ, વાહ ! રંગ તને !”
“અને આટલું અધૂરું હોય એમ વિમળ મંત્રીએ આબુ પર દેલવાડાનાં દેરું બાંધ્યાં; સહુનાં મન રાજી કરી જમીન લીધી; કડિયા-સલાટને નિહાલ કર્યા; નવખંડમાં નામના કરી.”
“જુગ-જુગ જીવે એની નામના. પણ વિમલે કંઈ ઘન ધધાં છે ખરાં ?”
“વિમળ ઘતાર પણ એવો; ભાગ્યે જ કોઈ યાચક એની પાસેથી ખાલી હાથે પાછો ફરે. અસલ રાજા કરણનો અવતાર.”
આ બધાં વખાણથી ઘણા ભાટ લોકોના પેટમાં તેલ રેડાયું. તેઓએ વિચાર કર્યો કે કલિયુગમાં દાતાર ક્યાં ? માટે આની પરીક્ષા લેવી; વિમળશાહને હલકે બતાવવો; એની નિંદા થાય તેમ કરવું.
આ માટે તેમણે પાંચ સો અગિયાર ભાટને તૈયાર કર્યા. તે
પાંચ સો અગિયાર ભાટોને કહ્યું કે “વિમળ પાસે માગે એની ભૂખ ભાંગે. કળિયુગમાં વિમળ જેવો કોઈ ઘતાર નથી.
ભાટ તો તૈયાર થયા, પોતાના ઘોડા પલાણ્યા ને કેડે તલવારો બાંધી, હાથમાં હોક્ક લીધા. દેશ-દેશ ફરતા ચંદ્રાવતી નગરીએ આવ્યા.
ચંદ્રાવતીનો ઊંચો દરવાજો છે. ઊંચી પોળ છે. પોળ આગળ પોળિયા પહેશે ભરે છે.
પોળિયાઓએ પાંચસોના ટોળાને જોયું. કેડે હથિયાર જોયાં. હોકરાપડકારા સાંભળ્યા. અને ઝટ લઈને દરવાજા બંધ કર્યા. હાથમાં ભાલો લઈ ઘોડે ચડી, પોળિયો આગળ આવ્યો અને પડકાર કરીને બોલ્યો :
“સબ લોક ખડે રહો.”
“અરે પોળિયા ! દરવાજા બંધ કરીશ નહિ. અમને ન ઓળખ્યા, ભલા માણસ ?”
“ના.” પોળિયાએ કહ્યું.
“અરે, અમારા હાથમાં હોક છે, એ તું જોતો નથી ? લડવૈયા કદી પોતાના હાથમાં હોકા ન રાખે.” ભાટોએ કહ્યું.
પોળિયો કહે , “અમે એવું બધું ન જાણીએ. તમે કોણ એ તમે પોતે જ
કહો.
ઘર કોનું? ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org