________________
ભાટ તો અતિથિગૃહ જોઈ રહ્યા : વાહ ભાઈ, વાહ! રસ્તાનો થાક હતો. નાહા-ધોયા ને થાક ઉતાર્યો.
જમવાનો સમય થયો. ભાટોએ કહેવરાવ્યું કે “અતિથિગૃહ તો મોટું હોય પણ ભોજનગૃહ બહુ મોટું ન હોય. અમે પચીસ-પચીસની પંગતમાં જમવા બેસીશું.”
શ્રીદેવીએ કહેવરાવ્યું, “બધાને સાથે જમવા બેસવાનું છે ! પાંચસો પંચાવન પાટલા નંખાવ્યા છે.”
દરેકને બબે પાટલા : બેસવાના ને જમવાના. પાસે ઢીંચણિયાં. આગળ ગંગાજળ ને લોટો-પ્યાલો.
બધા પંગતમાં જમવા બેસી ગયા,એટલે શ્રીદેવી પોતે પીરસવા આવ્યાં. ભાટ તો શ્રીદેવીના રૂપને અને તેને જોઈ વિચારવા લાગ્યા, “અરે ! આ તો લક્ષ્મીનો અવતાર હશે કે સાક્ષાત સરસ્વતી હશે? કોઈ ભૂલી પડેલી અપ્સરા હશે કે લેઈ દેવી હશે ?”
હાથે કંકણ છે. મને ઝબૂતી ઝાલ છે. પગ અને હાથનાં તળિયાં લાલ કંકુનાં છે ! બોલે છે ને મોતી ઝરે છે.
એ ચાલે છે ને ઝાંઝર વાગે છે. આગળ ધસી કંસાર પીરસે છે. પોતે વાઢીએ ઘી રેડે છે. ઘી તે કેવું રેડે છે ? જાણે ચોમાસાના મેઘની ધારા !
ચારણો તો જમવા લાગ્યા. શ્રીદેવી પાટલે-પાટલે ફરે છે, બમણું-બમણું પીરસે છે અને ઘસીઓને વાનીઓ લાવવા વારંવાર હુકમ કરે છે.
ભાટ બધા ખાતા થાક્યા, પણ શ્રીદેવી ખવરાવતાં ન થાક્યાં. પીરસનારીઓ પણ જાણે કેઈ પિયરનાં સગાં આવ્યાં હોય એમ ઉત્સાહથી પીરસતી હતી. ભાટથી હવે આગળ જમાય એમ નહોતું. બધા હાથ જોડીને બોલ્યા :
માતાજી! શેર સોનું (કંસાર) ને બશેર રૂપે (ભાત) જમ્યા. અમારું સાગર જેવું પેટ છલોછલ ભરાઈ ગયું. હવે એક ટીપું પણ પેટમાં સમાય તેમ નથી.”
શ્રીદેવી હે, “મારા એક સવાલનો જવાબ આપો તો ઊભા થવા દઉં.” ભાટ હે, ભલે.”
શ્રીદેવી કહે, “મા વધે કે બાપ ?” ૮૬ મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org