________________
દરવાન ધે, “એમ ન જવાય.અમારા મંત્રી રાજનો હુકમ છે કે અભ્યાગત, પરોણો, બ્રાહ્મણ-શ્રમણ અને ટીપવાળો કેઈ આશા ભરીને આવેલો આ નગરમાંથી નિરાશાભર્યો પાછો જવો ન જોઈએ. એ માટે રાતદહાડો દરવાજો ખુલ્લો રાખવાનો હુકમ છે.”
ભાટ કહે, “એ બધી વાત સાચી. પણ ધણી જ ઘેર ન હોય, પછી રોકવું નકામું ને !”
દરવાન કહે, “ઊભા રહો. હું મંત્રી રાજનાં પત્ની શ્રીદેવીને પૂછી લાવું.”
ભાટ કહે, “ભાઈ ! પુરુષ ઘેર ન હોય પછી શું ? અત્યારે અમે નહીં રોકાઈએ ! વળી કોઈ વાર વાત.
એટલી વારમાં તો દરવાન અંદર ચાલ્યો ગયો, ને થોડી વારમાં પાછો ફર્યો.
એણે કહ્યું : “હે સરસ્વતીપુત્રો ! મારી બાઈએ પુછાવ્યું છે કે ભાટચારણની તો ચતુર જાત હોય છે. મારા એક સવાલનો તેઓ જવાબ આપે; પછી જવું હોય તો જાય ને શેકાવું હોય તો રચાય.”
ભાટ કહે, “અરે ! બાઈ કોઈ ચતુરસુજાન લાગે છે ! અમને સવાલ કહો. અમે જરૂર જવાબ આપીશું.
દરવાન કહે : “બાઈએ પુછાવ્યું છે કે ઘર કેવું ?”
ભાટ જરાક ખચકાઈ ગયા. વિચારવા લાગ્યા કે શાસ્ત્રમાં તો ગૃહિણીને ઘર કહ્યું છે. આપણાથી આવી ચતુરબાઈને ખોટો જવાબ કેમ અપાય ?
ભાટના મોવડીએ કહ્યું : “ઘર તો સ્ત્રીનું.”
દરવાન ક્યું, “તો બાઈએ કહેવરાવ્યું છે કે વિમળ મંત્રી બહારગામ ગયા છે, પણ ઘરમાલિક ઘેર તો છે. માટે ભાટ-સમસ્તને નોતરું છે. વિમળ મંત્રી ઘરભંગ નથી. જેની પત્ની મરે એ ઘરભંગ હેવાય - પછી ઘરના થાંભલા ને છાપરાં એમનાં એમ ભલે રહે ! માટે ઘર મારું છે ને મારી વિનંતી છે કે સહુ ડાયરો જમીને જાય.”
ભાટની જીભ કદી ચૂપ ન થાય, એ આ જવાબ સામે ચૂપ થઈ ગઈ. બધા મનમાં ઘખલ થયા. અહીં મોટી એવી અતિથિશાળા હતી. ત્યાં તમામ પ્રકારની સગવડ હતી. પાંચસો ને અગિયાર ભાટનો સારી રીતે સમાવેશ થાય તેમ હતું.
ઘર કોનું? ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org